જીવન પુષ્પ …

જીવનરૂપી પુષ્પની મહેકથી વિશ્વરૂપી બાગને મહેકાવીએ… :)

હાંસિયો …


કાર્તિકભાઈએ એક પોસ્ટ મૂકેલી થોડા દિવસો પર, ફર્માટનો છેલ્લો પ્રમેય (Fermat’s “Last theorem”). તે વાંચીને વીકીપિડીયા પર એનો આર્ટિકલ વાંચ્યો. ત્યાં એક નાની નોંધ લખેલી છે અને એક ફોટો છે.

જેની હકીકત કંઈક એવી છે કે આ ફર્માટ સાહેબે પોતાની લખેલી ચોપડીમાં જ્યાં એમના આ છેલ્લા પ્રમેયનો ઉલ્લેખ કરેલો છે, તે પાનાનાં ઉપરના હાંસિયામાં એક નોંધ લખેલી છે કે,

“….I have discovered a truly marvellous proof of this, which this margin is too narrow to contain.

એટલે કે એમણે જે પ્રમેય આપ્યો તની સાબિતી આપવા માટે એમને આ હાંસિયો ટૂંકો પડે છે, સાંકડો પડે છે …!!! પ્રમેય કરતાં એની સાબિતી લાંબી … !!!


હા, તો મેં ઉપર જે ફોટા સાથેની નાની નોંધની વાત કરી, તેમાં ફોટો હતો એ હાંસિયાનો (ઈતિહાસમાં હાંસિયો પણ પ્રખ્યાત થઈ ગયેલો…!!!) અને નોંધ હતી કે,

“…On the right is the famous margin which was too small to contain Fermat’s alleged proof of his “last theorem“.

એટલે કે અહીં જમણી બાજું દેખાય છે તે પેલો “પ્રખ્યાત” હાંસિયો છે જે ફર્માટના આખરી પ્રમેયની એ “કુખ્યાત” સાબિતી માટે ટૂંકો પડ્યો હતો…. એ ફોટામાં ખાસ પેલા હાંસિયાને Highlight કરવામાં આવ્યો છે …

અને મારું મન પણ એ હાંસિયાના ચકરાવે ચડ્યું … !!! (એક્દમ ટીડિયસ કોડીંગ સતત કરી કરીને કંટાળેલું મન ગમ્મે ત્યાં ચકરાવે ચડે છે એની સાબિતી મને આ “હાંસિયા” એ આપી !!!)

વાંચીને વિચાર આવ્યો જે એ દિવસે મેં મારા ગુગલ ટોકના Status Message માં પણ મૂકી દીધેલો, કંઈક આવો …

Just like the famous margin which was too small to contain Fermat’s alleged proof of his “last theorem”… I guess we’ll also run out of space for the proof of our “last theorm” – the life !!!

“પેલો પ્રખ્યાત હાંસિયો, કે જે ફર્માટના આખરી પ્રમેયની કુખ્યાત સાબિતી ને સમાવવા માટે અત્યંત ટૂંકો પડેલો, તેની જેમ જ કદાચ આપણને પણ આપણા “આખરી પ્રમેય” – આપણી આ જિંદગી ની સાબિતી આપવા માટે આખરમાં હાંસિયો ટૂંકો પડશે !!!”

તમને શું લાગે છે !!! આપણી જિંદગીમાં જે બન્યું… આખરે તે કેમ બન્યું તે જાણતા હોવા છતાં, અંતે તે કહેવા માટે, “હાંસિયો” ટૂંકો પડશે .. કદાચ …!!! (જાણવા જેવું: તેલુગુમાં “અંતે” એટલે “એટલે ?” એવો અર્થ થાય છે !!! )

[તા.ક. - આ જે મેં છુટ્ટી ફેંકી તે ફીલોસોફી તમને થોડી જોરમાં વાગી હોય તો, "સોરી" હં કે ... !!! :) હવેથી કાંઈ પણ ફેંકીશ તો ધીરે ફેંકીશ ... !!!]

Filed under: Abstract, ગુજરાતી, મારી કૃતિઓ , , , ,

4 Responses

  1. jayeshupadhyaya says:

    કુણાલભાઇ
    ફીલોસોફી એકદમ ચોટ કરી ગઈ
    સરસ મરીઝ નો શેર યાદ કરીયે
    જીદંગી જીવવાની ફીલસુફી સમજી લીધી
    જે મળી ખુશી તે આખરી સમજી લીધી
    http://jayeshupadhyaya.wordpress.com

  2. નીલા says:

    ફેંકાયેલી ફિલસુફી વાગી પણ ધીરેથી. મજા આવી ગઈ.

  3. મજા આવી ગઈ

  4. [...] 4: કુણાલનો આ પરનો સરસ આર્ટિકલ Tagged with: ગણિત, પુસ્તકો, શિક્ષણ « [...]

Leave a Reply

તમારું સ્વાગત છે..


જીવન પુષ્પ ખીલ્યું : ડીસેમ્બર ૨૦૦૬
જીવન પુષ્પ પરની પાંખડીઓ : ૮૦+
પાંખડીઓ પરના ઝાકળબિંદુઓ : ૪પ૦+
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
નામ: કુણાલ શૈલેષ
મુકામ: હૈદરાબાદ,ભારત
Gmail Contact: jivanpushp



મારા વિશે થોડું...






~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
 મારા del.icio.us બુકમાર્ક્સ જુઓ.
 જીવન પુષ્પ...ની RSS Feeds મેળવો.
 નવી પોસ્ટ વિશે મફત SMS મેળવો.
જીવન પુષ્પ...ને  માં ઉમેરો.
 મારો ફોટો બ્લોગ જુઓ.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Viewed best in Google Chrome.

અતીતનો ઝરુખો …

મિત્રોના મુકામો …

Kunal Welcomes You all... :)

  • 14,591 વખત જીવન પુષ્પની મહેક ફેલાઈ

ઈમેઈલ દ્વારા "જીવન પુષ્પ..."ની નવી પાંખડીઓ વિશે જાણકારી મેળવવી આપને ગમશે ?
તો તમારું ઈમેઈલ ID અહીં આપો.

પાંખડીઓવાળા દિવસો…

May 2008
M T W T F S S
« Mar   Jun »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

જાહેર જનતાને જણાવવાનું કે…

બીજી સાઈટ્સ અને બ્લોગ પરથી લેવામાં આવેલા લેખો જે-તે લેખકોના પોતાના વિચારો છે. અને જે-તે લેખો ની સાથે સ્ત્રોત નિર્દેશીત રહેશે. જો કોપીરાઈટનો ભંગ થતો જણાય તો સત્વરે જાણ કરવા વિનંતી.

"મારી કૃતિઓ" કાપલી હેઠળના લેખો એ મારા પોતાના વિચારો છે, એને બીજા કોઇ સાથે અંગત રીતે કોઇ સંબંધ નથી. જો કોઇને એમાંથી કોઇ લેખ પોતાના બ્લોગ કે વેબસાઈટ પર છાપવાનું મન થાય અને છાપી જ દે તો સાથે મારું નામ પણ છાપે એ અપેક્ષિત છે.. બરાબરને?? નહિતો એ ચોરીની સમકક્ષ જ કૃત્ય ગણાશે..

For 'PETA' members: "No animals are harmed in making of this blog..... ;)"