બાળપણ….

6 06 2007

me-at-matheran.jpg

મિત્રો,

આજે મારા આ જુના ફોટાને જોઇને વિચાર આવ્યો કે બાળપણના દિવસો પણ શું દિવસો હતાં !!! ન તો કોઇ ચિંતા કે ન કોઇ માથાકુટ.. બસ એટલું જ કે મમ્મી જ્યારે ન ભાવતી ચીજ ખવડાવવા માટે જીદ કરતી ત્યારે એમ થતું કે આ બધું શું છે ?? :)

આ ફોટો હું અને મમ્મી-પપ્પા માથેરાન ફરવા ગયા હતા ત્યારનો છે.. હું બીજા ધોરણમાં હતો એ સમયે…. બૌ મજાના દિવસો હતાં એ બધાં…

છતાં એ પણ એટલું જ સાચું કે પરિવર્તન ન આવે તો જીવન કેટલું ભયાવહ બની જાય !! બાળક બાળક જ રહે તો ?? એ તો સમય ને અટકાવવા જેવી વાત …. અશક્ય અને પ્રભુની અપરંપાર કૃપા કે એ અશક્ય છે… નહિતર ખબર નહિ શું થાત… !!

છતાં જીવનના દરેક તબક્કાની એક અલગ મજા છે… અલગ ચાર્મ છે.. પણ કોઇવાર આ ગીત (वो कागज़की कश्ती, वो ) પણ ગણગણી જવાય… (જયશ્રીબેનનો આભાર કે મન થાય ત્યારે આ બધાં ગીતો સાંભળી શકીએ છીએ…)

પણ કદાચ આપણું જીવન ઘણું સરળ અને સહજ બની જાય જો આપણી અંદરનું બાળક હંમેશા જીવંત રહે.. જે ઘણીખરી એના માટે બિનજરૂરી બાબતોથી નિર્લેપ રહે, પૂર્વગ્રહોથી પર રહી પોતાની મસ્તીમાં રમતું રહે…… અને પોતાના વિકાસનો વિરોધ ન કરે…

મને એક વસ્તુ બૌ ગમતી કે વેકેશનમાં પુસ્તકો વાંચવાનો ભરપૂર સમય મળતો….છતાં સાંજે ક્રિકેટ તો ખરું જ …. ૭મા કે ૮મા ધોરણના વેકેશનમાં ગામના ઘરે બકોર પટેલની વારતાઓની ચોપડી કદાચ મોટાકાકાના કબાટમાંથી મળી અને જે મજા પડી હતી… અને તેનાં પછીનાં વર્ષે જ્યોતિન્દ્ર દવે-ધનસુખલાલ મહેતા લિખિત ”અમે બધાં” વાંચી.. વાહ.. ફરી હાથ લાગે તો પૂરી કર્યા વગર ઉઠું નહિ…

જુલે વર્નની અનુવાદીત વાર્તાઓ વાંચીને પણ બાળમાનસ ઘણું આશ્ચર્ય પામેલું… સાથે અમદાવાદનાં નવસર્જન સાહિત્ય પ્રકાશન, સસ્તું સાહિત્ય પ્રકાશન વગેરેની અનેક નાની પુસ્તિકાઓ જેમાં ટૂંકી વાર્તાઓનો ખજાનો ભરેલો પડેલો હતો તે પણ વાંચવાની બૌ મજા આવતી.. હવે તો બસ .Net અને SQL Server માંથી ઊંચા નથી આવતા…. :)

ફરી આ બધું તો નહિ પણ થોડું પણ મળે તો મજા પડી જાય… :)


Actions

Information

18 responses

6 06 2007
પ્રતીક નાયક

ઘોડ પર ગધેડો કુનાલ ;) મજાર કરું છુ ભાઈ, ખોટુ ન લગાડ તો.

સરસ છે ફોટો, પણ જરા મોડિફાય કરી ને મુકવો જોઈતો હતો ને.

હવે વાત લેખ ની. સરસ રીતે આલેખન કર્યું છે તે, તારા શોખ, મસ્તી, અણગમી વસ્તુઓ.

બાળક બાળક જ રહે તો ??

આવી વાત હતે તો મઝા આવી જાત પણ પછી જીવન નુ દરેક પાનું વાંચવા ન મળત. તો આપણે માત્ર બીજા કે ત્રીજા પાના પર જ રહી જતે અને જીવનરૂપી પુસ્તક નુ છેક છેલ્લું પાનુ કે જેના પર આખા પુસ્તકની એટલે કે જીવનની સસપેન્સ ખબર ના પડત, ખરું ને.

6 06 2007
વિશ્વદીપ બારડ

Childwood memories, remain forever!!!!

6 06 2007
Maitri Jhaveri

Hraday ne sparshi jay evi kalam che tamari to Kunal saheb!!! :-) , kharekhar, balpan yad avi gayu…. kash sachhe j manas ni andar rahelu balak hammesha jivant raheto hot to aje aa duniya ketli pardarshak, saf dil ne nikhalas hot….”khubj saras rekhankan karyu che balpan rupi balak nu, akhu balpan, e mithi mithi yado ankho same tarvari uthya…. Abhinandan ane Abhar…..

6 06 2007
Chetan Framewala

કુણાલ,
છેલ્લા દોઢ મહીનાથી ૪૦ વર્ષનો હોવા છતાં, હું ૧૬ નો થઈ જીવી રહ્યો છું….બાળપણની બધી યાદો ભેગી કરી રહ્યો છું,ને એ શોધ કરતાં કરતાં બાળપણનાં ૭૦ મિત્રો ભેગા થઈ ગયાં છીએ. સ્કૂલનો નાસ્તાનો ડબ્બો, ,એક ફૂટ-પટ્ટી જે મેં ૧૦મી ની પરીક્ષામા વાપરી હતી,સ્કૂલ નો બેજ, ૧,૫,૭,૮,૯ ધોરણના રીઝલ્ટસ… એક ભમરડો(એ મારા એક મિત્ર એ આપ્યો જેનાથી અમે ૧૯૮૦ માં રમતા)…. અને યાદોની લાંબી વણઝાર…… લઈ જીવવાની બહુ મજા પડે છે.
કાશ…..
‘કાગઝ કી કસ્તી’ વાળું સાચું પડે…..

જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા

6 06 2007
સુરેશ જાની

આ ચોસઠ વર્શના બાળકને ગમતો વીશય ! આપણે હ્મ્મેશાં બાળક રહીને ચોક્કસ જીવી શકીએ . ભલેને ભમરડાની જગા સર્વર લે! આપણે તો તેને ય ફેરવવાનું !
જુના ભમરડા ફેંકી દો. અને નવાની ય મમતા ન રાખો. દરરોજ નવો ભમરડો.
મજા જ મજા…….

6 06 2007
hemantpunekar

સરસ વાત કરી કુણાલ!

હાથ આવ્યું હતું, હરણ છૂટ્યું
હાય, મારું એ બાળપણ છૂટ્યું

- શયદા

હરજી લવજી દામાણી ઉર્ફે ‘શયદા’ ગુજરાતીના આદ્ય ગઝલકાર ગણાય છે. (રઈશ મનીઆર સાહેબનું “ગઝલઃ રૂપ અને રંગ” પુસ્તક હમણા જ મળ્યું છે એમાંથી મળેલી માહિતીના આધારે)

6 06 2007
pinaldave

You said story of my heart Kunal,

I remember the books of Jules Verne. I was just talking with family few days ago about the story of “Miya Fuski”. They were extremely pleased and said well this is how we used to remember you and …

“now only .NET and SQL Server”

… and I thought I get a part of my childhood I will take it.

Just memories.

Regards,

7 06 2007
pravinash1

અરે તમે બાળપણની વાત કાં યાદ કરાવી
‘હું હતી તોફાની રાણી’
વખત મળ્યે જરૂરથી જીરાગોળીની માફક
મારી બાળપણની સ્મૃતિ ચગળાવીશ.

7 06 2007
shivshiva

મારા દીકરાઓને લઈને અમે માથેરાન ગયા હતા અને આવો જ ફોટો પાડ્યો હતો.
યાદો પરની ધૂળ ખંખેરાઈ ગઈ.

7 06 2007
રાજીવ

કોઈ મુજકો લૌટ દો બચપન કા સાવન
વો કાગજ કી કશ્તી, વો બારીશ કા પાની

સુંદર

7 06 2007
chetu

bhachpan ke din bhi kya din the..udate firte titale mann..!!

8 06 2007
Kartik Mistry

હજી પણ કોઇ વખત કહેવાય છે, કાર્તિક એવો ને એવો જ છે.. ;) બાળપણ હંમેશા જોડે જ રહે છે..

જ્યારે મન થાય છે ત્યારે જુના ફોટાઓ જોઉં છું, મને થાય છે કે કેટલી મજા હતી, લેસન ન લઇ જવાની, ક્લાસમાં બેન્ચ પર ઉભા રહેવાની, દિવસો સુધી ચાલ્યા કરતી સાતતાળી રમવાની અને લાઇબ્રેરીની બઘી જ ચોપડીઓ વાંચી નાખવાની!!

જુનાં સર્ટિફિકેટ, રીઝલ્ટ વગેરે મેં એ માટે જ સાચવી રાખ્યા છે કારણકે તેંમા બતાવી શકાય તેટલા ગુણ છે ;)

8 06 2007
કુણાલ

વાહ… તમે તો ઘણું-ઘણું યાદ અપાવી દીધું !!!! :)

8 06 2007
manthanbhavsar

khub j sundar che

12 06 2007
પ્રતીક નાયક

લાગે છે મારે પણ હવે સુરત, ઘરે જઈને બધા જુના ફોટાઓ, રિસલ્ટ અને બીજી બધી વસ્તુઓ શોધવી પડશે. ;)

12 06 2007
કુણાલ

તુ પેલ્લેથી જ આવો કે?? :) કંઈ હાચવે ની… હોધવાનો જઈને.. !!!! રેવાદે

મલી રીયુ તને બધુ…

[મિત્રો, અહીં અમારી લોકલ બોલીનો પ્રયોગ જરા સહન કરી લેજો.. ]

12 06 2007
પ્રતીક નાયક

અઈલા બધુ હાચવલુ જ છે, પણ મમ્મી એ ક્યાં મુક્લુ છે તે, એલોકો આવે પછી પુછવુ પડે ન લા, તુ હો હાવ… :P

25 02 2009
સુરેશ જાની

તમે જ્યો.દ. અને ધ.મ.ની લીન્ક આપી અને પીન્ગ બેક થયું – એ ગમ્યું. મજામાં હશો.

Leave a comment