કોની વાત…??

18 09 2007






dur.jpg

 


સુરજની વાત ન કે ચાંદની વાત,
છે આ તારા રૂપના નૂરની વાત.

યારોની યારીનીયે મજાની વાત !
એમની વાતોમાંયે તારી જ વાત ?

તું “છે” થી માંડી “નથી”ની વાત,
હૈયેથી જીવ જેવું ગયાની વાત.

પળની વાત ન કે યુગની વાત,
શાશ્વત છે એવા ઈશની વાત.

સુખોથી પર એવા સુખની વાત,
માંના ખોળામાં નીંદરની વાત.

જીવનમાં સફળ થયાની વાત,
ધન નઈ ભૈ, પ્રેમ જીત્યાની વાત.

ચારેકોર ઈશ્વર હોવાની વાત,
તો હૈયે નથી, એ કેવી વાત !!

- કુણાલ


Actions

Information

14 responses

18 09 2007
નીરજ

ચારેકોર ઈશ્વર હોવાની વાત,
તો હૈયે નથી, એ કેવી વાત !!

સુંદર રચના..

18 09 2007
pankita

nice poem.. :)

18 09 2007
જુગલકીશોર

સુખોથી પર એવા સુખની વાત,
માંના ખોળામાં નીંદરની વાત.

ચારેકોર ઈશ્વર હોવાની વાત,
તો હૈયે નથી, એ કેવી વાત !!

પ્રિય કુણાલ !

પ્રથમ બે પંક્તીઓમાં તમે સાચે જ વરસી પડ્યા છો. સર્જકકર્મ આને જ કહેતાં હશે ! બીજી બંને પણ એવી જ ભારજલી છે. તમને આજે પીઠ પર જોરદાર ધબ્બો મારીને આ કહી શકાયું હોત તો કેવું સારું ?!

19 09 2007
Chirag Patel

કુણાલ, તુ ખુબ સુંદર લખે છે. સરળ શબ્દો અને મર્મસ્પર્શી અર્થો. લગે રહો ઔર બરસતે રહો…

19 09 2007
પ્રતીક : Pratik

સુખોથી પર એવા સુખની વાત,
માંના ખોળામાં નીંદરની વાત.

જીવનમાં સફળ થયાની વાત,
ધન નઈ ભૈ, પ્રેમ જીત્યાની વાત.

Speechless…

19 09 2007
Ravi Parekh

Bahu j bhari rachana….

20 09 2007
Maitri Jhaveri

Great!!!!!!!!!!!!
Just speechless…..Kunal……. keep it up…..

21 09 2007
shivshiva

ચારેકોર ઈશ્વર હોવાની વાત,
તો હૈયે નથી, એ કેવી વાત

સુંદર વાત કહી.
ઈશ્વરનું હોવું એ વાત તો હૈયાએ તો માનવી જ જોઈએ ને?

23 09 2007
naraj

oh…………kunalbhai exellent …….keep it up and up………..Bahu lamba samay bad tamara blogni Mulakat lidhi……….ane apani sundar……….rachana vanchi…………..exellent keep it up and up…….god bless u

24 09 2007
Pinki

waah ! kunalbhai, aa to bahu saras vaaaat !!!

15 10 2007
ઊર્મિસાગર

hi kunal… nice poem!

Do try learning radeef, kaafiya, matla, makta, etc…and then chhand too and believe me, your poem will sound more musical !

Keep it up!

4 01 2008
parul

hi kunal
ચારેકોર ઈશ્વર હોવાની વાત,
તો હૈયે નથી, એ કેવી વાત !!

vastavikta pragat thai chhe. jo ishwar haiye hoi to dukh aapni najik farki na shake.

6 01 2008
neeta

જીવનમાં સફળ થયાની વાત,
ધન નઈ ભૈ, પ્રેમ જીત્યાની વાત.

ખુબ સરસ

8 06 2008
jayeshupadhyaya

ચારેકોર ઈશ્વર હોવાની વાત,
તો હૈયે નથી, એ કેવી વાત
એક શેર યાદ આવ્યો
તું કહે હું ક્યાં નથી લે હું કહું તું ક્યાં નથી
મારી સમજમાં કાં નથી આવ સમજ માં આવ તું

Leave a comment