જીવન પુષ્પ …

જીવનરૂપી પુષ્પની મહેકથી વિશ્વરૂપી બાગને મહેકાવીએ… :)

“સરદાર” ભારતનાં કે પછી ગુજરાતનાં ??


જશવંત સિંઘના પુસ્તકમાં “સરદાર” પટેલને અખંડ ભારતનાં ભાગલાં માટે જવાબદાર દર્શાવવા બદલ આપણાં સૌનાં માનીતા એવાં શ્રી મોદી સાહેબે એ પુસ્તક પર પ્રતિબંધ લગાવ્યો અને જે કારણોસર લગાવ્યો, કે ગુજરાતનાં સપુત “સરદાર” નું અપમાન થયું છે, તો મારે થોડાં સવાલ પૂછવા છે…

[૧]. જ્યારે વલ્લભભાઈ પટેલ “સરદાર” બન્યાં, અને “લોખંડી પુરુષ” બન્યાં ત્યારે શું એ “ગુજરાતી” હતાં ??

[૨]. ભારતનાં ભાગલાં થયાં ત્યારે શું ગુજરાત અસ્તિત્વમાં હતું ??

[૩]. એ પુસ્તકમાં જે મુહમ્મદ અલી ઝીણાનું ચિત્રણ એક પ્રભાવશાળી વ્યક્તિ તરીકે કરવામાં આવ્યું છે, તો શું કોઈને એ વાત સ્વીકારવામાં મુશ્કેલી થાય છે, કે એ જ મુહમ્મદ અલી ઝીણાનાં પિતા પોતે ગોંડલ પાસેનાં કોઈ ગામનાં હતાં અને “ગુજરાતી” હતાં અને એમની માતૃભાષા પણ “ગુજરાતી” જ હતી ??

[૪]. જો પ્રશ્ન ક્રમાંક ૧ અને ૨ નાં જવાબ “હા” માં હોય તો પ્રશ્ન ક્રમાંક ૩ નો જવાબ શું હશે ??

[૫]. કોઈ મુખ્યમંત્રી જે રાજકીય પક્ષનાં હોય તે પક્ષ જો કોઈની વિરુદ્ધ કાંઈ પગલાં લે, તો શું એ મુખ્યમંત્રીએ પણ જબરદસ્તી એવું જ વલણ રાખવું ??

[૬]. શું મુખ્યમંત્રીનું પોતાનું સ્વતંત્ર મંતવ્ય ના હોઈ શકે??

[૭]. શું એણે પોતે જે રાજકીય પક્ષના હોય તેનાં આટલી હદે ગુલામ બનવું જરૂરી છે ??

[૮]. શું રાજનીતીમાં “ઘુસ્યાં” એટલે દરેકેદરેક બાબતમાં “આંગળી” કરવી એ ફરજીયાત છે ??

[૯]. જે “સરદાર” ને અખંડ ભારતના ઘડવૈયાં કહેવામાં આવે છે, એનાં નામે આ પ્રકારની “પ્રદેશવાદ”ની રાજનીતી “રમવી” તે એ જ “સરદાર”નું અપમાન નથી ??

[૧૦]. સરદાર પટેલે જે મહેનતથી આટલાં બધાં અલગ અલગ પ્રાંતોને ભેગાં કરીને એક ભારત બનાવ્યું, (ભલે, ૨ ભાગ થયાં પછી) પણ આજે આવાં “પ્રદેશવાદ” પોષવામાં, એનાં આટઆટલાં ભાગલાંઓ થઈ રહ્યાં છે, એ શું વ્યાજબી છે ??

[૧૧]. આજે કોઈ પણ “મંત્રી”ઓમાં કોઈને “નેતા” દેખાય છે ?? મને તો માત્ર ને માત્ર “પોલિટીશયન” જ દેખાય છે, નેતા તો શોધ્યો નથી જડી રહ્યો…





Filed under: Abstract, ગુજરાતી, મારી કૃતિઓ , , , , ,

6 Responses

  1. તમારા સવાલોના મારા જવાબ નીચે મુજબ છે.

    1,2 : માણસ જન્મે ત્યારથી એની સાથે જાતિ, પ્રજાતિ (રેસ) જોડાઇ જ જાય છે. જેમ કે હું ઇન્ડિયાની બહાર રહીને સિંગાપોરની સિટીઝનશીપ પણ લઇ લઇશ તો પણ રેસ તરીકે INDIAN જ લખાશે. એમ તો પહેલા બે સવાલો ગાંધીજીને પણ લાગુ પડી શકે છે તો પણ આજે લોકો “ગાંધીના ગુજરાત”ના નામની બૂમાબૂમ કરે જ છે. સરદારની જન્મભૂમિ તો ગુજરાત જ રહેવાની કર્મભૂમિ ભલે ભારત હોય.

    3,4 : ઝીણાના પરિવાર વિશે મને થોડી ઘણી ખબર છે. કોઇ વ્યક્તિ ગુજરાતી ભલે હોય પણ ભારત વિરોધી હોય એ તો ના જ સાંખી લેવાય ને? પ્રશ્ન ગુજરાતી હોવાનો કે ના હોવાના નથી આ બાબતમાં.

    5 : આ આપણા પ્ર્જાતંત્રની મજબૂરી છે.

    6 : મોદીના વ્યક્તિત્વ પ્રમાણે એ કોઇ પણ માણસની પાકિસ્તાન સાથેની Proximity સાંખી લે એમ નથી. મને નથી લાગતું કે મોદીને જશવંત સિંહ સાથે આ બાબતમાં સહાનુભૂતિ હોય.

    7 : મને લાગે છે કે આ બાબત રાજકીય પક્ષના ગુલામીનો નહીં પરંતુ વિચારધારાનો છે. મોદીની એક હાર્ડલાઇન ઇમેજ છે એ બધા જાણે જ છે અને એમાં પણ પાકિસ્તાનને ગાળો આપવામાં ક્યારેય પાછું વાળીને નથી જોતા.

    8 : મને આ પ્રશ્ન કયા સંદર્ભામાં છે એ સમજાયો નહીં એટલે આનો જવાબ નહીં આપી શકું.

    9 : મને બુકમાં શું લખાયું છે એ ખબર નથી એટલે સરદારનું શું અપમાન થયું છે એ કહી ના શકું(diplomatic answer :) ). સરદાર પર મને તો ખૂબ માન છે. કદાચ સરદારથી કોઇ ભૂલ થઇ પણ હશે તો પણ ગાંધી, નહેરૂએ કરેલી ભૂલો આગળ એ વામણી જ હશે.

    10, 11 : અત્યારનો કોઇ પણ રાજનેતા સરદારની તોલે આવી શકે એમ નથી. કહેવાતા લોહપુરૂષ અડવાણી કંધહાર હાઇજેક વખતે કેટલા વામણા પૂરવાર થયા હતા એ સૌએ જોયેલું જ છે. પહેલા અંગ્રેજો ભાગલા પાડોને રાજ કરોની નીતિ અપનાવતા હતા આજ કાલ આપણા નેતાઓ આ કામ કરે છે. સરદારની આત્માને તો આ જોઇને જરૂર દુ:ખ થતું જ હશે.

    હવે મારું મંતવ્ય :
    જશવંત સિંહે ગોટાળો કર્યો અને એની સજા મળી એ યોગ્ય જ છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે અનુશાસનનો જ ફરક હતો પણ હવે ભાજપી નેતાઓ આ ફરકને ઘોળીને પી ગયા છે. આવા કડક પગલા દ્વારા ભાજપે એ અત્યારે તો બતાવી આપ્યું છે અનુશાસન જરૂરી છે. હવે ભાજપ માટે સમય આવી ગયો છે કે અડવાણી અને બીજી ઘરડી જમાત હવે આરામ ફરમાવે અને અમુક યુવા નેતાઓ આગળ આવે. જશવંત સિંહ જશે કે રહેશે એનાથી ભાજપને કોઇ ફરક નહીં પડે.

    મોદી સાહેબે પુસ્તક પર પ્રતિબંધ મૂક્યો એ થોડું વધુ કહેવાય અને લોકશાહી વિરુધ્ધનું પગલું કહેવાય પણ આપણને લોકશાહી પચતી નથી એટલે ડંડાશાહી થોડી જરૂરી છે.

  2. Pinki says:

    Two facts are….

    જશવંત સિંહે ગોટાળો કર્યો .

    લોકશાહી પચતી નથી એટલે ડંડાશાહી થોડી જરૂરી છે. :)

  3. ગાંધીજી માટે તે સમયે જરૂરી શું હતું? આઝાદી માટે લડાઈ લડવાનું. તેઓ બને તેટલાંને સાથે લઈને લડ્યા.તેમણે લેખન કાર્ય પણ ક્ર્યું.પોતાના વિચારો પણ દર્શાવ્યા.ઘણા સાથે તેમને મતભેદો પણ હશે. પણ તેઓ અઝાદી મેળવવાની મૂળ વાત ભૂલ્યા નહીં.
    સરદાર માટે જરૂરી શું હતું? દેશને એક કરવો. તેમણે કર્યો.
    આજે ભાજપના નેતાઓ માટે સૌથી જરૂરી કામ શું છે?એમને નથી આઝાદી માટે લડવાનું…કે નથી દેશની એકતા માટે કશું કરવાનું.. એ લોકોને માટે સૌથી જરૂરી કામ લોકોની અપેક્ષા મુજબ માત્ર પોતાના પક્ષને મજબૂત બનાવવાનું. તૂટતો બચાવવાનું.. પણ ના!એ લોકોને આ કપરા સમયમાં જ ઝીણા બાબત બોલવાનું કે નહીં બોલવાનું એ દેશના અન્ય પ્રશ્નો માટે બોલવાથી પણ વધારે મહત્વનું લાગે છે.પ્રજાને આ ખૂંચતું જ હશે કે -ભાઈઓ, અમારા કેટલાય હકોના રોજ રોજ બલિદાનો લેવાય છે. તમે તમારા એક હકને ભોગવાવાનો સનેડો આ કસમયે જ કેમ ઉપાડ્યો છે?

Leave a Reply

તમારું સ્વાગત છે..


જીવન પુષ્પ ખીલ્યું : ડીસેમ્બર ૨૦૦૬
જીવન પુષ્પ પરની પાંખડીઓ : ૮૦+
પાંખડીઓ પરના ઝાકળબિંદુઓ : ૪પ૦+
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
નામ: કુણાલ શૈલેષ
મુકામ: હૈદરાબાદ,ભારત
Gmail Contact: jivanpushp



મારા વિશે થોડું...






~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
 મારા del.icio.us બુકમાર્ક્સ જુઓ.
 જીવન પુષ્પ...ની RSS Feeds મેળવો.
 નવી પોસ્ટ વિશે મફત SMS મેળવો.
જીવન પુષ્પ...ને  માં ઉમેરો.
 મારો ફોટો બ્લોગ જુઓ.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Viewed best in Google Chrome.

અતીતનો ઝરુખો …

મિત્રોના મુકામો …

Kunal Welcomes You all... :)

  • 14,001 વખત જીવન પુષ્પની મહેક ફેલાઈ

નવી પાંખડીઓ તમારા ઈનબોક્ષમાં...

ઈમેઈલ દ્વારા "જીવન પુષ્પ..."ની નવી પાંખડીઓ વિશે જાણકારી મેળવવી આપને ગમશે ?
તો તમારું ઈમેઈલ ID અહીં આપો.

પાંખડીઓવાળા દિવસો…

August 2009
M T W T F S S
« Apr    
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

જાહેર જનતાને જણાવવાનું કે…

બીજી સાઈટ્સ અને બ્લોગ પરથી લેવામાં આવેલા લેખો જે-તે લેખકોના પોતાના વિચારો છે. અને જે-તે લેખો ની સાથે સ્ત્રોત નિર્દેશીત રહેશે. જો કોપીરાઈટનો ભંગ થતો જણાય તો સત્વરે જાણ કરવા વિનંતી.

"મારી કૃતિઓ" કાપલી હેઠળના લેખો એ મારા પોતાના વિચારો છે, એને બીજા કોઇ સાથે અંગત રીતે કોઇ સંબંધ નથી. જો કોઇને એમાંથી કોઇ લેખ પોતાના બ્લોગ કે વેબસાઈટ પર છાપવાનું મન થાય અને છાપી જ દે તો સાથે મારું નામ પણ છાપે એ અપેક્ષિત છે.. બરાબરને?? નહિતો એ ચોરીની સમકક્ષ જ કૃત્ય ગણાશે..

For 'PETA' members: "No animals are harmed in making of this blog..... ;)"