૨૭ જુલાઈ એ ઊર્મિબેને સહિયારું સર્જન પર વર્કશોપ માટે “શું લખું ?” વિષય લઈને કંઈક લખવાનું આમંત્રણ આપ્યું હતું …
બસ, એના માટે કંઈક મેં પણ લખી નાંખ્યું … આડું-તેડુ જેવું લખાયું તેવું.. ![]()

ન લખ્યું લખવાટાણે, આ અ-ટાણે શું લખું?
ન જીવાયું જીવવાટાણે, આ શ્વાસે શું લખું?
જેના નામે ભવ તરું, એના નામે શું લખું ?
જેના નામે નભ નભે, નામ એનું શું લખું ?
યાદ એને કોણ કરે? એની યાદ શું લખું ?
આ લખ્યું મારે માટે, એને માટે શું લખું ?
પળ આવી પળ ગઈ, પળ માટે શું લખું ?
જે થયું દરમિયાનમાં, એના માટે શું લખું ?
વહ્યા’તા, હવે સુકાયા, સ્વ. અશ્રુ શું લખું ?
તું જ કારણ બંનેનું, બોલ, કારણ શું લખું ?
શબ્દો કહે બહુ થયું, વધું હવે તો શું લખું ?
ઓ મનડાં, જીદ છોડ, બહુ થયું, શું લખું ?
- કુણાલ


મારા del.icio.us બુકમાર્ક્સ જુઓ.
નવી પોસ્ટ વિશે મફત SMS મેળવો.
Nice poem.
પળ આવી પળ ગઈ, પળ માટે શું લખું ?
જે થયું દરમિયાનમાં, એના માટે શું લખું ?
I liked this very much,
Gud yar
Bahu Sraras racham chhe
યાદ એને કોણ કરે? એની યાદ શું લખું ?
આ લખ્યું મારે માટે, એને માટે શું લખું ?
યાદ એને કોણ કરે? pana harek swase e yad ave ene mate su karu..
Kepp it up…
Very nice..
bhai …shu lakhu shu lakhu ? ma akhi gazal lakhi nakhi….
સુંદર રચના…
પળ આવી પળ ગઈ, પળ માટે શું લખું ?
જે થયું દરમિયાનમાં, એના માટે શું લખું ?
simply superb………..
pic. too so nice……………