
Image by meanestindian
આ પોસ્ટ પબ્લિશ થશે ત્યાં સુધીમાં તો અડધી ઉત્તરાયણ પૂરી થઈ ચૂકી હશે ભારતમાં … પણ કામમાં વ્યસ્ત હોવા છતાં આજના દિવસે ખુબ જ ચટપટી થઈ તો રહેવાયુ નહિ !!!
બધાને મકર સંક્રાંતિની ખુબ ખુબ શુભેચ્છાઓ … ઈશ્વરને પ્રાર્થના કે આપણા બધાની પ્રગતિ ઊંચે ઉડતા પતંગની જેમ ઉર્ધ્વ ગતિ પ્રાપ્ત કરે … અને ખુબ ઝડપથી …
સતત છેલ્લાં ૩ વર્ષોથી ઉત્તરાયણ વખતે ગુજરાતથી બહાર રહેવાનું થયે રાખ્યું છે … ૨૦૦૬ માં પૂણે હતો અને ઓફીસમાંથી રજા નો’તી મળી … ૨૦૦૭ માં ગુરગાંવ હતો અને રજા નો’તી મળી … હવે, ૨૦૦૮ માં અહિં સિડની આવી ને પડ્યો છું અને આ બધા બગ સોલ્વ કરું છું …અને રજા લેવાના પણ કોઇ ચાન્સ નથી …
… ખબર નહિ આવતા વર્ષે ક્યાં હોઈશ …
પણ અહિં બેઠો બેઠો જુના દિવસો યાદ કરે રાખુ છું … નવસારીની મારા ઘરની અગાશી, મારા માસીના ઘરની અગાશી, મારા ફોઈના ઘરની અગાશી અને મારા ખાસમખાસ મિત્ર જયદિપના ઘરની અગાશી… આ ૪ ઘરોની અગાશીઓ મારી અત્યાર સુધીની ઉત્તરાયણોની સાક્ષી છે .. !!!
અને પતંગ તો ઠીક છે … છેલ્લા ૨ વર્ષોથી તલના લાડુ કે ચિક્કી પણ હાથ નથી લાગ્યા !!! પૂણેમાં તો આખી ઓફીસમાં મરાઠી ભાઈ-બહેનો હતા તો “तिल गुड घ्या आणी गोड गोड बोला” એમ કરીને ઘણા-ઘણા લાડુ અને ચિક્કી ખવડાવ્યા હતાં … જોકે આ વખતે તો મમ્મી ને કહી જ રાખ્યું છે કે ફેબ્રુઆરીમાં ઘરે આવું તો ભલે બીજું કંઈ નહિ હોય તો ચાલશે પણ આ તો ખાસ ખવડાવવુ પડશે .. !!! ![]()
ભલે, આજે પતંગ ચગાવવા નથી મળતા તો કંઈ નહિ પણ એ દિવસોની યાદો તો સાથે છે જ … અને રહેશે … તો ચાલો ફરી એ દિવસોની યાદો સાથે બગ્સને સોલ્વ કરવા મંડી પડીએ .. નહિ તો મેનેજર મને જ પતંગ બનાવીને ઉડાડશે !!


મારા del.icio.us બુકમાર્ક્સ જુઓ.
નવી પોસ્ટ વિશે મફત SMS મેળવો.
http://pravinash.wordpress.com/2008/01/13/kaipo-che
તલની ચીક્કી માટે મારે ઘરે આવવુ પડશે. અને ફીરકી પકડવાવાળી ગોતવી તો પડે જ ને! મમ્મીને વાત કરવી પડશે.
આ છોકરો મોટો થઈ ગયો.
આ વખતે હું પણ મહારાષ્ટ્ર ટુરમાં છું જે ઇલેક્ર્મા (http://www.elecrama.com) સુધી ચાલશે. હું પણ ભુજની ઉતરાયણ મિસ કરું છું. અહીં “तिल गुड घ्या आणी गोड गोड बोला” કહીને એલચી દાણા ખવડાવે છે! જેવા જ્યાંના રીવાજ!
પતંગની જેમ બહુ ઝડપી ઉર્ધ્વગતિ સારી નહી, કોણ, ક્યારે, ક્યાંથી આવીને આપણી
જાણબહાર પતંગને પેચ લડાવી કાપી જાય. ધીરે ધીર ચગાવો અને પછી ઠુમકી
મારવાનો આનંદમાણી ઉપર ને ઉપર ચડવાનું.
aree….. kunalbhai
aa to bhare kari tame
hu to indiama j chhu pan
mare us javanu thay to have to man nathi thatu mane
anyway, happy uttarayan ane chikina phota mokli apishu bas….. !!
sav sachi vaat kari kunalbhai tame… ahi …aapn ne aapno desh ketlo yaad aavto hoy ae to aapnu man j jane… me pan 3yrs thi patang dori na dashan nathi karya… ane chikki…humm… yaad na karavo aej saru… nahi to parcl mangavu padshe india thi…lol…
mai to khub patang chagavya ……..kapya……..ane kapavya……lutya ane lutavya…..lutvano shokh jajo