જીવન પુષ્પ …

જીવનરૂપી પુષ્પની મહેકથી વિશ્વરૂપી બાગને મહેકાવીએ… :)

थोड़ी दुर साथ चलो – अहेमद फ़राज़


નવા વર્ષની શરુઆત થઈ ચૂકી છે અને સાથે સાથે થોડાં મારા અંગત મિત્રો અને થોડાં આપણાં બ્લોગર મિત્રોએ પોતાના જીવનને મીઠા મધૂરા એવા સહજીવનના રસમાં તરબોળ કરવાની પણ શરુઆત કરી દીધી છે… :)



ઈશ્વરે આપેલું આ મજાનું જીવન ક્યારેક ટૂંકુ લાગે ક્યારેક લાંબું… પણ જ્યારે ગમતીલું એવું “કોઇ” આપણું હમસફર બન્યું હોય ત્યારે તો એવું થાય કે આ દિવસો, આ પળ આમ જ થીજી જાય… જેટલો સમય મળે, ઓછો પડે, ટૂંકો પડે… !!!


જીવનની બધી પળો – વિષમ હોય કે અનુકૂળ, મજાની હોય કે સંઘર્ષ ભરેલી, પણ આવું કોઇ સાથે હોય તો સમયની દરેક પળ સહેલાઈથી વહ્યા કરે… એકબીજાને સાથ આપતા રહી, જીવનના ધોરી માર્ગ પર સડસડાટ દોડતી કારની જેમ આપણે પણ આરામથી આખરી મુકામ સુધી માર્ગમાં આવતા અનેક માઈલસ્ટોન્સ ને પસાર કરતા રહી શકીએ… :)


અહેમદ ફરાઝ સાહેબની આ ગઝલ પણ એના જેવી જ કંઈક વાત કરે છે. દરેક શેરમાં દિવસ-રાત-નશો-હોશ-આવતીકાલ-ચિરાગ વગેરે રૂપકો સજાવીને એમણે ખુબ સરળ શબ્દોમાં વાતો કરી છે. જીવનનો ધોરીમાર્ગ અનેક ડાયવર્ઝન્સથી ભરેલો, અનેક સ્પીડબ્રેકર્સ અને ગાબડાઓથી ખરબડચડો બનેલો, અણધારા વણાંકોવાળો, અને અનેકવિધ અજાણ્યા લિફ્ટ માંગનારાઓથી ભરેલો છે… :) જીવન જેટલું પણ મળ્યું એટલું એકબીજાના હાથમાં હાથ પરોવીને માણવું એમાં જ એની સાર્થકતા છે… મજા છે…


પણ મને લાગે છે કે હવે હું વધારે બોલું એના કરતાં ગઝલને જ બોલવા દઈએ :)


અને હા, પંકજ ઉધાસના સ્વરાંકનમાં આ ગઝલ સાંભળવા ગમે એવી બની છે.


कठिन है राहगुज़र, थोड़ी दुर साथ चलो,
बहोत कड़ा है सफ़र, थोड़ी दुर साथ चलो.



तमाम उम्र कहाँ कोई साथ देता है ?
ये जानता हुँ, मगर थोड़ी दुर साथ चलो.



नशे में चूर हुँ मैं भी, तुम्हे भी होश नही,
बड़ा मज़ा हो अगर थोड़ी दुर साथ चलो.



ये एक शब की मुलाक़ात भी ग़नीमत है,
किसे है कल की ख़बर, थोड़ी दुर साथ चलो.



अभी तो जाग रहे है चराग़ राहों में,
अभी है दुर सहर, थोड़ी दुर साथ चलो.



तवाफ़-ए-मंज़िल जानाँ हमें भी करना है,
‘फ़राज़’ तुम भी अगर थोड़ी दुर साथ चलो.



- अहेमद फ़राज़




तमाम उम्र = આખા જીવન માટે
शब = રાત,
ग़नीमत = આશીર્વાદ સમાન,
सहर = સવાર,
तवाफ़-ए-मंज़िल = આખરી મુકામની પ્રદક્ષિણા [तवाफ़ કા઼બાની ફરતે ફરવાની વિધીને પણ કહે છે.]
जानाँ = beloved

Filed under: Favorites, اردو, ગ઼ઝ઼લ , ,

10 Responses

  1. Niraj says:

    romentic gazal… khub saras..

  2. Heena Parekh says:

    બહુ સરસ ગઝલ. ઉર્દૂ ભાષા પ્રત્યે તેં જે રસ કેળવ્યો છે તે કાબિલે તારિફ છે. G-Talkમાં તું રોજ એક ઉર્દૂ પંક્તિ મૂકે છે તે બ્લોગ પર પણ પોસ્ટ કરવા માટે સૂચન કરું છું.

  3. nilam doshi says:

    happy new year..and all the best wishes for…? jaldi jaldi koi hamsafar mali jay…..

  4. Mansi Shah says:

    Very beautiful Kunal.

    I don’t know wheather it goes with your post or not but suddenly i remember some beautiful lines…something like this especially when someone is starting a new journey of life:
    ‘Kisso kevo saras majano chhe, beu vyakti sukhi thayano chhe,
    Pallu tari taraf namya no tane, mane anand unche gaya no chhe’

    Mansi Shah

  5. Mansi Shah says:

    just read your status message – urdu lines. they are also very nice.

  6. parul says:

    hi
    bahu j saras
    pan
    Hamsafar mali jai to janav jo bhai

  7. :) … chokkas janaavish .. haal to ekla j chhiye … !

  8. અત્યંત પ્રિય એવી ગઝલ.

  9. Niraj says:

    read and listened to it again today.. excellent..

Leave a Reply

તમારું સ્વાગત છે..


જીવન પુષ્પ ખીલ્યું : ડીસેમ્બર ૨૦૦૬
જીવન પુષ્પ પરની પાંખડીઓ : ૮૦+
પાંખડીઓ પરના ઝાકળબિંદુઓ : ૪પ૦+
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
નામ: કુણાલ શૈલેષ
મુકામ: હૈદરાબાદ,ભારત
Gmail Contact: jivanpushp



મારા વિશે થોડું...






~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
 મારા del.icio.us બુકમાર્ક્સ જુઓ.
 જીવન પુષ્પ...ની RSS Feeds મેળવો.
 નવી પોસ્ટ વિશે મફત SMS મેળવો.
જીવન પુષ્પ...ને  માં ઉમેરો.
 મારો ફોટો બ્લોગ જુઓ.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Viewed best in Google Chrome.

અતીતનો ઝરુખો …

મિત્રોના મુકામો …

Kunal Welcomes You all... :)

  • 13,980 વખત જીવન પુષ્પની મહેક ફેલાઈ

નવી પાંખડીઓ તમારા ઈનબોક્ષમાં...

ઈમેઈલ દ્વારા "જીવન પુષ્પ..."ની નવી પાંખડીઓ વિશે જાણકારી મેળવવી આપને ગમશે ?
તો તમારું ઈમેઈલ ID અહીં આપો.

પાંખડીઓવાળા દિવસો…

November 2008
M T W T F S S
« Oct   Dec »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930

જાહેર જનતાને જણાવવાનું કે…

બીજી સાઈટ્સ અને બ્લોગ પરથી લેવામાં આવેલા લેખો જે-તે લેખકોના પોતાના વિચારો છે. અને જે-તે લેખો ની સાથે સ્ત્રોત નિર્દેશીત રહેશે. જો કોપીરાઈટનો ભંગ થતો જણાય તો સત્વરે જાણ કરવા વિનંતી.

"મારી કૃતિઓ" કાપલી હેઠળના લેખો એ મારા પોતાના વિચારો છે, એને બીજા કોઇ સાથે અંગત રીતે કોઇ સંબંધ નથી. જો કોઇને એમાંથી કોઇ લેખ પોતાના બ્લોગ કે વેબસાઈટ પર છાપવાનું મન થાય અને છાપી જ દે તો સાથે મારું નામ પણ છાપે એ અપેક્ષિત છે.. બરાબરને?? નહિતો એ ચોરીની સમકક્ષ જ કૃત્ય ગણાશે..

For 'PETA' members: "No animals are harmed in making of this blog..... ;)"