નવરાત્રી આવી રહી છે, ગુજરાતમાં લોકોનાં અંગેઅંગમાં ગરબા-દાંડીયાનો રોમાંચ જાગવા માંડ્યો હશે. દોઢીયા-પોપટીયું વગેરેનાં ક્લાસીસ પૂરજોશમાં ધમધમવા માંડ્યા હશે. એવાં મમ્મી-પપ્પાઓ કે જેમની દીકરી(ઓ)ને નવરાત્રીનો અપાર શોખ હશે એમનું બ્લડ-પ્રેશર અનેકાનેક ભિન્ન-વિભિન્ન પ્રકારના “ટેન્શન” થવાનાં લીધે વધવાનું શરુ થઈ ગયું હશે…!!
પણ આ વર્ષે એક ખાસ પ્રકારનું ટેન્શન પણ નવરાત્રીનો આનંદ લેવાં માટે આવી પહોંચ્યું છે કે જે ખાસ તો આ અવસરને ધ્યાનમાં રાખીને નવરાત્રીનાં શોખીન દરેકને આવવું જોઈએ. અને તે એ કે આપણે કોઈક પણ એની હડફેટે ના ચઢી જઈએ જેનું નામ છે, “સ્વાઇન ફ્લુ“…
આ થોડો ભયંકર (નહિ કે મહા ભયંકર, જેવો મિડીયાએ ચીતર્યો છે) પ્રકારનો “જ્વર”, જેનું નામ મને આ પોસ્ટ લખવાં બેઠો ત્યારે જ સુઝ્યું, “સુવર જ્વર”, એ આપણને જેટલાં પણ રસ્તે ચોંટી શકે એમ છે તેમાંથી સૌથી સામાન્ય એવો રસ્તો છે, “ટોળે” મળવું. માણસજાતને એમ પણ આ “ટોળે” મળવાનું કામ કરવાનું જરા વધુ પડતું ગમે છે, અને એ વાત હવે આવા બધાં જનાવરોને થતાં રોગોને પણ ખબર પડી ગઈ છે. અને એટલે જ આપણે જરા વધુ સાવધાની રાખવી જરૂરી થઈ પડી હોય એવું વર્તાઈ રહ્યું છે.
હા, શોખીન લોકો મારી વાતને કાપી નાંખી શકે છે, કે તારા જેવાં બોરીંગ અને કોઈ પણ દિવસ નહિ નાચેલાં માણસને તો આવું જ સૂઝશે. પણ આ તો શું કે મને વિચાર આવ્યો કે જો આ વર્ષે આ વસ્તુને ટાળવામાં આવે તો પણ આપણી નૃત્ય-કળામાં આવતા બે-ચાર વર્ષો સુધી મહા-ભયંકરપણે રીસેશન આવી જાય એવી શક્યતાઓ નહિવત છે. જો કે “અંબા”જી ભક્તોનું રક્ષણ કરશે એવું જે પણ થોડાંઘણાં ધાર્મિક અને શ્રદ્ધાળુ લોકો માનતાં હશે તેમને મારી વાત પર દુર્લક્ષ સેવવાની છુટ છે. હવે, આ “થોડાંઘણાં” એવું એટલે લખ્યું કે હું નથી માનતો કે નવરાત્રીમાં નાચવા જતાં ૨૦% લોકો પણ “માઁ અંબે” માટે જતાં હશે !!!
હવે પરિસ્થિતી પર વધુ કટાક્ષ કરે રાખવાને બદલે મુદ્દાની વાત પર આવું તો એટલું જ કે, આ વખતે જો નવરાત્રી સમારોહને ટાળવામાં આવે તો કેવું ??
Filed under: Abstract, ગુજરાતી, મારી કૃતિઓ , - નવરાત્રી -, -ગુજરાત-, -ત્રાસ-, -મગજનું દહીં-, -હૈદરાબાદ-, -gujarati in hyderabad-


મારા del.icio.us બુકમાર્ક્સ જુઓ.
નવી પોસ્ટ વિશે મફત SMS મેળવો.
मरने के डर से जीना नहीं छोड दिया जाता.
સાવધાની વર્તવી જરૂરી છે પણ અમુક વસ્તુ આપણા હાથમાં નથી. થોડી બાબતો કુદરત અને નસીબ પર છોડવી જ પડે. હું દિવાળી વખતે ઓક્ટોબરમાં ઇન્ડિયા આવવાનો છું તો અત્યારે અહીં તો બધાં મને ના જ પાડે છે કે ઇન્ડિયા જવાતું હશે અત્યારે પણ મને એમ નથી લાગતું.
रब रख्खा…….
(શું સંયોગ છે હું અત્યારે આ આ કમેન્ટ લખી રહ્યો છું અને ઓનલાઇન એફ એમ રેડિયો પર ગીત ચાલુ થયું છે चिठ्ठी आइ है….. “)
utsav hoya j ujavavaa to darana kya?
20% loko mand bhaktithi tahevaaro manata hoy chhe.baki to khayal apana apana.
aabhaar.
Vraj Dave
areee… u start writing like a columnist !!
nice viewpoint ! obviously not for 20% !
jai matadi !!
ઘણા સમયે આંટો મારવા અવાયું, મજા આવી. કીપ ઇટ અપ- એવું જ કહેવાય ને?
good stuff. thanks for sharing.