
આજે એક અંગ્રેજી વાર્તા વાંચી અને ગમી તો મન થયું કે એનો અનુવાદ અને સાથે એનો “Mood” થોડો હળવો કરીને
મૂકું….
“
એક વખત એવું થયું કે એક ટાપુ પર બધી લાગણીઓ ભેગી રહેવા માંડી….. આનંદ, દુ:ખ, જ્ઞાન, અને બીજી ઘણીય… સાથે પ્રેમ પણ..એક દિવસ એ બધી ને ખબર પડી કે એ ટાપુ ડૂબી રહ્યો છે… એટલે એ બધી પોતપોતાની હોડી અને વહાણ બનાવીને ટાપુ ખાલી કરી દેવાનું ચાલુ કર્યું…. ફક્ત એક પ્રેમ સિવાય… પ્રેમે એવું કશું કર્યું નહિ…
![]()
ફક્ત પ્રેમ જ હતો જે આખરી ક્ષણ સુધી ટકી રહેવા માંગતો હતો..
હવે જ્યારે આ ટાપુ ઘણુંખરું ડૂબી ગયો, ત્યારે પ્રેમ મદદ માંગવા માંડ્યો … [મુરખનો સરદાર .. ]
એટલામાં સમૃધ્ધી એક ભવ્ય વહાણમાં પસાર થઈ બાજુમાંથી…તો પ્રેમ બોલ્યો.. “સમૃધ્ધી, તું મને તારી સાથે લઈ જઈશ ?”… તો સમૃધ્ધી બોલી, “જા જા, મારા વહાણમાં જગ્યા જ નથી ને..
આ બધું સોનુ ને ચાંદી ક્યાં મૂકીશ હું ??” …
ત્યાં તો એની પાછળ જ આડંબર એના “સરસ મજાના” વાસણમાં તરતો તરતો જઈ રહ્યો હતો.. તો પ્રેમએ એને પૂછી જોયું… “મને મદદ કરીશ તું ??”… તો એ કહે, “હટ.. તું તો આખેઆખો ભીંજાઈ ગયો છે..
તને બેસાડીને મારે મારું વહાણ [!!!] બગાડવું નથી … “
હવે એને દુ:ખ નજીક આવતું દેખાયું … તો એણે પૂછ્યું, “મને તું બચાવીશ ??” … “ઓ પ્રેમ,
હું એટલો દુ:ખી છું કે મને મારા હાલ પર છોડી દે.. હું તને નહિ બચાવી શકું…”
આનંદ પણ ત્યાં જ પસાર થતો દેખાયો…. પણ એ એટલો આનંદમાં હતો કે પ્રેમનો સાદ એને સંભળાયો જ નહિ….
~~~~~~~~~
અને ત્યાં જ પ્રેમને એક અવાજ સંભળાયો, “ચાલ પ્રેમ, મારી સાથે… હું તને લઈ જાઉં …” એક વડીલ માફક એણે પ્રેમને લઈ જવા માંડ્યો…. અને પ્રેમને ખુબ જ અહોભાવ અને અત્યંત ખુશી થવાને લીધે એટલુ પૂછવાનું પણ ભાન ન હતું કે એ ક્યાં જઈ રહ્યા હતા !!!
જેવા એ બંને સૂકી ભૂમિ પર આવ્યા કે પ્રેમને મૂકીને એ પોતાના રસ્તે જતો રહ્યો… “એ કોણ હતો??”, પ્રેમએ વિચાર્યું… પ્રેમને પોતાના પર થયેલો ઉપકાર યાદ આવતાં જ એણે જ્ઞાનને પૂછ્યું, “એ કોણ હતું જેણે મને બચાવ્યો ??” ….
“સમય .. “, જવાબ મળ્યો ..
“સમય ?? ….. કેમ ?”, પ્રેમએ પૂછ્યું …
જ્ઞાનએ સુંદર સ્મિત સાથે ડહાપણથી જવાબ આપ્યો ..
”કારણ કે એ સમય જ છે જે પ્રેમનું સાચું મૂલ્ય જાણે છે … “
”


મારા del.icio.us બુકમાર્ક્સ જુઓ.
નવી પોસ્ટ વિશે મફત SMS મેળવો.
ખરી વાત છે …મેં પણ આ વાર્તા વાંચી છે ..અને ખરી વાત કે એ સમય જ છે જે પ્રેમનું સાચું મૂલ્ય જાણે છે …નાની પણ અર્થપુર્ણ વાત ..!
કુણાલ
ખૂબ સરસ વાત કહી. પ્રેમભરી પ્રેમની વાત કહી.
premi j prem nu mulya kari shake. Thanks Kunal.
જે સમયની સાથે ‘પ્રેમ’ નથી કરતા તે જીવનની અમૂલ્ય ક્ષણૉ
વેડફે છે. ‘વાહ’
time & tide , no wait for man ! enjoy each moment with love ..
સમય જ છે જે પ્રેમનું સાચું મૂલ્ય જાણે છે!! very true…!! very nice story…
વાહ ઉસ્તાદ, જબરો તુ તો, માની ગીયા દોસ્ત. આ ખરેખર બો મસ્ત વર્તા અનુવાદ કરી તે તો. English Story ની લિંક આપજે જો હોઇ તો…
vaah! varta bahu pahela vancheli pan fari yad kari maja aavi…………
are haa, story na writer ke link aapsho ne ?!!
samay sacha prem no parichai
very nice story.
hey kunal too good site and good story of prem…
maja aavi gaiii
thanks
really a nice story