મિત્રો,
આ મારા માટે એક ગર્વની વાત છે… કે મારી એક કૃતિ, જ્યારે… ક્યારે ને
રીડગુજરાતી.કોમ પર સ્થાન મળ્યું છે…. જો કે આ વાત હું ૧લી એપ્રિલ ની રાતે કહી રહ્યો છું પણ રખે ને આને એપ્રિલ ફૂલ માની લેતાં…
તમારી સમક્ષ આ વાત કહેતાં ઘણો આનંદ અનુભવી રહ્યો છું કારણ કે આપણી રીડગુજરાતી એ ગુજરાતી નેટ-જગતમાં એક અનોખું સ્થાન બનાવ્યું છે….
હકીકત માં હું રીડગુજરાતી નો એ સમયથી વાચક રહ્યો છું જ્યારે એ પોતાના શૈશવકાળમાં હતી…અને ત્યારથી જ એણે મને પ્રભાવિત કર્યો હતો… આશરે દોઢ વર્ષ ઉપરાંતનો સમય થયો આ વાત ને…. મૃગેશભાઈ સાથે ઘણીવાર વાતો થયે રાખે….. અનેક અવનવાં વિષયો પર…
એ પોતે પણ કંઈ ઓછી અનોખી વ્યક્તિ નથી…. મારી એમની સાથેની વાતો પરથી મને ખબર પડેલી કે એઓ કેવી દક્ષતાથી પોતાના સમયનું સફળ આયોજન કરે છે !!! મેં તો ત્યાં સુધી કહ્યું કે મારે તમારી પાસે time management નું ટ્યુશન લેવાં આવવું પડશે…
અને આ અવસરે હું ઈશ્વર ને પ્રાર્થું છું કે રીડગુજરાતી હજી વધુ ને વધુ પ્રગતિ કરતી રહે….અને મૃગેશભાઈ ને વધુ ને વધુ શક્તિ અને resources મળતાં રહે જેથી તેઓ ગુજરાતી ભાષા અને સંસ્કૃતિ માટે ના આ ભગીરથ કાર્ય ને વધુ ને વધુ દક્ષતા થી આગળ ધપાવતાં રહે….
આભારસહ….
કુણાલ


મારા del.icio.us બુકમાર્ક્સ જુઓ.
નવી પોસ્ટ વિશે મફત SMS મેળવો.
Congrats to U & Mrugeshbhai……
એક વખત મે મૃગેશ ભાઇ ને કહેલુ કે રીડગુજરાતી એટલે સુપર માર્કેટ ..!…જે જોઇએ તેના વિભાગો મા જઇ ને મેળવી શકાય ..!….આપની પણ અવનવી રચનાઑ દ્વારા અમને આનંદ માણવા મળૅ એવી શુભેચ્છા..!