નથી મને મન થતું હવે…

9 08 2007




at large

ત્યાં રોકાઈ, ફરી જવાનું,
નથી મને મન થતું હવે.
એની પાસ જવું’તું, પણ,
નથી મને મન થતું હવે.

પળો વીતી ને દી’ ગયા,
મહિનાઓ ને વરસ થયા,
ફરી ઉખેડું એ જખ્મો ને !
નથી મને મન થતું હવે.

એ દોસ્તને જોવા કાજ,
નજરું પાવન કરવા કાજ,
મોત વધુ એક માણી લઉં ?
નથી મને મન થતું હવે.

બૌ કર્યા’તા ખુલાસાઓ,
કબુલ કર્યા ગુનાઓ પણ,
ઇશ્વરને શેં વીનવું ફરી ?
નથી મને મન થતું હવે.

જમાનો ક્યાં સમજે જ છે ?
વતેસર કાયમ કરે જ છે.
બજારે ઉછળે શબ્દો મારા !
નથી મને મન થતું હવે.

- કુણાલ


Actions

Information

13 responses

9 08 2007
પંચમ શુક્લ

જમાનો ક્યાં સમજે જ છે ?
વતેસર કાયમ કરે જ છે.
બજારે ઉછળે શબ્દો મારા !
નથી મને મન થતું હવે.

અરે વાહ કુણાલ,
આ ચોપદી કૃતિનો બાંધોને ભાવ આગળની કૃતિઓથી એકદમ અલગ છે.

10 08 2007
Harshal

પળો વીતી ને દી’ ગયા,
મહિનાઓ ને વરસ થયા,
ફરી ઉખેડું એ જખ્મો ને !
નથી મને મન થતું હવે.

sarras rachana chhe bahy……
keep it up….
bahu saras

12 08 2007
Chirag Patel

ભાવો આબાદ વ્યક્ત કર્યાં છે! જીવનમાં ખામોશી શા માટે? કીલ્લોલ નવો શોધ્યો નહીં?

12 08 2007
shivshiva

બૌ કર્યા’તા ખુલાસાઓ,
કબુલ કર્યા ગુનાઓ પણ,
ઇશ્વરને શેં વીનવું ફરી ?
નથી મને મન થતું હવે.

સુંદર શબ્દો છે

24 08 2007
Pinki

bajare nahi hridayma uchhaLata shabdo chhe……….
khub j sunder.

27 08 2007
Nisarg

Really Good One…………..
Dear Kunal can u give me any side name or anything which contain
Small Comedy Gujju Drama ?Tamare Reply ni Rah jois….

27 08 2007
Maitri Jhaveri

khubaj saras sundar rachna Kunal, keep it up…..

29 08 2007
hemantpunekar

પળો વીતી ને દી’ ગયા,
મહિનાઓ ને વરસ થયા,
ફરી ઉખેડું એ જખ્મો ને !
નથી મને મન થતું હવે.

saras kunal!

7 09 2007
chetu

ત્યાં રોકાઈ, ફરી જવાનું,
નથી મને મન થતું હવે.
એની પાસ જવું’તું, પણ,
નથી મને મન થતું હવે.

પળો વીતી ને દી’ ગયા,
મહિનાઓ ને વરસ થયા,
ફરી ઉખેડું એ જખ્મો ને !
નથી મને મન થતું હવે.

ખરેખર એક્દમ હ્રદય સ્પર્શી પંક્તિઓ છે..!…પેલી પંક્તિ યાદ આવી ગઇ..ઇસ તરહા કોઇ આશ ભી ના રહી, ઇતને તરસે કે પ્યાસ ભી ના રહી…!

28 09 2007
પ્રતીક : Pratik

બૌ કર્યા’તા ખુલાસાઓ,
કબુલ કર્યા ગુનાઓ પણ,
ઇશ્વરને શેં વીનવું ફરી ?
નથી મને મન થતું હવે.

સરસ લખ્યું છે.

I think થોડી થોડી ‘જગજીત સિંઘ’ ની ગઝલ જેવી જ લાગે છે.

7 11 2007
Nehal

superb — yaarrr — superb poem mane j kem kai nathi vdatu??–lol — keep it up–

6 01 2008
neeta

તુ બેવફા બન્યો તો શુ ઐ દોસ્ત,
હુ તો હંમેશા નતમસ્ત્કે તને મલીશ.

થકાય નહી ક્રુણાલ, નથી મને મન થતું હવે.
એ શબ્દ બોલાય જ નહી.

1 05 2008
rajniagravat

કુણાલ

મજા આવી ગઈ. શેની? આ વાંચીને કે –
બૌ કર્યા’તા ખુલાસાઓ,
કબુલ કર્યા ગુનાઓ પણ,
ઇશ્વરને શેં વીનવું ફરી ?
નથી મને મન થતું હવે.

લગે રહો કુણાલભાઈ

Leave a comment