એક વધુ ફોટો-બ્લોગ… કુણાલનો…

3 05 2008

ખબર નહી પણ અત્યારે બે-એક મહિનાઓથી મગજમાં એક્દમ બ્લેક-આઉટ ચાલી રહ્યું છે … કાંઈ પણ લખવાનું મન જ નથી થતું …

અને ગઈકાલે મોનોટોન થીમ જોઇ .. અને આજે કાર્તિકભાઈની આ પોસ્ટ જોઇ … તો ખાલી મગજમાં જીવડું સળવળ્યું … અને મન થયું કે હું પણ એક ફોટો-બ્લોગ શરુ કરું … જેમાં મારા અંગત જીવનના અને મારી મુસાફરીના.. મારા જુના વર્ષોના કંઈક સંસ્મરણોને વીણીને રાખી શકું … અને આપ મિત્રો સાથે પણ એ બધા સંસ્મરણો વહેંચી શકું …

તો પ્રિય મિત્રો … હાજર છે તમારી સમક્ષ … મારો એટલે કે કુણાલનો :) … ફોટો બ્લોગ …

Memories … still ones…

બ્લોગની શરૂઆત મારા મમ્મી-પપ્પાના ફોટાથી કરી છે … ધીમે ધીમે એમાં ફોટોઝ ઉમેરતો જઈશ …

પણ થોડું ટેસ્ટીંગ કરતા જણાયું કે આ મોનોટોન થીમ Internet Explorer માં કામ નથી કરી રહી … :(
તો તમારે પણ જો જોવી હશે તો Mozilla Firefox માં જ જોવી પડશે … જ્યાં સુધી monotone નું નવું IE compatible વર્ઝન ન આવે !! :(

અહીં સાઈડબારમાં એની લિંક મૂકી દઉં છું …

ચલો તો મળીશું… મગજનું બ્લેક-આઉટ જતું રહે ત્યારે … :)




મુકામ પોસ્ટ "હૈદરાબાદ"

31 03 2008

કેમ છો મિત્રો !!

ઘણા ઘણા વખત પછી મને સમય મળ્યો !! ઘણા મિત્રો મેઈલ કરીને પૂછતા પણ ખરા કે ક્યાં ખોવાઈ ગયા છો !! પણ હું થોડા (!!) પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યો હતો એટલે સમયની મારામારી હતી પાછલા ૨ મહિના જેટલા સમયથી …

૨૪ જાન્યુઆરીએ સિડનીથી આવ્યા પછી બીજી જોબ મેળવવાની તાતી જરૂરીયાત હતી … ત્યાં રહીને જ મન એમાં રોકાઈ ગયેલું … અને કોશીશો ચાલુ કરી દીધેલી … અને ત્યાંથી પરત આવીને ૨ એક અઠવાડીયાની અંદર ૨-૩ વિકલ્પોમાંથી હૈદરાબાદની જોબ પર પસંદગી ઉતારી …

આમ પણ જરા ભોમિયો જીવ હોવાને લીધે ૨ વર્ષો સુધી ગુડગાંવ રહીને બીજે કશે જવાની ઇચ્છા હતી :) … દક્ષિણ ભારતમાં રહેવાનું પણ ઘણા વર્ષોથી મન હતું … જે આ જોબ સ્વીકારવાથી મળવાની શક્યતા હતી એટલે ૧૬મી માર્ચથી મારું મુકામ પોસ્ટ થઈ ગયું હૈદરાબાદ …




फिर उसी राहगुज़र पर, शायद… - अहेमद फ़राज़

1 02 2008

જગજીત સિંઘે ગાયેલી ખુબ જ સુંદર અને મને ખુબ જ ગમતી ગ઼ઝલોમાંની એક … આ …






फिर उसी राहगुज़र पर, शायद..
हम कभी मिल सकें मगर, शायद…

जान पहेचान से क्या होगा ?
फिर भी ऐ दोस्त गौर कर, शायद…

मुन्तज़िर जिनके हम रहे उनको…
मिल गये और हमसफ़र, शायद…

जो भी बिछडे़ है कब मिले है “फ़राज़” ?
फिर भी तु ईंतज़ार कर, शायद…

- अहेमद फ़राज़





मुन्तज़िर = Expectant, આકાંક્ષી, અપેક્ષા રાખી રહેલ




ઉત્તરાયણ… હે કાઈપો છે … !!! લપ્પેટ … !!!

14 01 2008

356798156_b4767c99c9.jpg
Image by meanestindian


આ પોસ્ટ પબ્લિશ થશે ત્યાં સુધીમાં તો અડધી ઉત્તરાયણ પૂરી થઈ ચૂકી હશે ભારતમાં … પણ કામમાં વ્યસ્ત હોવા છતાં આજના દિવસે ખુબ જ ચટપટી થઈ તો રહેવાયુ નહિ !!! :)

બધાને મકર સંક્રાંતિની ખુબ ખુબ શુભેચ્છાઓ … ઈશ્વરને પ્રાર્થના કે આપણા બધાની પ્રગતિ ઊંચે ઉડતા પતંગની જેમ ઉર્ધ્વ ગતિ પ્રાપ્ત કરે … અને ખુબ ઝડપથી … :)

સતત છેલ્લાં ૩ વર્ષોથી ઉત્તરાયણ વખતે ગુજરાતથી બહાર રહેવાનું થયે રાખ્યું છે … ૨૦૦૬ માં પૂણે હતો અને ઓફીસમાંથી રજા નો’તી મળી … ૨૦૦૭ માં ગુરગાંવ હતો અને રજા નો’તી મળી … હવે, ૨૦૦૮ માં અહિં સિડની આવી ને પડ્યો છું અને આ બધા બગ સોલ્વ કરું છું …અને રજા લેવાના પણ કોઇ ચાન્સ નથી … :) … ખબર નહિ આવતા વર્ષે ક્યાં હોઈશ …

પણ અહિં બેઠો બેઠો જુના દિવસો યાદ કરે રાખુ છું … નવસારીની મારા ઘરની અગાશી, મારા માસીના ઘરની અગાશી, મારા ફોઈના ઘરની અગાશી અને મારા ખાસમખાસ મિત્ર જયદિપના ઘરની અગાશી… આ ૪ ઘરોની અગાશીઓ મારી અત્યાર સુધીની ઉત્તરાયણોની સાક્ષી છે .. !!! :)

અને પતંગ તો ઠીક છે … છેલ્લા ૨ વર્ષોથી તલના લાડુ કે ચિક્કી પણ હાથ નથી લાગ્યા !!! પૂણેમાં તો આખી ઓફીસમાં મરાઠી ભાઈ-બહેનો હતા તો “तिल गुड घ्या आणी गोड गोड बोला” એમ કરીને ઘણા-ઘણા લાડુ અને ચિક્કી ખવડાવ્યા હતાં … જોકે આ વખતે તો મમ્મી ને કહી જ રાખ્યું છે કે ફેબ્રુઆરીમાં ઘરે આવું તો ભલે બીજું કંઈ નહિ હોય તો ચાલશે પણ આ તો ખાસ ખવડાવવુ પડશે .. !!! :D

ભલે, આજે પતંગ ચગાવવા નથી મળતા તો કંઈ નહિ પણ એ દિવસોની યાદો તો સાથે છે જ … અને રહેશે … તો ચાલો ફરી એ દિવસોની યાદો સાથે બગ્સને સોલ્વ કરવા મંડી પડીએ .. નહિ તો મેનેજર મને જ પતંગ બનાવીને ઉડાડશે !! :)




शोला हुं, भडकनेकी गुझा़रीश नही करता - मुझफ्फर वारसी

2 01 2008

મિત્રો,

ઘણા સમયથી ઈચ્છા હતી કે મને પ્રિય ગઝ઼લોમાંની આ એક ગઝ઼લ અહીં પોસ્ટ કરું પણ કોઇને કોઇ કારણસર રહી જતું હતું…

જગજીત સિંઘે આને એટલા સરસ લહેજામાં અને એક અલગ જ મિજાજ આપીને ગાઈ છે કે જ્યારે સાંભળું ત્યારે કંઈ અલગ જ ફીલીંગ થાય…

આ લખું છું ત્યારે પણ ચાલી જ રહી છે … અને એથી અહીં પોસ્ટ કરવાની એક્દમ તત્પર ઈચ્છા થઈ આવી… અને હા, આલ્બમનું નામ છે, “Echoes” …

મુઝફ્ફર વારસીની ઘણી ગઝ઼લો જગજીત-ચિત્રા સિંઘે ગાઈ છે તેમાની આ “शोला हुं, भडकनेकी गुझा़रीश नही करता” એક છે… તો ચાલો માણીએ..



शोला हुं, भडक़नेकी गुझा़रीश नही करता,
सच मुंहसे निकल जाता है, कोशीश नही करता…

गिरती हुई दिवार का हमदर्द हुं लेकिन,
चढ़ते हुए सुरज की परस्तिश नही करता…

माथे के पसीने की महेक आए ना जिससे,
वो खुं मेरे जिस्ममें गर्दीश नही करता…

हमदर्दी-ए-एहबाब से डरता हुं “मुझफ्फर”,
में ज़ख़्म तो रखता हुं, नुमाइश नही करता…

- मुझफ्फर वारसी




गुझा़रीश = વિનંતી
परस्तिश = પૂજા [અહીં "ગુલામી" કે "જીહજૂરી" જેવો અર્થ થાય છે.]
गर्दीश करना = પરિભ્રમણ, હોવું, ભાગ્ય, દુર્ભાગ્ય [બીજા ઘણા અર્થો પૈકી અહીં પરિભ્રમણ એવો અર્થ થાય છે.]
एहबाब = મિત્રો, પ્રિયજન  [एहबाब એ हबीब નું બહુવચન છે.]
नुमाइश = પ્રદર્શન, જાહેર કરવું, દર્શાવવું