સફહાદરસફહા ખુલેગી કિતાબ…

5 04 2007

મિત્રો,

          હવેથી હું મારી જુની કૃતિઓ નિયમિત પોસ્ટ કરતો રહીશ. જે ઉર્દુ અને ગુજરાતી બન્નેમાં લખાયેલી છે….  હું ઉર્દુ અને ગુજરાતી બન્ને ભાષાઓમાં લખવાની કોશીશ કરે રાખતો…અને આ પહેલા જ્યારે “Blogs” કે જે “web logs” નું અપભ્રંશ છે, તેનાં અસ્તિત્વમાં આવવા પહેલાથી જ ઉર્દુ Commuity Forums માં પોસ્ટ કરે રાખતો જેમાં ઘણુંખરું anonymous entry નથી હોતી…

          મારાં એ વખતનાં મિત્રો, કે જે મોટે ભાગે પાકિસ્તાન અને મધ્ય-પૂર્વીય દેશોના રહેવાસી છે, પાસેથી પણ ઘણું શીખ્યો….ગણ્યાં-ગાંઠ્યા ભારતના પણ હતાં …. પણ એ અનુભવ પણ ઘણો અમેઝીંગ રહ્યો…. કારણકે એ જ એક જગ્યા હતી જ્યાં બધાં જ મિત્રો પ્રવર્તમાન ઝેરીલી અને દ્વેષની ભાવનાને ત્યાગીને મળતાં અને વાતો કરતાં …..

          પછી તો લાસ્ટ સેમ આવ્યું…. સર્ટીફીકેશનનું ભૂત વળગ્યું અને કરીયરની પ્રાયોરીટીએ ઈન્ટરેસ્ટની પ્રાયોરીટીને હરાવી દીધી …. બધું ઠપ્પ થઈ ગયું, મિત્રોનાં મેઈલ્સ આવે રાખ્યા કે “ભાઈજાન, કહાં પશેમાં હો ગયે?? સર-એ-મેહેફીલ કબ આઓગે???” …..

જવાબ એક જ હતો …. “અભી તો યેહ બતા પાના મેરે બસ કે બાહર હૈ, અગર ખુદાને ચાહા તો ફીર મિલેંગે… “

phewwww…… એક અલગ જ પ્રકારનો પ્રેમભાવ જોવા મળતો હતો….

હું વાતને ક્યાંથી ક્યાં લઈ ગયો ??? કદાચ આજે ૨-૩ વર્ષ થયે પણ હું એમને miss કરું છું…. કદાચ….

સાચું કહું તો મેં ક્યારેય વિચારેલું જ નહોતું કે મારો બ્લોગ બનશે અને હું મારી કૃતિઓને મિત્રો સમક્ષ રજુ કરીશ…. અને એટલે જ મારી ડાયરી ઘરે જ પડી હતી (નવસારીમાં)…. જે ફરી હાથ લાગતાં મન થયું કે નવરાં બેઠાં આ કામ કરીએ… :)

ઉર્દુ લખાણ ઘણુંખરું બધાંને વાંચતાં આવડતું નથી અને આવડતું હોત તો પણ હું ઘણું બધું ભુલી ગયો છું … :) એટલે ગુજરાતી માં જ લખીશ… અને સમય મળ્યે જે ઉર્દુ ગઝલો અને નઝમો પહેલેથી જ બ્લોગ પર મુકેલી છે તેને ગુજરાતીમાં લખતો રહીશ…

ચાલો ત્યારે…  એક નાનું task છે તે પૂરું કરી લઉં …. નહી તો આજે extra hour લાગી જશે… :)


Actions

Information

4 responses

5 04 2007
પ્રતીક નાયક

કુન્નુ તુ જે ઉર્દુ મા લખતો હતો તે તો મને ખબર જ છે, અને કદાચ સૌથી વધારે જાણકારી મને હશે. કારણકે MCA ના prectials મા હુંજ તારી બાજુ મા બેસતો હતો અને આપણે જ બન્ને સાથે R&D કરતા હતા, યાદ છે ને….એ દિવસો….miss those days….

છેલ્લા ૨-૩ દિવસ થી હું જરા ખુબજ busy હતો, “actually” (તારો favorite શબ્દ) આજ કાલ ઓફિસ મા કામ થોડુ વધારે જ છે…

મને યાદ છે કે મારે તારા post (ReadGujarati.com) પર comment આપવની બાકી છે…ચિંતા ની કર સારી cooment આપીશ.

મારે તો બીજા મિત્રો ના blog પણ વાંચવાના બાકી છે ૨-૩ દિવસના…ચાલો કઈંની રજા લઈએ….અને સાથે થોડુ કામ પણ પતાવીએ.

5 04 2007
કુણાલ

હા યાર…. :) મને યાદ છે.. પણ મેં વિચાર્યું કે આટલી ડીટેઈલમાં લખવાથી આપણી એ બધી ખુરાફાતી મસ્તી અને “extra-curricular” પ્રવૃત્તિઓ પરથી પડદો ઉંચકાઈ જશે… :D

પણ લેબમાં બેસી ને પ્રેક્ટિકલ્સ કરવા કરતાં આ બધું કરવાની વધારે મજા આવતી… યાદ છે.. પ્રેક્ટીકલ એક્ઝામ્સ માં હું અને તું શું કરતા તે !!!!!! :D …..

ચોથા સેમમાં યાદ છે મેં પેલું એક Flight Simulator ડાઉનલોડ કરેલું અને આખો વખત એમાં F-16 ઉડાવ્યા કરતો જાણે બીજા દિવસે મારે border પર areal watch માટે જવાનું હોય… :)

હવે તો આ ઓફીસનાં કામમાંથી પરવારતાં નથી….

6 04 2007
Neela Kadakia

ઉપરોક્ત લેખ તો મઝાનો તો છે જ એની સાથે બે દોસ્તોની ગુફ્તુગુ પણ મઝાની છે.
કૃષ્ણ સુદામાની ‘તને સાંભરે રે’ કવિતા યાદ આવી ગઈ.

6 04 2007
સુરેશ જાની

ચાલો ઉર્દુ શબ્દ ના સમજાતો હોય તો કોને પકડવા તે ખબર પડી !

Leave a comment