જીવન પુષ્પ …

જીવનરૂપી પુષ્પની મહેકથી વિશ્વરૂપી બાગને મહેકાવીએ… :)

ફ્રોમ હૅલ, વીથ લવ…

તાજેતરમાં બનેલી આતંકવાદી ઘટનાઓએ વિચાર જન્માવ્યો કે ખરેખર નર્ક ક્યાં છે? ઉપર કશેક કાંઈ એવી જગ્યા છે જ્યાં આપણા અયોગ્ય કર્મોનો હિસાબ આપવામાં આવે છે?? આ વિકલ્પ માટે અંદરથી તરત જ "ના" આવી… તો ક્યાં છે ખરેખર એ નર્ક ?? કદાચ એ એવી પરીસ્થિતી છે જે આપણે મનુષ્યો જ સર્જીએ છીએ .. અહિં જ … આપણી ચોતરફ અને આપણી અંદર જ … આપણા સ્વાર્થ, લોભ, મારું-મારું કરવાની વૃત્તિ… અનહદ… મારા પૈસા, મારી મિલકત, મારો દેશ, મારો ધર્મ, મારું….. ખબર નહિ કંઈ કેટલુંય … આવું ને આવું કરતાં કરતાં આજે ક્યાં આવી ગઈ છે માણસજાત… આ એક સ્વાર્થના પગલે કેટલાંય દુષણો આજે આપણી સામે જન્મ્યા અને પોષાઈ રહ્યા છે !!! આનો અંત ક્યાં છે એ તો ઈશ્વર જ જાણે… !!! પણ એક વાતની ખાતરી થઈ રહી છે કે ક્યાં તો આવનારા અંતની અથવા આવનારી ક્રાંતિ, એ બે માંથી એકની તો શરુઆત થઈ ચૂકી છે… જોવાનું એ રહે છે કે આ બંનેમાંથી પહેલું શું આવે !!!



નડીયાદમાં ગ્રેજ્યુએશન કરતાં હતા એ વખતે એક અંગ્રેજી આલ્બમ આવેલું, "Affirmation"… કે કદાચ એનાં પણ એકાદ-બે વર્ષો પહેલાં… એનું Title Track – "Affirmation" ખુબ ગમેલું… મુંબઈમાં થયેલ હુમલા અને એના પહેલાં બનેલી કંઈકેટલીય આવી જ ઘટનાઓ કે જેના માટે remedial પગલાં હજી સુધી લેવાયા નથી (કે લેવાયા હોય એવું લાગતું નથી, જો લેવાયા હોય તો), એ બધાએ ફરી એ ગીત યાદ અપાવી દીધું… તો એ ગીતના શબ્દો શોધીને ફરી વાંચ્યા… કદાચ ખુબ જ બિન-અસરકારક કે તદ્દન જ નબળું લાગે પણ ઉકેલરૂપે એક પગલું, ખુબ જ વ્યક્તિગત ધોરણે લઈ શકાય એવું, એ કે આપણા સ્વભાવના ઊંડામાં ઊંડા ખુણા સુધી ઉતરી ગયેલું આ સ્વાર્થ અને ધૃણાનું વિષ આપણે ઓગાળી નાંખીએ…



આ ગીત માં કદાચ ખુબ જ જનરલાઈઝ્ડ વાતો છે પણ ક્યાંક તો આપણી સમસ્યાઓનો ઉકેલ છે એવું લાગે છે…


I believe the sun should never set upon an argument
I believe we place our happiness in other people’s hands
I believe that junk food tastes so good because it’s bad for you
I believe your parents did the best job they knew how to do
I believe that beauty magazines promote low self esteem
I believe I’m loved when I’m completely by myself alone



I believe in Karma what you give is what you get returned
I believe you can’t appreciate real love until you’ve been burned
I believe the grass is no more greener on the other side
I believe you don’t know what you’ve got until you say goodbye



I believe you can’t control or choose your sexuality
I believe that trust is more important than monogamy
I believe your most attractive features are your heart and soul
I believe that family is worth more than money or gold



I believe the struggle for financial freedom is unfair
I believe the only ones who disagree are millionaires



I believe forgiveness is the key to your unhappiness
I believe that wedded bliss negates the need to be undressed
I believe that God does not endorse TV evangelists
I believe in love surviving death into eternity




મને આવડે એવો ભાવાનુવાદ કરી રહ્યો છું…


હું માનું છું કે,
આપણા દિવસનો અંત કોઇ પણ દલીલથી મન ખાટું કરીને ન આવવો જોઇએ.
આપણી ખુશી અને આનંદ બાહ્ય પરીબળો પર આધારીત ન હોવી જોઇએ.
જંકફૂડ એટલા માટે ભાવે છે કે એ હાનિકારક છે.(“જંકફૂડ” એક રૂપક તરીકે દેખાઈ રહ્યું છે.)
આપણા માતા-પિતાએ આપણને ઉછેરવાનું એમને આવડતું સર્વશ્રેષ્ઠ કાર્ય કર્યું છે.
બ્યુટી મેગેઝીન્સ લઘુતાગ્રંથી જન્માવે છે.
જ્યારે હું ફક્ત મારી પોતાની સાથે હોઉં છું ત્યારે સૌથી વધુ પ્રેમ પામું છું (કદાચ હું ઈશ્વરનું સાંનિધ્ય અનુભવું છું)




હું માનું છું કે,
આપણે જે આપીએ છીએ એ જ આપણને અંતે મળે છે.
જ્યાં સુધી આપણે પોતે પ્રેમમાં નથી સળગતા, ત્યાં સુધી એને સમજી નથી શકતાં.
મને અન્ય વ્યક્તિઓ પ્રત્યે ઈર્ષ્યા નથી જન્મતી.
જ્યાં સુધી જુદા ન પડીએ વ્યક્તિ/સમયની કિંમત નથી સમજાતી.




હું માનું છું કે,
આપણે સ્ત્રી-પુરુષ બંનેને આપણા મનના ઊંડાણમાં સમાન દરજ્જો આપીએ એ જરૂરી છે.
પતિ-પત્ની વચ્ચે “વફાદારી” હોવા સાથે વિશ્વાસ હોવો વધુ જરૂરી છે.
મનુષ્યની સૌથી આકર્ષક લાક્ષણિકતાઓ એની આત્મા અને એનું દિલ છે, નહિ કે એનો બાહ્ય દેખાવ.
કુટુંબ (બહોળા સંદર્ભમાં) ધન કે સોના કરતાંય વધુ મહત્વનું છે.




હું માનું છું કે,
આર્થિક સ્વતંત્રતા માટે થઈ રહેલો સંઘર્ષ અને એની રીતો તદ્દન અન્યાયી અને અવ્યાજબી છે.
અને આને નકારવાવાળા બધા વ્યક્તિઓ નક્કી ધનવાનો જ હશે.




હું માનું છું કે,
બધી સમસ્યાઓ અને દુ:ખોનો ઉકેલ ક્ષમા છે.
એકબીજાના સાંનિધ્યમાં હોવાનો શુદ્ધ આનંદ કહેવાતા શારિરીક આનંદને વ્યર્થ સાબિત કરે છે.
સંચાર માધ્યમોએ ઊભા કરેલા દુષણો ઈશ્વરને ક્યારેય પસંદ નહિ આવે.
પ્રેમથી મૃત્યુથી જન્મતી જુદાઈ શાશ્વત નિકટતામાં ફેરવાઈ જાય છે.



Filed under: Abstract, ગુજરાતી, મારી કૃતિઓ , , , , , , , , , , ,

7 Responses

  1. pragnaju says:

    પડી છે વીજળી માળા ઉપર એની ખબર છે પણ,
    તણખલાંઓ હવે લાવી શકું, એવું ગજું ક્યાં છે?

    ન ધર્મભેદ છે એમાં, ન એની જાત મરીઝ,
    આ અલ્લાહ અલ્લાહ ગઝલ છે કે રામ રામ ગઝલ?

    દીધો’તો સ્વર્ગમાંથી જાકારો હે પ્રભુ,
    બીજે ક્યાં જાય,નર્ક ભણી આદમી ગયાં.

  2. સુંદર રચના છે. આજે જ તમારો બ્લોગ જોયો તમે ગુજરાતી અસ્મિતાને જાળવી રાખવાનો તમારા કૈંક અલગ તરી આવતા બ્લૉગ દ્રારા સરાહનીય પ્રયાસ કર્યો છે. ખૂબ ખૂબ અભિનંદન.

    અને હા ..મુંબઈમાં થયેલાં આતંકી હુમલાના સંદર્ભમાં મારા બ્લૉગ પર એક પોસ્ટ મૂકી છે. કદાચ આપ ગમશે.શીર્ષક છે.

    ‘મીડિયા, મુંબઈમાં આતંકી હુમલો, ‘વેન્ડસ-ડે’ અને ‘કોમન મેન’
    ( http://kcpatel.wordpress.com/2008/11/30/305/ )

    કમલેશ પટેલના

    ‘શબ્દસ્પર્શ’

    http://kcapatel.wordpress.com/

  3. Mansi Shah says:

    Very nice and very right….

    but

    Imagine there’s no countries
    It isn’t hard to do
    Nothing to kill or die for
    And no religion too
    Imagine all the people
    Living life in peace…

    (Beatles: Imagine)

    In current situation, all we can pray is ‘ voh subah kabhi to ayegi’

  4. ભાવનાને ઘણી સરસ રીતે રજુ કરી છે.

    મે મારા બે બ્લોગ આ વિષે લખ્યા છે, અને થોડાક મૂળભુત વિચારો જણાવ્યા છે જે માનવતા વિરૂધ્ધ થતા કામો માટે જવાબદાર છે.
    ૧) તલવાર નેકનિયત માણસો બનાવે છે, બદનિયત માણસો વિંઝે છે.
    ૨) માનવ સાંકળ

    ધન્યવાદ

  5. Pinki says:

    do you know,

    u make this hell ……. Heaven !!

    thanx for ur love … light….. and peaceful thought !!

  6. સરસ અભીવ્યક્તિ, માનવતા માટે શું કહેવું, કયા માનવને સમજાવવા ! ખબર નથી પડતી !

    કટક્ષમાં મેં બે બ્લોગ આ વિષે મુક્યા છે કદાચ તમને યોગ્ય લગશે -૧) તલવાર હમેશા નેક નિયત માણસો બનાવે છે અને બદનિયત માણસો વિંઝે છે. ૨) માનવ સાંકળ, આતંકવાદીઓ નહી તકવાદીઓ જરુર તોડશે !

    મનની જેટલી નીકળે તેટલી ભડાશ લખવા પ્રયત્ન કર્યો છે.
    -ધન્યવાદ.

  7. chandravadan says:

    Dear Kunal,
    I am REVISITING your Blog…..
    I ear this OLD POST, & even then I am so immpressed with your “thought-process ” on the subject. You under ” Hu Maanu Chhu Ke “you had analyed everything SO NICELY !
    Continue writing your thoughts in words !
    Inviting you & your Readers to my Blog >>>Chandravadan. ( Chandrapukar )
    http://www.chandrapukar.wordpress.com

Leave a Reply

તમારું સ્વાગત છે..


જીવન પુષ્પ ખીલ્યું : ડીસેમ્બર ૨૦૦૬
જીવન પુષ્પ પરની પાંખડીઓ : ૮૦+
પાંખડીઓ પરના ઝાકળબિંદુઓ : ૪પ૦+
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
નામ: કુણાલ શૈલેષ
મુકામ: હૈદરાબાદ,ભારત
Gmail Contact: jivanpushp



મારા વિશે થોડું...






~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
 મારા del.icio.us બુકમાર્ક્સ જુઓ.
 જીવન પુષ્પ...ની RSS Feeds મેળવો.
 નવી પોસ્ટ વિશે મફત SMS મેળવો.
જીવન પુષ્પ...ને  માં ઉમેરો.
 મારો ફોટો બ્લોગ જુઓ.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Viewed best in Google Chrome.

અતીતનો ઝરુખો …

મિત્રોના મુકામો …

Kunal Welcomes You all... :)

  • 13,843 વખત જીવન પુષ્પની મહેક ફેલાઈ

પાંખડીઓવાળા દિવસો…

December 2008
M T W T F S S
« Nov   Jan »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

જાહેર જનતાને જણાવવાનું કે…

બીજી સાઈટ્સ અને બ્લોગ પરથી લેવામાં આવેલા લેખો જે-તે લેખકોના પોતાના વિચારો છે. અને જે-તે લેખો ની સાથે સ્ત્રોત નિર્દેશીત રહેશે. જો કોપીરાઈટનો ભંગ થતો જણાય તો સત્વરે જાણ કરવા વિનંતી.

"મારી કૃતિઓ" કાપલી હેઠળના લેખો એ મારા પોતાના વિચારો છે, એને બીજા કોઇ સાથે અંગત રીતે કોઇ સંબંધ નથી. જો કોઇને એમાંથી કોઇ લેખ પોતાના બ્લોગ કે વેબસાઈટ પર છાપવાનું મન થાય અને છાપી જ દે તો સાથે મારું નામ પણ છાપે એ અપેક્ષિત છે.. બરાબરને?? નહિતો એ ચોરીની સમકક્ષ જ કૃત્ય ગણાશે..

For 'PETA' members: "No animals are harmed in making of this blog..... ;)"