Friday, November 7, 2008 • 11:49 AM
નવા વર્ષની શરુઆત થઈ ચૂકી છે અને સાથે સાથે થોડાં મારા અંગત મિત્રો અને થોડાં આપણાં બ્લોગર મિત્રોએ પોતાના જીવનને મીઠા મધૂરા એવા સહજીવનના રસમાં તરબોળ કરવાની પણ શરુઆત કરી દીધી છે…
ઈશ્વરે આપેલું આ મજાનું જીવન ક્યારેક ટૂંકુ લાગે ક્યારેક લાંબું… પણ જ્યારે ગમતીલું એવું “કોઇ” આપણું હમસફર બન્યું હોય ત્યારે તો એવું થાય કે આ દિવસો, આ પળ આમ જ થીજી જાય… જેટલો સમય મળે, ઓછો પડે, ટૂંકો પડે… !!!
જીવનની બધી પળો – વિષમ હોય કે અનુકૂળ, મજાની હોય કે સંઘર્ષ ભરેલી, પણ આવું કોઇ સાથે હોય તો સમયની દરેક પળ સહેલાઈથી વહ્યા કરે… એકબીજાને સાથ આપતા રહી, જીવનના ધોરી માર્ગ પર સડસડાટ દોડતી કારની જેમ આપણે પણ આરામથી આખરી મુકામ સુધી માર્ગમાં આવતા અનેક માઈલસ્ટોન્સ ને પસાર કરતા રહી શકીએ… 
અહેમદ ફરાઝ સાહેબની આ ગઝલ પણ એના જેવી જ કંઈક વાત કરે છે. દરેક શેરમાં દિવસ-રાત-નશો-હોશ-આવતીકાલ-ચિરાગ વગેરે રૂપકો સજાવીને એમણે ખુબ સરળ શબ્દોમાં વાતો કરી છે. જીવનનો ધોરીમાર્ગ અનેક ડાયવર્ઝન્સથી ભરેલો, અનેક સ્પીડબ્રેકર્સ અને ગાબડાઓથી ખરબડચડો બનેલો, અણધારા વણાંકોવાળો, અને અનેકવિધ અજાણ્યા લિફ્ટ માંગનારાઓથી ભરેલો છે…
જીવન જેટલું પણ મળ્યું એટલું એકબીજાના હાથમાં હાથ પરોવીને માણવું એમાં જ એની સાર્થકતા છે… મજા છે…
પણ મને લાગે છે કે હવે હું વધારે બોલું એના કરતાં ગઝલને જ બોલવા દઈએ 
અને હા, પંકજ ઉધાસના સ્વરાંકનમાં આ ગઝલ સાંભળવા ગમે એવી બની છે.
कठिन है राहगुज़र, थोड़ी दुर साथ चलो,
बहोत कड़ा है सफ़र, थोड़ी दुर साथ चलो.
तमाम उम्र कहाँ कोई साथ देता है ?
ये जानता हुँ, मगर थोड़ी दुर साथ चलो.
नशे में चूर हुँ मैं भी, तुम्हे भी होश नही,
बड़ा मज़ा हो अगर थोड़ी दुर साथ चलो.
ये एक शब की मुलाक़ात भी ग़नीमत है,
किसे है कल की ख़बर, थोड़ी दुर साथ चलो.
अभी तो जाग रहे है चराग़ राहों में,
अभी है दुर सहर, थोड़ी दुर साथ चलो.
तवाफ़-ए-मंज़िल जानाँ हमें भी करना है,
‘फ़राज़’ तुम भी अगर थोड़ी दुर साथ चलो.
- अहेमद फ़राज़
तमाम उम्र = આખા જીવન માટે
शब = રાત,
ग़नीमत = આશીર્વાદ સમાન,
सहर = સવાર,
तवाफ़-ए-मंज़िल = આખરી મુકામની પ્રદક્ષિણા [तवाफ़ કા઼બાની ફરતે ફરવાની વિધીને પણ કહે છે.]
जानाँ = beloved
Filed under: Favorites, اردو, ગ઼ઝ઼લ , -ahmed faraz-, -अहेमद फ़राज़-
Thursday, October 23, 2008 • 2:50 PM
દિવાળીની મોસમ શરુ થઈ જ ચૂકી છે… હું પણ ઘરે જવાના મુડમાં આવી જ ગયો છું… આખરે ૨ દિવાળીઓ ઘરથી બહાર રહ્યા પછી…
તો આવા જ મજાના મુડની અસરને વધારે શણગારવા માટે માણીએ આજે ફરી એક વાર ફરાઝ સાહેબની ખુબ સુંદર ગઝલ … એક્દમ સરળ શબ્દોમાં મજાની વાતો કરી છે એમણે…
तेरी बातें ही सुनाने आए
दोस्त भी दिल ही दुखाने आए
फूल खिलते है तो हम सोचते है
तेरे आने के ज़माने आए
ऐसी कुछ चुप सी लगी है जैसे,
हम तुज़े हाल सुनाने आए
ईश्क़ तन्हा है सर-ए-मंज़िल-ए-ग़म૧,
कौन ये बोज़ उठाने आए ?
अजनबी दोस्त ! हमें देख, के हम
कुछ तुज़े याद दिलाने आए.
दिल धड़कता है सफ़र के हंगाम૨
काश फिर कोई बुलाने आए
अब तो रोने से भी दिल ही दुखता है,
शायद अब होश ठिकाने आए !
क्या कहीं फिर कोई बस्ती उजडी ?
लोग क्यों जश्न मनाने आए ?
सो रहो मौत के पहलु में ‘फ़राज़’,
निंद किस वक़्त ना जाने आए !
- अहेमद फ़राज़
૧सर-ए-मंज़िल-ए-ग़म = દુ:ખોના છેલ્લા મુકામ પર
૨हंगाम = (અહીં) સમયે [અન્ય અર્થો - સ્થળ, સમયગાળો, મૌસમ (ઋતુ)]
Filed under: Favorites, اردو, ગ઼ઝ઼લ , -ahmed faraz-, -अहेमद फ़राज़-
Friday, August 29, 2008 • 2:30 PM
૨૬મી ઑગસ્ટ, મંગળવાર ઉર્દુ સાહિત્ય અને કાવ્યજગતને માટે ક્યારેય ન પૂરાય એવી ખોટ લઈને આવ્યો અને મારા પ્રિય ઉર્દુ કવિઓમાંના એક એવા, ખુબ જ નામાંકિત અને ભારતની ઘણીવાર મુલાકાત લેનાર, અહેમદ ફરાઝ સાહેબ, ને કાયમ માટે લઈને ગયો એ સમયે એઓ ઈસ્લામાબાદની એક હોસ્પીટલમાં સારવાર હેઠળ હતા… એમની ૭૭ વર્ષ સુધીની હયાતીએ ઉર્દુ સાહિત્યને એક-એક ઉત્તમોત્તમ ગઝલો અને નઝમો આપી…. એક આખો ખજાનો એઓ એમની પાછળ છોડીને ગયા …. ઈશ્વરને પ્રાર્થના કે એમને જન્નત અતા કરે …
એ જ દિવસે “ઈ-ટીવી ઉર્દુ” ટીવી ચેનલ પર રાતે એમને શ્રદ્ધાંજલી આપવા માટે એમના મુશાયરાઓની ઝલકોનો કાર્યક્રમ પ્રસારિત થયો … જેમાંની આ એક ગઝલ આજે પોસ્ટ કરી રહ્યો છું…
इससे पहेले के बेवफ़ा हो जाएं
क्यों न ए दोस्त हम जुदा हो जाएं !
तु भी हीरे से बन गया पत्थर
हम भी कल क्या से क्या हो जाएं !
हम भी मजबुरीयों का उज़्र करें
और कहीं और मुब्तला हो जाएं
ईश्क़ भी खेल है नसीबों का
ख़ाक़ हो जाए किमीया हो जाए !
अब के गर तु मिले तो हम तुज़ से
ऐसे लिपटे़ं तेरी क़बा हो जाएं
बंदग़ी हम ने छोड़ दी है ‘फ़राज़’
क्या करें लोग जब ख़ुदा हो जाए !
- अहेमद फ़राज़
उज़्र = બહાનું
मुब्तला = involve થવું
क़बा = ગાઉન, ઝભ્ભો
Filed under: Favorites, اردو, ગ઼ઝ઼લ , -ahmed faraz-, -अहेमद फ़राज़-
Thursday, July 3, 2008 • 4:35 PM
બશિર બદ્ર સાહેબની ઘણી ગઝલો મારી પ્રિય છે… આજે જિજ્ઞેશભાઈના બ્લોગ પર બશીર સાહેબની એક ગઝલ જોઈને મને મન થયું કે ઘણા વખતથી મેં એમની કોઇ ગઝલ નથી પોસ્ટ કરી તો આજે કરીએ …
*એકેએક શેર પર વાહ-વાહ આપોઆપ આવે એવી ગઝલ છે આ …
*Conditions apply…
मुहब्बतों में दिखावे की दोस्ती ना मिला,
अगर गले नही मिल सकता तो हाथ भी ना मिला…
घरों पे नाम थे नामों के साथ ओहदे थे,
बहुत तलाश किया कोई आदमी ना मिला…
तमाम रिश्तों को मैं घर पे छोड आया था,
फिर इसके बाद मुज़े कोई अजनबी ना मिला…
बहोत अजीब है ये क़ुरबतों की दुरी भी…
वो मेरे साथ रहा और मुज़े कभी ना मिला…
ख़ुदा की ईतनी बडी क़ायनात में मैंने,
बस एक शख़्स को मांगा मुज़े वो ही ना मिला…
- बशीर बद्र
ओहदे = હોદ્દાઓ
क़ुरबत = સમીપતા, Intimacy
Filed under: Favorites, اردو, ગ઼ઝ઼લ , -बशिर बद्र-, -bashir badr-, -urdu gazal-
Friday, February 1, 2008 • 12:05 AM
જગજીત સિંઘે ગાયેલી ખુબ જ સુંદર અને મને ખુબ જ ગમતી ગ઼ઝલોમાંની એક … આ …
फिर उसी राहगुज़र पर, शायद..
हम कभी मिल सकें मगर, शायद…
जान पहेचान से क्या होगा ?
फिर भी ऐ दोस्त गौर कर, शायद…
मुन्तज़िर૧ जिनके हम रहे उनको…
मिल गये और हमसफ़र, शायद…
जो भी बिछडे़ है कब मिले है “फ़राज़” ?
फिर भी तु ईंतज़ार कर, शायद…
- अहेमद फ़राज़
૧मुन्तज़िर = Expectant, આકાંક્ષી, અપેક્ષા રાખી રહેલ
Filed under: Favorites, اردو, ગ઼ઝ઼લ , -ahmed faraz-, -अहेमद फ़राज़-, -urdu gazal-
પાંખડીઓ પરના ઝાકળબિંદુઓ…