મુકામ પોસ્ટ “હૈદરાબાદ”

31 03 2008

કેમ છો મિત્રો !!

ઘણા ઘણા વખત પછી મને સમય મળ્યો !! ઘણા મિત્રો મેઈલ કરીને પૂછતા પણ ખરા કે ક્યાં ખોવાઈ ગયા છો !! પણ હું થોડા (!!) પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યો હતો એટલે સમયની મારામારી હતી પાછલા ૨ મહિના જેટલા સમયથી …

૨૪ જાન્યુઆરીએ સિડનીથી આવ્યા પછી બીજી જોબ મેળવવાની તાતી જરૂરીયાત હતી … ત્યાં રહીને જ મન એમાં રોકાઈ ગયેલું … અને કોશીશો ચાલુ કરી દીધેલી … અને ત્યાંથી પરત આવીને ૨ એક અઠવાડીયાની અંદર ૨-૩ વિકલ્પોમાંથી હૈદરાબાદની જોબ પર પસંદગી ઉતારી …

આમ પણ જરા ભોમિયો જીવ હોવાને લીધે ૨ વર્ષો સુધી ગુડગાંવ રહીને બીજે કશે જવાની ઇચ્છા હતી :) … દક્ષિણ ભારતમાં રહેવાનું પણ ઘણા વર્ષોથી મન હતું … જે આ જોબ સ્વીકારવાથી મળવાની શક્યતા હતી એટલે ૧૬મી માર્ચથી મારું મુકામ પોસ્ટ થઈ ગયું હૈદરાબાદ …


Actions

Information

12 responses

1 04 2008
pragnaju

కేమ చో?
సుఖాకారీ జణావతా రహేశో

1 04 2008
kumbharan

urdu ma to dhhaba bhai chhiye

2 04 2008
અનિમેષ અંતાણી

વેલકમબેક ટુ ઈન્ડિયા!

5 04 2008
parul

navi job mate khub khub abinandan vatan thi dur raheva karta najik rahevu vadhare saru apna desh hai bhai wel come to india

1 05 2008
Pinki

navhari ame aviye ni
etle hyderabad bhagi gaya……..?!!

3 05 2008
Kartik Mistry

નવી જોબ માટે અભિનંદન. ખૂબ ઢોસા-ઇડલી ખાજો અને જલેબી જેવાં કમનીય વળાંકો ધરાવતી ભાષા માણજો, શીખજો અને બોલજો.

હૈદરાબાદ એકંદરે સારું શહેર છે. ચંદ્રાબાબુ મળે તો યાદ આપજો (આજ-કાલ એ દેખાતાં નથી, પહેલાં તો ગુજરાત-વિરોધી બહુ વિધાનો ફેંકતા હતા..) ;)

3 05 2008
કુણાલ

thank you very much kartikbhai … :)

કમનીય વળાંકો વાળી ભાષા શીખવાની કોશીશ તો કરી રહ્યો છું … કારણ કે પૂણેમાં રહી મરાઠી શીખ્યો … ગુરગાંવ રહીને ત્યાંની હિન્દીનો acsent શીખ્યો … પણ આ જલેબી જરા નહી પણ ઘણી જ અઘરી સાબિત થઈ રહી છે … !! :P

અને ચંદ્રાબાબુ બીજે કશે જવા દો હૈદરાબાદમાં પણ નથી દેખાતા હવે તો !! :) ખબર નહી ક્યાં ગાયબ થઈ ગયા છે … હું અહીની પાર્લ્યામેન્ટ જ્યા છે તે જ રોડ પર રહું છું .. રાજ ભવન રોડ પર .. જ્યારે ને ત્યારે લાલ લાઈટો વાળી ગાડીઓ જતી જોવા મળે છે પણ એ મોટે ભાગે રાજ શેખર રેડ્ડી ની જ હોય છે … નવા મુખ્ય મંત્રી …

ચંદ્રાબાબુ તો હવે કદાચ ગુજરાત વિરોધી તો શું .. આંધ્ર તરફી વિધાનો ફેંકવા પણ દેખાઈ નથી રહયા !!!

4 05 2008
shivshiva

હૈદ્રાબાદની બિરિયાની ખાધી કે નહીં?

5 05 2008
કુણાલ

ખાધી ખાધી .. બૌ મજા આવી … આવો સ્વાદ તો બીજે કશે નો’તો આવતો .. આપણે ત્યાં તો બનાવનારાઓને પુલાવ અને બિરીયાની વચ્ચેનો ફરક જ ખબર ન હોય એવું લાગ્યું અહીંયા બિરીયાની ખાધા પછી તો !! :)

અને ખાસ તો એની સાથે “મિર્ચી કા સાલાન” નામની ચટની જેવી વાનગી આવે છે … મેં તો પહેલી વાર ખાધી … !! મને તો બૌ ભાવી એ !! :)

6 05 2008
jayeshupadhyaya

કુણાલભાઇ
હૈદ્રાબાદ મનેતો એકજ વાત માટે યાદ રહેશે સલારજંગની રેબેકા માટે ન જોઇ હોય તો જોઇ આવજો ચોક્કસ પ્રેમમાં પડી જશો.અને તેલુગુ ભાષાનાં ગુંચડાથી સંભાળજો

14 05 2008
nilam doshi

હૈદ્રાબાદી બિરીયાની એકલા એકલા ન ખવાય હો..કુણાલ….!

આન્ટીને ન બોલાવ તો વાંધો નહીં…કોઇ સુન્દર સંગાથીની તલાશ માટે શુભેચ્છાઓ..

25 04 2009
ज़माने ठहर के देखते है - अहेमद फ़राज़ « જીવન પુષ્પ …

[...] વીકએન્ડ પર ઈટીવી ઉર્દુ પર રાતે એમનો હૈદરાબાદમાં થયેલ કોઈ મુશાયરામાં એમના મુખે આ [...]

Leave a comment