જીવન પુષ્પ …

જીવનરૂપી પુષ્પની મહેકથી વિશ્વરૂપી બાગને મહેકાવીએ… :)

…છે ઘણાં …

મિત્રો,
આજે એ કૃતિ પોસ્ટ કરું છું, જેનું મહત્વ મારાં માટે કદાચ મેં લખેલી બીજી કોઇ પણ કૃતિ કરતાં વધું છે…ભલે rules ના હિસાબે એ થોડી નબળી હોય…. :) … અને એનું આ મહત્વ એટલાં માટે કે એ મેં મારા કોલેજનાં થોડાં છેલ્લાં બચેલાં દિવસોમાં લખેલી, ૪ વર્ષ પહેલાં, મારાં એ જુનાં દિવસો માટે…golden days… :)


જીવનનાં અટપટાં રસ્તા પર હમસફર મળ્યાં છે ઘણાં,
જીવનભર સાથ આપે એવાં હમદર્દ મળ્યાં છે ઘણાં…

છતાં હજી સુધી એ સમજાયું નથી અમને,
શું કામ આપણો સાથ અધવચ્ચે છોડી દે છે ઘણાં…

છોડી ગયાં આપણને એમની વાતો શું કામ કરવી,
ખુદાની કૃપાથી આ પ્રિય દોસ્તો મળ્યાં છે ઘણાં…

દોસ્તો, એક સવાલ પૂછું તમને ? નથી લાગતું
તમને, કે દિવસો અહીં ઓછાં મળ્યાં છે ઘણાં ??

ત્રણ વર્ષો સુધી કોલેજને ધુત્કારતાં રહ્યાં, છેલ્લું
સેમ આવ્યું ત્યારે દિવસો જુનાં યાદ આવ્યાં ઘણાં…

ભૌતિક નીકટતાં ન રહે આપણી વચ્ચે તેથી શું થયું ??
દિલ આપણાં સૌનાં મિત્રો, નીકટ છે ઘણાં…

જુદાઈની આ વેળા છે, સમય વીતાવીએ હસી-ખુશીથી,
એકાંતમાં રડવાનાં તો હજી દિવસો છે ઘણાં …

Filed under: ગુજરાતી, મારી કૃતિઓ , , , , ,

9 Responses

  1. UrmiSaagar says:

    દોસ્તો, એક સવાલ પૂછું તમને ? નથી લાગતું
    તમને, કે દિવસો અહીં ઓછાં મળ્યાં છે ઘણાં ??

    હા ભાઇ હા, આપણને દિવસો અને એ દિવસોમાં મળેલું બધું જ ઓછું પડે છે… ઓડકાર તો ક્યાં કોઇનેય આવે છે!! :-)

    જીવનનાં કાવ્યરૂપી સંભારણા ય મીઠા હોય છે ઘણા…

  2. chetu says:

    જીવનનાં અટપટાં રસ્તા પર હમસફર મળ્યાં છે ઘણાં,
    જીવનભર સાથ આપે એવાં હમદર્દ મળ્યાં છે ઘણાં…

    છતાં હજી સુધી એ સમજાયું નથી અમને,
    શું કામ આપણો સાથ અધવચ્ચે છોડી દે છે ઘણાં…

    છોડી ગયાં આપણને એમની વાતો શું કામ કરવી,
    ખુદાની કૃપાથી આ પ્રિય દોસ્તો મળ્યાં છે ઘણાં…

    khub j saras..!!!..har ek dil ni vaat raju kari chhe aape..!!

  3. સુરેશ જાની says:

    વાહ ! આ કવીતાએ તો મારા કોલેજજીવનના છેલ્લા વર્શ – 1965 ની યાદ અપાવી દીધી.

  4. Rajiv says:

    બહુ સરસ, મજા આવી…!
    કોલેજ કાળ તો જીવનનો અનમોલ સમય હોય છે અને એમા પણ જો તમે બરોડાની એમ. એસ. માં ભણ્યા હોવ તો તો પુછવુ જ શું?

    Truly… those were the best days of my life…!

    - Rajiv

  5. શુ કહુ આ ગઝલ વિષે ???

    હું અને તુ, આપણે બન્ને અને બીજા આપણા મિત્રો...આ ગઝલ વાંચિ ને આખુ એક ચિત્ર સામે આવી ગયુ. અરે આ ગઝલ માત્ર college કે school ના દિવસો માટે નથી પરંતુ...જીવન ના દરેક ક્ષણ માટે છે...

    ....અને તારે એવુ લખવાની જરુર નથી કે... ગઝલ ભલે rules ના હિસાબે એ થોડી નબળી હોય....અરે ગઝલ rules પર નહિ પરંતુ "ભાવના" પર મહત્વ ધરવે છે...

    હાસ્ય કલાકાર સુનીલ પાલે કહ્યુ છે ને..."ભાવના ઓ કો સમજો....."

  6. સાચી વાત છે યાર…. :) બૌ અમેઝીંગ દિવસો હતાં એ બધાં…. તુ જીએસ ને હું સીઆર.. જેટલા બી ફંક્શન્સ ને ગેધરીંગ્સ કર્યા આપણે તે બધાંની તો અલગ જ યાદો છે…

    અને યાદ છે તારા ગાંધી પેલેસ વાળા રુમ પર એકવાર આપણે બધાં અંતાક્ષરી રમતા હતાં ને આખું અપાર્ટમેન્ટ ભેગું થઈ ગઈલું…….. આપણને રુમ ખાલી કરાવવા માટે… :D

    અને “ભાવનાઓ સમજવા”ની વાત કરું તો આ ૬ વર્ષોના કોલેજકાળમાં કંઈ કેટલીય “ભાવનાઓ” ની યાદો છે આપણી પાસે તેનો તો કોઇ હિસાબ જ નથી… :D

  7. yogakarma says:

    છતાં હજી સુધી એ સમજાયું નથી અમને,
    શું કામ આપણો સાથ અધવચ્ચે છોડી દે છે ઘણાં…

    why? Today I can not forget …her

  8. naraj says:

    sundar…….rachana……

  9. Pal Love says:

    Don’t have words for this but the intense or the feelings you have pour in to this is like we say in gujarati ” AVISMARANIYA”.

Leave a Reply

તમારું સ્વાગત છે..


જીવન પુષ્પ ખીલ્યું : ડીસેમ્બર ૨૦૦૬
જીવન પુષ્પ પરની પાંખડીઓ : ૮૦+
પાંખડીઓ પરના ઝાકળબિંદુઓ : ૪પ૦+
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
નામ: કુણાલ શૈલેષ
મુકામ: હૈદરાબાદ,ભારત
Gmail Contact: jivanpushp



મારા વિશે થોડું...






~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
 મારા del.icio.us બુકમાર્ક્સ જુઓ.
 જીવન પુષ્પ...ની RSS Feeds મેળવો.
 નવી પોસ્ટ વિશે મફત SMS મેળવો.
જીવન પુષ્પ...ને  માં ઉમેરો.
 મારો ફોટો બ્લોગ જુઓ.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Viewed best in Google Chrome.

અતીતનો ઝરુખો …

મિત્રોના મુકામો …

Kunal Welcomes You all... :)

  • 13,897 વખત જીવન પુષ્પની મહેક ફેલાઈ

પાંખડીઓવાળા દિવસો…

April 2007
M T W T F S S
« Mar   May »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

જાહેર જનતાને જણાવવાનું કે…

બીજી સાઈટ્સ અને બ્લોગ પરથી લેવામાં આવેલા લેખો જે-તે લેખકોના પોતાના વિચારો છે. અને જે-તે લેખો ની સાથે સ્ત્રોત નિર્દેશીત રહેશે. જો કોપીરાઈટનો ભંગ થતો જણાય તો સત્વરે જાણ કરવા વિનંતી.

"મારી કૃતિઓ" કાપલી હેઠળના લેખો એ મારા પોતાના વિચારો છે, એને બીજા કોઇ સાથે અંગત રીતે કોઇ સંબંધ નથી. જો કોઇને એમાંથી કોઇ લેખ પોતાના બ્લોગ કે વેબસાઈટ પર છાપવાનું મન થાય અને છાપી જ દે તો સાથે મારું નામ પણ છાપે એ અપેક્ષિત છે.. બરાબરને?? નહિતો એ ચોરીની સમકક્ષ જ કૃત્ય ગણાશે..

For 'PETA' members: "No animals are harmed in making of this blog..... ;)"