જીવન પુષ્પ …

જીવનરૂપી પુષ્પની મહેકથી વિશ્વરૂપી બાગને મહેકાવીએ… :)

મારા વિશે….

   
નામ: કુણાલ
[Name: Kunal ]  

મુકામ: હૈદરાબાદ, આંધ્રપ્રદેશ.
[Location: Hyderabad, AP, India]

સંપર્ક [Contact]: jivanpushp [at] gmail [dot] com

[મારા વિશે થોડી વધુ માહિતી...]
     

 

એક સોફટ્વેર એન્જીનીયર … જેની માતૃભાષા પ્રત્યેની લાગણી,જે સ્વાભાવિકપણે દરેકને જ હોય, અને સાથે ઈન્ટરનેટ / બ્લોગીંગ અંગેની જાણકારીએ આ બ્લોગને દેહ આપ્યો .. બાળપણથી વાંચનનો અને વાંચેલું વહેંચવાનો શોખ રહ્યો છે… શાળાજીવનના અંતિમ વર્ષોમાં સાહિત્ય પ્રત્યે વળગણ લાગ્યું .. અને ટકી પણ ગયું !! :) એ જ ખરું જોતા તો ઈન્ટરનેટ પર આવી આ માધ્યમને અપનાવવાનું કારણ છે .. સમય મળે અને મન થાય ત્યારે અસ્તવ્ય્સ્ત વિચારોને શબ્દોરૂપી દેહ આપવાની કોશીશ કરું છું…



“જીવનપુષ્પ” એક નાની કોશીશ છે માતૃભૂમિ અને માતૃભાષા સાથેના ઋણાનુબંધને પોષવાની .. જાળવી રાખવાની .. સમયે આપેલા ખાટા-મીઠા અનુભવોને વહેંચવાની … અને વધુ નવા અનુભવો મેળવવાની .. નવુ કંઈક શીખવાની … પ્રેમ વહેંચવાની … અને સાથે એક પુષ્પ જેવી કુમાશ અને ભીનાશ ટકાવી રાખવાની જે દરેકને તાજગી અને હુંફ આપે … આશા રાખું કે આમાંથી થોડા-ઘણા અંશે પણ સફળ થાઉં …


મારું વતન દક્ષિણ ગુજરાતના શહેર વલસાડની પાસે વસેલું એક ગામ – ખેરગામ, …પિતાના વ્યવસાય અર્થે નવસારી માં સ્થાયી થયાં અને હવે હું મારા વ્યવસાય અર્થે ગુર્જરભુમિથી દુર આવી ને વસ્યો છું, હૈદરાબાદમાં. આ પહેલા દોઢ વર્ષ જેટલો સમય ગુરગાંવમાં રહ્યો. એ દરમિયાન ૩ મહિના સિડની, ઓસ્ટ્રેલિયામાં વ્યવસાયાર્થે રહ્યો. તે અગાઉ પૂણેમાં ૭ મહિના રહીને કારકિર્દીની શરુઆત કરી. વ્યવસાયલક્ષી અને જીવનલક્ષી બન્ને, ભણતર અને ગણતર, મેળવ્યા ખેરગામ, વલસાડ, અને નવસારીની શાળાઓમાં… અને ત્યાર પછી નડીયાદ અને બારડોલીની કોલેજીઝમાં …

સમયના અભાવે સમયાંતરે blog ને update ના પણ કરી શકું , પણ કંઈક મારી કૃતિઓ, મને ગમતી ગ઼ઝ઼લો-ગીતો, ગમેલા લેખો કે એમનો અનુવાદ મારા શબ્દોમાં, અને બીજી વિગતો હું નિયમિત post કરતો રહીશ…..

 

આભાર સહ,
કુણાલ
 
 
 
 

65 Responses

  1. નમસ્તે કુણાલ, આજે જ તમારા આ બ્લોગની લિંક દેખાઇ ગઇ અને અહીં આવી ચડી…
    સરસ પ્રયાસ છે તમારો આ બ્લોગ બનાવવાનો… અભિનંદન!

    ગુજરાતી બ્લોગ-જગતમાં તમારું હાર્દિક સ્વાગત!

    આશા છે કે સૌને અહીં કંઇક નવું અને મજાનું વાંચન મળી રહેશે…

    જય ગુર્જરી…

    મારા બ્લોગની પણ મુલાકાત લઇ શકો છો…
    http://urmi.wordpress.com
    http://sarjansahiyaaru.wordpress.com

  2. આપના બ્લોગની આજે મુલાકાત થઇ…
    ગુજરાતી બ્લોગ જગતમાં હાર્દિક સ્વાગત…

    અમીઝરણું…

  3. aaj j apana blogni mulakat thai exellent ……matrubhasha pratyena apana prem ne vandan……keep it up …..

  4. Chirag Patel says:

    આભાર કુણાલ. મારો બ્લોગ વાંચવા માટે…
    તુ ખૂબ જ પ્રગતિ કરે એવી અભ્યર્થના.

  5. Divyesh says:

    Gaanda tane pune ma job madti hati….to hu karva gudgaon gayo….tyare akkal ni chali hain ……kai ni je nasib ma lakhayelu hoi te thai……tari site saras chhe….keet it up…..saaru saaru update karto rehje saheb…..

  6. સુરેશ જાની says:

    વાહ ! દીકરાઓ ક્યાં ક્યાં જઇ વસ્યા છે? ! એક જયદીપ કાશ્મીરમાં અને આ બીજો ગુડગાંવમાં. અને આ દાદો અમેરીકા પૂગી ગ્યો ! બેટા ! ઘરની બહાર નીકલ્યો છે , એટલે તારી પ્રગતિ હજાર ઘણી ઝડપે થશે. ભગવાન તને બહુ જ સફળતા અપાવે અને મા ગુર્જરીની આમ જ સેવા કરતો રહે.

    વાહ વિશ્વ ગુર્જરી.

  7. shivshiva says:

    ખૂબ સુંદર કાર્ય કરો છો
    હું તો આ ભૂલા પડેલાં મિત્રોની યાદીમાં આવી ગઈ
    ભૂલશો નહીં ને?????
    તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ

    નીલા કડકિઆ

    મેઘધનુષ

    http://shivshiva.wordpress.com/

  8. rajivgohel says:

    Very good Blog…!
    Congratulations… Kunal.

    શબ્દ સાગરના કિનારે… bhaviraju.wordpress.com
    શબ્દોના સથવારે… bhaviraju.blogspot.com

  9. Divyesh says:

    hi pyscha…..

    saheb,……work so far ma kai umero b karo….ni to mane laage chhe k tu room ne college na divaso bhuli gayo…..evu hoi to hu yaad apaaavu…..kai umer tara work ma……

  10. Jugalkishor says:

    તમને આવકારવામાં ઘણો મોડો છું. પણ તમારા બ્લોગ પરનાં ઘણાં પાનાં વાંચ્યાં. વિશાલભાઈની બે એક રચનાઓ, પીઝા-બૉયવાળી વિગત, Indik IMEવાળી વાત વગેરે બહુ જ ગમ્યાં. લાગે છે કે તમે તમારા બ્લોગ માટે પ્રચારાત્મક ખાસ કરતા નથી. તમે પોએટ્રી-ગ્રુપમાં નથી ?

    મળતા રહીશું.

  11. YOU ARE DOING A NICE WORK FOR READERS OF GUJARATI.
    GOOD LUCK.

  12. bhargav312 says:

    નમસ્કાર,

    મારા વિષે જાણવાની આતુરતા બદલ તમારો ખુબજ આભાર.
    હુ રાજકોટ મા વસુ છુ. અને મારા પિતાશ્રી અને મોટા ભાઇ સાથે કારખાનુ ચલાવુ છુ.
    આમ તો હુ કેમિકલ એંજીનિયર છુ. પણ કોમપ્યુટર મા થોડો રસ ધરાવુ છુ. આ ફિલ્ડ મા નવો હોવથી મારો બ્લોગ થોડો અસ્તવ્યસ્ત છે. જો તમારી થોડી મદદ મળશે તો ઘણો આનંદ થશે.
    અમો અંહી સિલાઇ મશિન ના પુર્જા બનાવીએ છીએ.

    આભાર સહ
    ભાર્ગવ ગજ્જર

  13. “No animals are harmed in making of this blog….. ;)

    ભાઈ તમે આ લખાણ કેમ લખ્યુ છે તમાર બ્લોગ પર તે કાંઈ સમજાતુ નથી…જરા સમજવામા મદદ કરશો તો તમારો બહુ આભારી રહીશ.

  14. સુરેશ જાની says:

    ભાઇ કુણાલ,
    આજે પહેલી વખત તારા બ્લોગ પર ઉર્દુ ડીક્શનેરી જોઇ. એક ન આવડતા શબ્દનો અર્થ પણ મળી ગયો. આની ઉપર કોઇ દેવેનાગરી સ્ક્રીપ્ટ ઉમેરે તો મજા આવી જાય.
    મારા ફેવરીટમાં ચીપકાવી દીધી.
    આભાર

  15. વર્તુળનો પરિઘ જેમ જેમ જેમ વધતો જાય તેમ તેમ
    કેંદ્ર બિંદુ આઘુ ને આઘુ જાય એવો શાશ્વત નિયમ છે;
    પણ સમરસિયા જીવોની બાબતે આ વાત લાગુ નથી
    પડતી.આવા મિત્રો જેમ જેમ વધતા જાય તેમ તેમ
    ઘનિષ્ઠતા વધતી જાય.
    ચાલો હવે ઓર મજા આવશે.
    અંતરથી આવકાર.
    શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ.

  16. mansi shah says:

    I regularly check tahuko.com. today through tahuko i got chance to visit pratik’s blog & through his blog..yours.

    tame je pan lakhyu chhe bahu j saras lakhyu chhe. it’s so good…ke atla busy schedule mathi pan tamne time male chhe, aa blog ne maintain karvano. pan karta rahejo.. it is good for us.

  17. hi krunal
    gr8 work in blogs

    see blog http://gujaratigazal.wordpress.com

    i do lil for gujarati gazal & gujarati sahitya hope u like that

  18. parimal chaudhari says:

    bhai…………………!!!!!!!!!!!
    jay garvi gujarat in gurgoan!

  19. Jaimini Mehta says:

    hey kunal,

    How r u ? what a job man ? good good…carry on…site is simply superb !
    well do u remember me ? i m ur colleage mate… :)

  20. Rasik Thaker( rasik_t@yahoo.com ) says:

    મારે મારા વતન કાંઝ (કાંજ) તા. દેત્રોજ (જુનો તાલુકો – વિરમગામ જીલ્‍લો – અમદાવાદ, ગુજરાત) વિષે જાણવું છે. મારા ગામનું નામ, તે નામ પાછળનો ઈતિહાસ, કાંઝ ગામના ઠાકર બ્રાહ્મણ બંધુઓનો ઈતિહાસ, જો કોઈ જાણતું હોય તો મારા ઉપરના Email એડ્રેસ પર જણાવવા વિનંતી છે. આભાર

  21. Dharmesh says:

    Dear Kunal..
    I too belong to Navsari. it feels good to know about your blog.

    Love,
    Dee

  22. shailesh parekh says:

    bahoo saras khub khub prageti karo avi malik ne prarthna.

  23. nilam doshi says:

    thanks kunal.nice to know abt you.keep it up.all the best

  24. પ્રિય ભાઇ કુણાલ, વલસાડ – ખેરગામ – નવસારી શબ્દોએ મને એમ લખવા પ્રેર્યો કે હુ વડોદરાથી કુવૈટ, મુંબાઇ થૈને હાલ વલસાડમાં સ્થિર થ્યો. રાજકોટનો રંગ પણ થોડો ચડ્યો છે. મારા વીષે વધુ માહિતિ – http://www.akhiltv.com પર જોશોજી. સંપર્કમાં રહેવાનુ ઇજન!!akhilsutaria[dot]yahoo[dot]com

  25. ભાઈ PETA નુ આખુ નામ પણ લખી દે ને.

    PETA – People for the Ethical Treatment of Animals

  26. KAVI says:

    enjoed going through your blog.

  27. Ketan Shah says:

    Tamara blog ni aaje j visit kari, bahu j saras blog che. Prem ni varta bahu j gami.

    Wish u all the best & keep it up.

    Ketan, Baroda

  28. Atul Jani (Agantuk) says:

    Hello! I am happy to meet nice people around the globe.

  29. tish says:

    hi kunal, thanks for dropping by.

    fyi, you can track comments you’ve made in other blogs through your wordpress dashboard (Dashboard > Comments). :)

  30. ભાઈ હવે થોડા દિ માટે તારો ‘મુકામ’ મોડિફાય કરી નાખજે.

  31. Nirav (Neo) says:

    ઘણો આભાર તમારો કે તમે મારા બ્લોગની મુલાકાત લીધી અને ટિપ્પણી મુકી. તમારો બ્લોગ પણ વાંચ્યો. ઘણી સુંદર ક્રુતિઓ આપણે રજૂ કરી છે. આશા છે કે હું પણ મારા બ્લોગને આવો જ દિલચશ્પ બનાવી શકીશ. તમને વિનંતી છે કે જ્યારે પણ સમય મલે તારે મારા બ્લોગની મુલાકાત લેજો અને તમારી વિચારો મને જણાવજો.

    http://nondhpothi.wordpress.com

  32. parul says:

    hi kunal

    chhella 15 divas thi readgujarati vanchu chhu. aje j tamara blog ni mulakat lidhi hu pan tithal valsad ni chhu. private firm ma valsad ma job karu chhu .
    vanchva nu game chhe. vanchelu jivanma utarvanu vadhare game chhe. vanchi shaku chhu pan tamari jem shabdo ne lakhi ne vyakat nathi kari shakti
    tamara blog nu badhu vanchvanu baki chhe.

    rgds.

    parul

  33. M M Patel says:

    હા ભઈ.. આવા તો ઘણા નંગ અહિંયા જોવા મળશે.

  34. હા ચોક્કસ વળી કેમ નહિ !! અને આ ઉપરવાળા એક નંગે તો ફક્ત કોમેન્ટ કરીને જ દેખા દીધી … !! બીજી કોઇ રીતે “જોવા મળવા” જેટલી “હામ” એની “છાતી વચાટ” હોય એવું લાગતું નથી … !!! કેમ શ્રીમાન ??? :) બરાબરને !!! અમે બીજા નંગો જે રીતે જોવા મળીએ છીએ તે રીતે તમે પણ જોવા મળો એવી તાકાત છે ?? હોય તો દેખાજો કોઇ દી’ એ રીતે પણ … ત્યારે અમે પણ કહીશું કે “એક નંગ વધારે દેખાયો !!!” …

  35. Hiral Thaker "Vasantiful" says:

    Good work.

    Keep writting.

    We have few similarities….

    1. Readgujarati readers.

    2. Gujarati literature lovers

    3. Same in education and profession…

    All the best for creative writting.!

  36. RAZIA says:

    નમસ્તે કુણાલ,
    સૌ પહેલા તો અભિનંદન “જીવન પુષ્પ” માટે.
    એક વતન પ્રેમી ના વખાણ કરવા ઘટે તમારા જીવન વિષે જાણી ને,
    ખાસ કરી ને જ્યારે વતન થી દૂર હોઇએ ત્યારે જે વતન નો વિયોગ થાય એ અનુભવી ચુકી હોવાથી તમારા વિચારો થી સંમત છુ.

    માતૃભુમિ અને માતૃભાષા ના ઋણાનુબંધ ને જાળવી રાખવાનો આપંનો પ્રયાસ
    કાબિલે દાદ છે.
    આશા છે “આ જીવન પુષ્પમ ની સુગંધ” ચારે દિશાઓ મા જરુર ફેલાશે.

    રઝિયા મિર્ઝા

  37. Gaurav soni says:

    i just come across ur blog………
    appriciating ur work………………
    wish u ur dream comes true……

    Jay Gujarati
    Jay pkunal.wordpress.com

  38. nirlep bhatt says:

    it’s really nice attempt -1. to revive our mother-tongue, to keep us connected with our mother-land. 2. to create a platform so that like minded ppl like us can exchange their views. 3. to keep our hearts tender (in guj. ruju) and our mind empathatic……..thanks, Kunalbhai

  39. rajniagravat says:

    કુણાલભાઈ

    મને ઓળખતા ન હોવા છતાંપણ તમે મારી સ્વાગત વિધી કરી એ બદલ આભાર શબ્દ યોગ્ય નહી રહે એટલે એ માટે તો એમ જ કહેવાય કે લીવ ઇટ બ્રધર…

    તમારા અને કાર્તિકના સેજશન પર ગૌર કરીશ પણ કામ ક્યારે કરી શકીશ એ વિશે મનમાં શંકાનો કિડો પરેશાન કર્યા કરે છે.

    આ દુનિયામાં હું તદ્દન ફ્રેશ-માલ છું એટલે અમૂક દિવસો તો બ્લોગમાં બોમ્બમારી કરવાના બદલે ઝીણવટથી જોવુ પડશે. મનમાં ઘણા આઇડીયા છે પણ એને બ્લોગભૂમિ પર લેન્ડ કરાવામાં સમયનો અને તમારા જેવા મિત્રોનો સાથ જોઇશે.

    ખેર! ચાળીશીના ઉંબરે ઊભો રહીને બેંક બેલેન્સ તો નથી જાળવી શકતો પણ અહી સમતુલાની તુલા પર ખરો ઊતરવાની કોશિશ કરતો રહીશ.

    આ તો બધી થઈ મારી વાત, (કવિઓની માફક આપણી કવિતા પહેલા કહેવાની જેથી તમે ભાગી ન જાઓ! હા હા હા ) હવે કરુ તમારી વાત તો તમે તમારો બ્લોગ સરસ રીતે મેનેજ તો કર્યો જ છે પરંતુ વધુ વિગતો તમને માણતો જઈશ એમ પુષ્પની મહેંકથી વધુ માહિતગાર થઈશ.

    ચાલો ત્યારે હવે તમારા મનમાં પણ એમ જ ચાલે છે ને કે એ ભાઈ, આ કુણાલ નો બ્લોગ છે રજનીઅગ્રાવતનો નહી કે તમે ભરડવ માંડ્યા?! તો અટકું?

    આવજો , નવું નવું લાવજો.

    આપનો રજની

  40. jayeshupadhyaya says:

    કુણાલભાઇ
    બ્લોગ જગતમાં ભુલો પડેલો અને અનાયાસ આવી ગયો છું તમારા બ્લોગ ની આજેજ મુલાકાત થઇ
    બશીર બદ્રનું નામ સાંભળી અનહદ આનંદ થયો ઉર્દુમાં મારી પહોંચ ટીવી પર આવતા મુશાયરા અને ગાલીબ જેટલીજ છે પણ જેટલી વાર બદ્ર સાહેબ અને નીદા ફાઝલીને સાંભળ્યા છે મઝા આવી ગયી છે તમારો બ્લોગ અલગ તરી આવે છે આભાર આવી સુંદર ગઝલોની મુલાકાત કરાવવા બદલ
    http://jayeshupadhyaya.wordpress.com

  41. Kunal..1st time to your website …My congratulations…& all the best wishes to you. PLEASE do visit my site CHANDRAPUKAR at>>>>.
    http://www.chandrapukar.wordpress.com

  42. Pinki says:

    ILLAT, JILLAT, KILLAT

    where is in dictionary ? !!

  43. kamleshkumar says:

    સુંદર બ્લોગ આનદ થયો.

    કમલેશકુમાર બી. ચૌહાણ
    http://kamleshkumar.wordpress.com

  44. Pravin Shah says:

    આજે જ તમારો બ્લોગ જોયો
    ખૂબ સુંદર છે
    અપડેટ કરતા રહેશો
    લખવાનું ચાલું રાખશો
    અભિનંદન
    પ્રવિણ શાહ

    http://www.aasvad.wordpress.com

  45. Hi Kunal,

    Visited ur blog just today first time, it’s really nice

    I am new in world of blog, though i am into software field since 7 years but never get chance and never knowing in Gujarati language i can found these many blogs….

    pan kharekhar Nileshbhai (kakasab) through gujarati blogs vishe ghanu janava malyu, ane ek nano evo blog banavyo chhe, jema kaik navi navi mahiti ane vache vache thodu hasya mukato rahu chhu,

    anyway malata reshu
    Aabhar

  46. rajeshwari says:

    Very nice work. Keep it up. Wish you all the best.
    http://rajeshwari.wordpress.com

  47. ભાઈ કુણાલ … સૌ પ્રથમ તો જીતુ બાબત યોગ્ય સૂચન કરવા બદલ આભાર. તમારા બ્લોગની વારંવાર મુલાકાત લેવી જ પડશે. ખૂબ સરસ છે. ધન્યવાદ.

  48. majlis says:

    Thank you so much for visiting our blog and giving your valuable inputs.

    keep visiting it.

    Jina-Mansi

  49. Jina says:

    Hi Kunal..!! આપના બ્લોગની મુલાકાત લીધી… આવા પ્રોફેશનમાં અને આટલા બીઝી શીડ્યુઅલ્સની વચ્ચે માતૃભાષા માટે આટલો સમય ફાળવો છો તે જ મોટી વાત છે…

  50. ખૂબ ખૂબ અભિનંદન ..!

    ગુજરાતી પ્રત્યે નો તમારો પ્રેમ અનુભવ્યો !…

    આ જ રીતે ગુજરાત અને ગુજરાતીનુ ગૌરવ વધારતા રહો…!

    ફરી મળીશુ….

    દિવ્યેશ પટેલ

    http://www.krutarth.co.cc

    http://www.divyeshsanghani.co.cc

    http://www.dreams-of-world.co.cc

  51. Bina says:

    આપના બ્લોગની આજે મુલાકાત થઇ…ખૂબ સુંદર છે…ખૂબ ખૂબ અભિનંદન ..! Bina
    Please visit my new blog : http://binatrivedi.wordpress.com/
    Also visit http://www.vrindians.com

  52. Bina says:

    “No animals are harmed in making of this blog… ” Why have you put this on your blog? Can you please explain? Bina
    http://binatrivedi.wordpress.com/

  53. Divyesh says:

    સુંદર બ્લોગ આનદ થયો.

    ખૂબ ખૂબ અભિનંદન ..!

    ફરી મળીશુ….


    દિવ્યેશ પટેલ

  54. તારો તરોતાજા ફોટો સરસ ઘણો ગમ્યો

  55. ગુજબ્લોગમાં – બ્લોગ ઑફ ધ ડે છે – તરીકે ” જીવન પુષ્પ ” ની પસંદગી માટે અભિનંદન !! અને વિઁલબથી જન્મદિવસની શુભેચ્છા પાઠવું છું … હમવતન મિત્ર તરીકે માફી સાથે!!! સ્વીકારશો.

  56. હેપ્પી બર્થ ડે ટુ યુ !

    હેપ્પી વાલા બર્થ ડે

  57. krunalc says:

    બે દિવસ મોડો છું તેમ છતાં જન્મદિવસની શુભેચ્છાઓ.

  58. rajniagravat says:

    આ પેજ ચેક કરતા કરતા બે વાતની ખબર પડી..

    1- તમારો જન્મદિવસ હતો
    2- તમારા બ્લોગને બ્લોગ ઑફ ધ ડે થી નવાજવામાં આવેલ છે.

    બન્નેની કોમન શુભેચ્છા આપુ તો ચાલશે ને?

    અલગ અલગ જોઇતી હોય તો મળી શકે પરંતુ પાર્ટી આપવી પડે બૉસ, મફતમાં શું કામ કહીયે કે આપ ખૂબ જીએ ઓર આપકે બચ્ચે કે બચ્ચે કે બચ્ચે કે બચ્ચે કે બચ્ચે કે બચ્ચે કે બચ્ચે આપકા ખૂન પીએ!

  59. કૃણાલ ભાઇ તમારો ઉર્દૂનો શોખ મને ઘણો કામ લાગે છે,અજાણ્યા ઉર્દૂ શબ્દોના અર્થો આપો છો તે બહુ કામ લાગે છે.

  60. Hetal says:

    hi first time i m visiting ur blog its just amazing. u have written that ur from khergam i m also from khergam it feels really gr8. will u be my frnd?

  61. krunalbhai,

    aapano blog khubj sundar Chhe ?

    મારા બ્લોગ પર આગમન કરવા આપને ભાવભીનું આમંત્રણ છે.
    હું આપના અભિપ્રાયની રાહ જોઇશ.

    http://www.aagaman.wordpress.com
    Mayur Prajapati

  62. dilip mehta says:

    tame matru bhasha pratyena prem ne lidhe aa blog chalu karyo e gamyu.abhinandan!me 1983 ma hyderabad joyelu, te vakhte N T RAMA RAONI mulakat lidheli, coffee pan pidheli!!! ennaduna tantri mali, ramoji ne pan malelo! eno studio tyare bani rahyo hato pan chhata maja aveli.he himself had taken me to show that work.parmeswar talkies ma SHARABI FILM joyeli!i liked that city.by the way tya maro ek angat mitra chhe jeni company nu naam FANTOOS chhe .abids ma shops chhe.its a famous company in yr city.do visit MR.BARKAT BAWANI , please.baki blog to saro chhej.atlu tame time kadhine karo chho te j gamyu.avjo do rply me

Leave a Reply

તમારું સ્વાગત છે..


જીવન પુષ્પ ખીલ્યું : ડીસેમ્બર ૨૦૦૬
જીવન પુષ્પ પરની પાંખડીઓ : ૮૦+
પાંખડીઓ પરના ઝાકળબિંદુઓ : ૪પ૦+
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
નામ: કુણાલ શૈલેષ
મુકામ: હૈદરાબાદ,ભારત
Gmail Contact: jivanpushp



મારા વિશે થોડું...






~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
 મારા del.icio.us બુકમાર્ક્સ જુઓ.
 જીવન પુષ્પ...ની RSS Feeds મેળવો.
 નવી પોસ્ટ વિશે મફત SMS મેળવો.
જીવન પુષ્પ...ને  માં ઉમેરો.
 મારો ફોટો બ્લોગ જુઓ.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Viewed best in Google Chrome.

અતીતનો ઝરુખો …

મિત્રોના મુકામો …

Kunal Welcomes You all... :)

  • 13,897 વખત જીવન પુષ્પની મહેક ફેલાઈ

પાંખડીઓવાળા દિવસો…

November 2009
M T W T F S S
« Aug    
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

જાહેર જનતાને જણાવવાનું કે…

બીજી સાઈટ્સ અને બ્લોગ પરથી લેવામાં આવેલા લેખો જે-તે લેખકોના પોતાના વિચારો છે. અને જે-તે લેખો ની સાથે સ્ત્રોત નિર્દેશીત રહેશે. જો કોપીરાઈટનો ભંગ થતો જણાય તો સત્વરે જાણ કરવા વિનંતી.

"મારી કૃતિઓ" કાપલી હેઠળના લેખો એ મારા પોતાના વિચારો છે, એને બીજા કોઇ સાથે અંગત રીતે કોઇ સંબંધ નથી. જો કોઇને એમાંથી કોઇ લેખ પોતાના બ્લોગ કે વેબસાઈટ પર છાપવાનું મન થાય અને છાપી જ દે તો સાથે મારું નામ પણ છાપે એ અપેક્ષિત છે.. બરાબરને?? નહિતો એ ચોરીની સમકક્ષ જ કૃત્ય ગણાશે..

For 'PETA' members: "No animals are harmed in making of this blog..... ;)"