ફારગતી…

19 06 2007

leaving-u.jpg

મિત્રો,

આજે ફરી આંગળીઓએ તોફાન મચાવ્યું અને લખાવ્યું મારી પાસે…


તારાથી પોતાને દુર કરી તને રાહત આપી છે,
એક અક્ષમ્ય ગુનાની મેં પોતાને સજા આપી છે.



પાછળ ફરી જોયું તો બધું ધૂંધળું મને દેખાયુ,
આંસુ છે કે ધૂળ? પણ આ ભેટ સારી આપી છે.



મેં જે કર્યું, કહે છે એને જ પ્રેમ કહેવાય, છતાં,
મજા આપે સૌને, મને શું ધૂળ મજા આપી છે !



બંદગીમાં ખુદાની પણ એ નશો હવે રહ્યો નથી,
તને ભૂલવાની ફરજે મને “મજા” એ આપી છે !



ભૂલી ગયો તને હું જા, સાચે જ કાયમ માટે,
યાદોમાંથી પણ હવે તને મેં ફારગતી આપી છે.



Actions

Information

28 responses

19 06 2007
jitendra patel

bau j sari che…
હવે તને મેં ફારગતી આપી છે.
keep it up… mane lakahta nathi aavaatu pan vachavanu game che…

19 06 2007
chetu

આ રચના નાંદરેક શબ્દો પાછ્ળ દર્દ ની આછી લકીર પણ દેખાય છે…!

19 06 2007
pravinash1

ફારગતી આપી છે એમ કહેવાથી કશું વળતું નથી
એમ કહી ને મેં મારા દિલને તસલ્લી આપી છે

19 06 2007
પ્રતીક નાયક

ફારગતી એટલે જુદા પડવું, પરંતુ એ માત્ર સંબંધોની જ ફારગતી થાય છે, ના કે હ્રદય મા રહેલી લાગણીઓ થી….

Really too good, keep it up.

19 06 2007
jugalkishor

તમે ફરી એક સારી રચના આપી છે. અભીનંદન.

19 06 2007
જિગ્નાસુ

કુનાલ,
એક જિગ્નાસુ ગુજરાતી તરીકે પુંછું છુ આ ગઝલ નો છંદ કયો છે? હમણાં હમણા શ્રી જૂગલકિશોરભાઈ એ પોતાના બ્લોગપર ગઝલ વિષે જે સમજ આપી હતી એ વાંચીને ગઝલ શીખવાનો પ્રયત્ન કરું છુ.જવાબ મારા ઈ-મેઈલ પર મોકલશો તો આભાર.

19 06 2007
કુણાલ

શ્રી જિગ્નાસુ સાહેબજી,
જવાબ તમને અહીં જ આપું છું… અને તમારા ઈ-મેઈલમાં પણ આપીશ.. અને એમાં આનાથી વિશેષ કોઇ શબ્દો નહિ હોય એની પણ ગેરેંટી.
સૌ પ્રથમ તો તમને એક વિનંતી કરીશ કે તમારું નામ અહીં લખ્યું હોત તો મને અપાર આનંદની લાગણી થઈ હોત…. અને આ વાત હું હૈયાનાં ઉંડાણથી કહી રહ્યો છું…
અને આશા રાખું કે તમે જે ઈ-મેઈલ આઈડી આપ્યું છે તે સાચું હશે…
બીજી વાત એ કે મને સાચે જ ખબર નથી કે આ કયો છંદ છે !!!! કારણ કે મેં આને ટેકનીકલી લખવાની કોઇ પણ પ્રકારની કોશીશ કરી જ નથી…. અને એનું કારણ એ કે મેં આને “ગુજરાતી સાહિત્ય” નાં એક અંગ તરીકે પ્રસ્તુત કરવાની કોઇ પણ પ્રકારની ચેષ્ટા કરી નથી અને એવી કોઇ આશા પણ નથી રાખી કે એ એનો એક ભાગ બને…. આ ફક્ત મને આજે સવારે ઓફીસ આવીને વિચારો આવતા ગયા એને હું લખતો ગયો… બસ.
અને હું પણ છંદ શીખવાની કોશીશ કરી રહ્યો છું… આવડી જશે ત્યારે તમને પણ શીખવાડી દઈશ…. મળતા રહેજો….
મારા જીવન પુષ્પ પર આવીને એની મહેક માણવા બદલ ખુબ ખુબ આભાર…
આવજો. ફરી મળીશું.

19 06 2007
કુણાલ

અને શ્રી જિગ્નાસુ સાહેબજી,

તમારો ઈશારો જો એ કહેવા તરફ હોય, કે “ઊડવાનું શીખ્યા પહેલાં ઊડવાની કોશીશ ન કરવી”, તો હું કહી દઉં કે હું જરા અલગ પ્રકારનું વ્યક્તિત્વ ધરાવું છું કે જ્યાં સુધી ઊડવાનું આવડી ન જાય ત્યાં સુધી મારી અંદરની ઊડવાનું શીખવાની ધગશને મારી નથી નાંખતો…. ભલે પડી જવાય, ભલે બે જણા મારી પર હસતાં કે કેવો નાલાયક છે કે ઊડવાનું શીખ્યો નથી અને ખુલ્લા આકાશને અભડાવવા આવ્યો છે… આકાશની મહાનતા અને પવિત્રતા એને મારા જેવા અશ્પૃશ્યથી અભડાઈ જતું રોકે છે એની મને આકાશની સીમા સુધીની શ્રધ્ધા છે…

i care a damn abt that…

19 06 2007
વિશ્વદીપ બારડ

ભૂલી ગયો તને હું જા, સાચે જ કાયમ માટે,
યાદોમાંથી પણ હવે તને મેં ફારગતી આપી છે. સુંદર રચના છે.

“ફરી ફરી- યાદ આવે ,એજ ફરી-યાદ છે!
ભૂલી જવું સહેલું નથી એજ ફરીયાદ છે.”

19 06 2007
naraj

keep it krunalbhai……..”
laganio ne…..vali badhan kevu………..

19 06 2007
Chirag Patel

સુંદર રચના, દિલ સે… એમાં વળી છંદ અને પ્રકારની પીષ્ટ-પેષણ કેવી? જે દિલમાંથી નીકળ્યું એ હ્રદયને સ્પર્શી ગયું. એથી વધું શું જોઇએ? કુણાલ, અદ્ભૂત.

19 06 2007
hemantpunekar

પ્રિય કુણાલ,

બ્લૉગ-જગતમાં તારી સાથે થયેલી વાતચીતને આધારે મને વિશ્વાસ છે કે હું જે ટીકા/ટીપ્પણી કરીશ એને તું વિધાયક દ્રષ્ટિકોણથી લઈશ. એટલા માટે આટલી સવિસ્તાર comment લખવાની હિંમત કરું છું.

કાવ્યનો ભાવ સારો છે. કાવ્ય એટલે અનુભવનું શબ્દરૂપ. (આ મારી વ્યાખ્યા છે) તેં તારા મનના ભાવ કાગળ પર મૂક્યાં છે, ઈમાનદારીથી મૂક્યાં છે. સરસ! કાવ્ય માટે એ જરૂરી છે, પણ (અને આ “પણ” બહુ મહત્વનો છે) પુરતું નથી.

મને એમ લાગે છે કે તે જે રજુ કર્યું છે એ કાવ્ય ઓછુ અને કાવ્ય માટેનો કાચો માલ વધારે છે. સુંદર ભાવથી કાવ્ય ચાલુ થાય છે પણ એમાં એક ચોટ આવવી જોઈએ. અને એ ધીમે ધીમે આવે છે. ઘણા પ્રયત્નોથી આવે છે.

અને પ્રયત્ન એટલે શું? કોઈ એક કાવ્યને આપણું પ્રમાણ કાવ્ય બનાવી લેવાનું. કોઈ એક કવિને આપણા આદર્શ કવિ માની લેવાના અને જ્યાં સુધી પોતાની લખાયેલી વાતમાં એ ચોટ, એ દર્દ ન આવે ત્યાં સુધી લખાયેલી વાતને કાવ્ય નહીં પણ કાવ્યનો કાચો માલ જ ગણવાનો. હું કોઈ ખુબ મોટો કવિ નથી પણ મેં લખેલી કવિતાઓ માટે આ નિયમ મેં મોટે ભાગે પાળ્યો છે. મારી પાસે એવી ઘણી કવિતાઓ છે જે પુરી થઈ શકી નથી. કારણ કે કાચો માલ છે પણ આખી વાત લખું છું તો જામતી નથી. એવી પણ કવિતાઓ છે જેમની પહેલી એક બે પંક્તિઓ મળી અને બાકીનું કાવ્ય વર્ષો પછી મળ્યું. તો જ્યાં સુધી એ ન મળે ત્યાં સુધી રાહ જોવાની.

આ આખી પ્રક્રિયા આપણી passion ને એક ઓપ આપવાની છે. ચિત્રકામનું ઉદાહરણ લઉં તો એક નાના બાળકને રંગો આપીએ તો એ કાગળ પર ખુબ ઉત્સાહથી, passionથી ચિત્ર દોરે છે , રંગ ભરે છે. આપણે એને પ્રોત્સાહિત કરીએ છીએ પણ એના ચિત્રની કિંમત હોતી નથી. શા માટે? શું એની passion ઓછી છે? ખોટી છે? ના, એની passion સાચી જ છે. ફક્ત એ passion ને યોગ્ય દિશા મળી નથી. કોઈ વિખ્યાત ચિત્રકારના ચિત્રોમાં એ જ passion જોવા મળશે. ફરક ફક્ત એટલો જ કે એ passion ને એક દિશા મળી છે. એ controlled passion છે. તો કાવ્યની બાબતમાં કે કોઈ પણ કળાની બાબતમાં આ વાત લાગુ પડે છે. પ્રશ્ન આપણી પૅશન ને દિશા આપવાનો છે, એને યોગ્ય રીતે કાબુ કરવાનો છે. અને એ મહેનતનું કામ છે. મુકુલ ચોક્સીનો આ શેર યાદ આવે છે કે

ખાઈ પીને ન્હાઈને કવિતા નથી બનતી, એ દોસ્ત!
લોહી વહે ત્યારે જ કાગળ વચ્ચે ધરવો જોઈએ…’

આ કાવ્ય કોઈ છંદમાં બેસતું નથી એની સામે મને એટલો વાંધો નથી. કાવ્ય તો અછાંદસ પણ હોઈ શકે. પરંતુ એને મઠારવાની મહેનત લેવી જોઈએ એમ મને લાગે છે.

After all this criticism, I must confess that ફારગતી શબ્દ આજે જ મારા શબ્દભંડોળમાં ઉમેરાયો છે.

Hope you will take this in positive spirit.

હેમંત

20 06 2007
પ્રતીક : Pratik

Congrets, this post come’s as the Top Post today (20th June, 2007 @ 11:00 a.m.)

Check It.

20 06 2007
Harshal

kunal
sras rachna chhe .bhuli javu hoy pan kevi rite bhuli javay…
avi j rite tu lakhto re bhay…..

20 06 2007
કુણાલ

હેમંતભાઈ,

મને વાંધો એ વાતનો નો’તો કે કોઇએ મને કે મારી રચના પર પ્રશ્નાર્થ ઉઠાવ્યો.. પણ કશુંક કહેવાની કોઇ રીત હોય છે… મને વાંધો એ રીત માટે હતો…

હું તો અહીં શીખવા આવ્યો છું… અને શીખી રહ્યો છું… અને તમે એ જાણો છો આપણા મેઈલ-કંવર્ઝેશન પર થી….

અને તમારી વાત એક કરોડ ટકા સાચી છે… i agree to that with my full heart…

અને i m sorry to be so rude here on my prev comments…

અને હવેથી હું કોશીશ કરીશ કે મારી રચનાઓ છંદમાં હોય… જુગલકાકા એ આટલી સરસ રીતે પોસ્ટ્સ મૂકી છે કે એમનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે…

20 06 2007
hemantpunekar

alaa bhai kuNaal,

hun jingaashu bhaai nathi ho ke. joje evu maanato.
aapaNe saami chhaati e vaar karavaamaa maanie chhie…..pith paachhaL chhuro bhokavaanu lohi maa j nathi.

baaki mathaaravaano prayaas chaalu raakhaje. You have good potential. It just has to be polished.

20 06 2007
કુણાલ

:) અરે ના ના હેમંતભાઇ, હુ જરા પણ એવું નથી માનતો… અને હવે હું પોલીશ બરાબર કરવાની કોશીશ કરીશ..

20 06 2007
Maitri Jhaveri

Good One Kunal… Keep it up…..

20 06 2007
Maitri Jhaveri

And rahi vat chhand ni, to hu to ema mantij nathi, I mean barabar, chhand hoy, but mara khyal thi to kavita, sangit vagere dil thi nikalti vastu che, ene koi niyamo na bandhan ma na bandhvi joie, niyamo avdi jay pachi ramishu, bachi banavishu evu badha e vicharyu hot to ghani vastuo, ghani adbhut rachnao banij na hot, so I think “je kan ne game, karnapriy hoy e sangit, ne je dil thi nikle, jene layrupi shabdo thi sajavie e kavita….
Kavi ne to sundar kanya pan kavita lagti hoy che!!!!! :)

20 06 2007
Ramesh Shah

કુણાલ
તારા પ્રય્ત્નને-હિંમત ને બિરદાવું છુ-સાચા દિલ થી
મારી કોમેન્ટસ ને કદાચ તેં અને મહ્દ અંશે હેમંતે misunderstand કરી હોઈ એવુ લાગ્યુ.હું પોતે નાની-નાની વાર્તાઓ,નાટકો વગેરે લખું છુ અને જિગ્યાશુ ના નામે લખવા પાછળ નું પ્રયોજન એટલું જ કે બ્લોગ જગત માં મને જે થોડા ઘણાં જાણે છે તેમને તો જરૂર ‘ગેરસમજ’થાય જ.હમણાં અહી વલસાડ માં ( હું વલસાડ નો છું)શ્રી રવીન્દ્ર પારેખ ની એક ગઝલ શીબીર માં કંઈક શીખવાના આશય થી જ ગયો અને ગઝલ લખતા શીખવાનું ભૂત સવાર થયું છે…૬૨ થયા..વધું તો નહી શીખી શકું પણ તારી ગઝલ લઈને શ્રી જુગલકિશોર ભાઈએ ગઝલ ની આપેલી સમજ નું કાગળ રાખી ને છંદ શોધવા-શીખવા બેઠો.સમજ ન પડી એટલે તને લખ્યુ.મારુ ઈ-મેઈલ સાવ સાચું છે પણ હવે જુદો મેઈલ નહી લખે તો ચાલશે.
નોંધઃ ભાઈ હેમંત પુનેકરે તો મારા લેખો-નાટકો વાંચ્યા જ છે. હા મને તારુ ઈ-મેઈલ એડ્રસ લખજે-મારા લેખો ક્યારેક મોકલીશ,
રમેશ શાહ

20 06 2007
કુણાલ

રમેશકાકા,

આટલા rude બનવા બદલ હું ખરેખર દિલગીર છું… પણ commentની રીત જોઇને મગજ જરા હલી ગયું…

એમ તો હું પણ વલસાડ નો.. મારો અને મારા પપ્પાનો અને દાદાનો જન્મ પણ વલસાડમાં…આ વાત ફક્ત તમારી જાણ ખાતર..

મને એક વિદ્યાર્થી સમજીને મારા શબ્દોને ignore કરશો તો આનંદ થશે…

20 06 2007
Jugalkishor

સહયોગીઓ !

તમે સૌએ જે વાતો કરી એમાં હુંય થોડો આવી ગયો. મેં કોમેન્ટ મુકીને તરત જ મારી સમજ મુજબ રચનાને મઠારવા બેઠો. મને રીપેરીંગકામ સહેજસાજ આવડે/ગમે છે. પણ હું દીલથી એવું માનું છું કે કોઈના કાવ્યને સુધારાય નહીં. એટલે મૌન રહેવું પડે.

આ રચનામાં છંદ તપાસ્યો તો તે છે જ નહીં. એકાદ શેરમાં તો વિચાર-ભાવ પણ અસ્પષ્ટ રહ્યો છે.એને ય વ્યવસ્થિત કરવા પ્રયત્ન કર્યો છે. અત્યારે એ રચના સર્જકને મોકલી રહ્યો છું.

અહીં એક વાત કહેવી ઠીક લાગે છે કે મીટર વિના ગઝલ શક્ય ખરી ? હું એનો જાણકાર નથી પણ ચિનુભાઈ વગેરે એ જે પ્રયત્નો કર્યા છે તે પણ જાણવા જોઈએ. એક અભીપ્રાય આવ્યો કે છંદની જરુર જ નથી પણ માત્રામેળ વસ્તુ જ એવી ચીજ છે કે તમે એકનો એક લયટુકડો (જેને પિંગળ સંધી કહે છે) એક જ પંક્તીમાં પુનરાવર્તિત કરો એટલે કોઈને કોઈ છંદ આપોઆપ બનીને જ રહે !!
આ રચનામાં એવું શક્ય નથી બન્યું એટલે મેં આખી રચનામાંનો સૌથી નજીકનો અને સૌથી વધુ વપરાયેલો સંધી ઉપાડીને રચના મઠારી. આ રચનામાં મેં લીધેલો સંધી મારા લેખમાં સીધી રીતે આવતો જ નથી. પરંતુ મારા શરુના બે લેખોમાં ઉલ્લેખ છે તે મુજબ 19 છંદોનાં મિશ્રણોમાંથી લગભગ 200 છંદો બને છે.
આમ આપણે કોઈ પણ એક લયટુકડો એક પંક્તીમાં પ્રયોજીએ તો એ ક્યાંકને ક્યાંક છંદ બની શકે. ( આ મારી અવ્યાકરણીય માન્યતા છે !)

આ વાતને એક માસ્તરની વાત તરીકે સ્વીકારવા વિનંતી.

20 06 2007
પંચમ શુક્લ

જુગલભાઇની પિંગળ સંધીની વાત બહુ મજાની છે. છંદ શીખવાનાં ભાગ રૂપે લયટુકડો પકડી એમાં શબ્દો ભરવાનું પ્રમાણમાં સરળ બની શકે.

બીજી બહુજ અગત્યની વાત એમણે કરી છે કે “હું દીલથી એવું માનું છું કે કોઈના કાવ્યને સુધારાય નહીં”.આ વાત સાથે હું સહમત છું. દરેકનું કાવ્ય એ અંગત નિજતામાંથી પ્રગટે છે. જેણે કાવ્ય લખ્યું હોય એ વ્યક્તિ એનું ભાવવિશ્વ સમજી શકતાં અનુભવી કવિ/વિવેચકનું માર્ગદર્શન જરુરિયાત પ્રમાણે લઇ શકે. પણ એની માત્રા સતત ઘટવી જોઇયે. સુધારા/મઠારા પરનું અબવલંબન કવિ અને કાવ્ય બન્ને માટે બહુ જોખમી છે. તેમ છતાં કાવ્ય લખીએ એટલે વિવેચન તો થવાનું. એને તટસ્થ રીતે જોવાનું જરાય વિચલિત થયા વગર કે ભાવવિભોર થયા વગર. મોટા ભાગનાં વિવેચકો એમની અંગત માન્યતાઓ અને પૂર્વગ્રહોથી પિડીત હોવાના જ એટલે ઉપયોગી હોય એટલું રાખી બાકીનાનું તરત વિસ્મરણ કરવું. આજકાલ અનંતરાય રાવળ, બચુભાઇ રાવત કે ભાયાણી સાહેબ જેવાં વિવેચક મળવા મૂશ્કેલ છે કે જેમનાં મોટાભાગના સૂચન ઉપયોગી હોય એટલે આવશ્યક લાગે ત્યારે વિવેચકોને એમેની મર્યાદા પણ બતાવી શકાય.

પાઘડીનો વળ છેડેઃ
સામાન્ય રીતે કાવ્યનું વિવેચન એ સ્વયં ઉત્તમ કાવ્ય ન લખી શકતાં લોકોની લઘુતાગ્રંથીની ઉત્તમ અભિવ્યક્તિ હોય છે.

20 06 2007
hemantpunekar

વા વાયો ને નળિયું ખસ્યું
તે દેખીને કુતરુ ભસ્યું
કોઈ કહે મેં દીઠો ચોર
ખૂબ થયો ત્યાં શોરબકોર

આપણી હાલત પણ આવી જ છે.

રમેશકાકા એ ખૂબ સારી ભાવનાથી પ્રશ્ન પૂછ્યો. કુણાલે તેનું વિપરીત અર્થઘટન કર્યું. મેં કુણાલનો જવાબ જોઈને એ જ અર્થઘટન સાચુ છે એમ સ્વીકારી લીધું.

રમેશકાકાને એમના નાટક/વાર્તાઓ વગેરે દ્વારા હું લગભગ છ એક મહિનાથી ઓળખું છું. પ્રશ્ન પૂછવા પાછળની તેમની ભાવના માત્ર છંદની સમજૂતી મેળવવાની જ હશે એ સમજી શકું છું. રમેશકાકા, કુણાલ અને મને નાના છોકરાઓ સમજીને ક્ષમા કરશો.

હેમંત

20 06 2007
કુણાલ

ખુબ સાચી વાત હેમંતભાઈ, મેં તો ઓલરેડી ક્ષમા માંગી જ લીધી છે….

અને પંચમભાઈ એ પણ ખુબ સુંદર વાત કહી…

અને સાચુ કહું તો વાતાવરણ Disturbed થયું પણ મને છંદ શીખવાની પ્રેરણા જેવી આજે થઈ છે તે આજ સુધી નો’તી થઈ….

રમેશકાકા, તમારી વાતમાં ગેરસમજ કરવા બદલ ક્ષમા કરશો..

21 06 2007
shivshiva

સુંદર રચના છે
આંગળીઓને ફારગતી ન આપતા કાયમ ચાલુ જ રાખજો સુંદર રચના આપવા માટે.

13 07 2007
Rajendra Trivedi, M.D.

YOU DO LEARN FROM POSITIVE FEEDBACK.
YOUR BLOG AND WORK WILL SHINE.
KEEP IT UP YOUR GOOD WORK.

4 01 2008
parul

hi kunal

mane chhand ane alankar ma koi gatagam padti nathi bas dil ne sharshe maan ne game ane aankho ma nami lave aj kavita ane fargati shabd vishe shu fargati shabda lakhvathi k bolvathi lagni ni fargati thati hashe khari ?????

Leave a comment