જીવન પુષ્પ …

જીવનરૂપી પુષ્પની મહેકથી વિશ્વરૂપી બાગને મહેકાવીએ… :)

વાતો અધૂરી – કુણાલ






વાતો બધી એ અધૂરી બોલે છે,
પછી એની આંખડીઓ બોલે છે.

કાનમાં આવી એ સુનું બોલે છે,
કાયમ ઘણું એની યાદો બોલે છે.

“હું નથી”, દિશા બધીય બોલે છે.
મનેય થાય કે કોઇ તો બોલે છે.

ચૂપકીદી સાધી પડઘાઓ બોલે છે,
આંખોમાં કેદ આ અશ્રુય બોલે છે.

અગૂઢ અજાણ કોઇ જણ બોલે છે.
સાંભળ રે દિલ, ઉર-ઈશ બોલે છે.

દફન થયો છું, સહુ કોઇ બોલે છે,
તોયે એની વાતો મને બોલે છે.

નહી બોલું કહીનેય બોલે છે – એ
રિસાય, તો એની કિટ્ટાય બોલે છે !

યુગોથી હંમેશ જ જમાનો બોલે છે.
તોયે કહે બધા, “તું બહુ બોલે છે.”

- કુણાલ

Filed under: ગુજરાતી, મારી કૃતિઓ , , ,

જીવન મારું…

જીવન મારું

શબ્દરમ્ય હો ભલે,

પણ ગઝલ થવાની લ્હ્યાયમાં

અછાંદસ પણ નથી બની શકતું !!!

- કુણાલ

Filed under: Abstract, ગુજરાતી, મારી કૃતિઓ , ,

फालतु की लाईने – કુણાલ


ઓફીસની એક ખુબ જ બોરિંગ બપોર … એકધારા નિત્યક્રમ મુજબનું કામ… પરિણામ ???




આ નીચે જે દેખાય તે !!! ….



तुमभी तो कोडींग किये जा रहे हो,
हम भी ये कोडींग किये जा रहे है,
ज़हन में दोनों के खयाल है लरज़ां,
क्यों बेसख़्ता ज़िंदगी जिये जा रहे है ??

ये डिफेक्टों की लिस्ट में ये बगों का
सामना, दोनों ही बैठे किये जा रहे है,
PM ही जीता है लड़ाई में आखिर,
ज़ख़्म क्यों हम ही ज़ेले जा रहे है ??

रहे सामने वो क्लायंटकी हाज़िरी में,
हम ही क्यों पर्दे के पीछे जा रहे है !!
c.e.o. के ethics किसीने न देखे,
हमें ही सारी ट्रेनिंग दिये जा रहे है !!

HR यहां है, Manager वहां है, हमारे
सिवा क्या मैनेज किये जा रहे है ??
ब्रेक-डाउन में सैलरी के किये है घपले,
हम है कि सब कुछ सहे जा रहे है !!!

पता है हमें भी, पता है तुम्हे भी,
कि सपने कैसे कैसे बुने जा रहे है !!
कभी न कभी तो PM बनेंगे,
अरमान यही दिलमें किये जा रहे है !!

करेंगे वो ही जलसे, के घुमेंगे हम भी,
प्लानिंग अभी से किये जा रहे है…
हैं हमभी ढक्कन! कि कोडिंग के बदले
ये फालतु की लाईने लिखे जा रहे है …


- કુણાલ (Kunal)
PM = Project Manager
HR = Human Resource
Manager = HR Manager

 

Filed under: हिन्दी, મારી કૃતિઓ, હાસ્ય , , , , , , , ,

કોની વાત…??






dur.jpg

 


સુરજની વાત ન કે ચાંદની વાત,
છે આ તારા રૂપના નૂરની વાત.

યારોની યારીનીયે મજાની વાત !
એમની વાતોમાંયે તારી જ વાત ?

તું “છે” થી માંડી “નથી”ની વાત,
હૈયેથી જીવ જેવું ગયાની વાત.

પળની વાત ન કે યુગની વાત,
શાશ્વત છે એવા ઈશની વાત.

સુખોથી પર એવા સુખની વાત,
માંના ખોળામાં નીંદરની વાત.

જીવનમાં સફળ થયાની વાત,
ધન નઈ ભૈ, પ્રેમ જીત્યાની વાત.

ચારેકોર ઈશ્વર હોવાની વાત,
તો હૈયે નથી, એ કેવી વાત !!

- કુણાલ

Filed under: ગુજરાતી, મારી કૃતિઓ , ,

નથી મને મન થતું હવે…




at large

ત્યાં રોકાઈ, ફરી જવાનું,
નથી મને મન થતું હવે.
એની પાસ જવું’તું, પણ,
નથી મને મન થતું હવે.

પળો વીતી ને દી’ ગયા,
મહિનાઓ ને વરસ થયા,
ફરી ઉખેડું એ જખ્મો ને !
નથી મને મન થતું હવે.

એ દોસ્તને જોવા કાજ,
નજરું પાવન કરવા કાજ,
મોત વધુ એક માણી લઉં ?
નથી મને મન થતું હવે.

બૌ કર્યા’તા ખુલાસાઓ,
કબુલ કર્યા ગુનાઓ પણ,
ઇશ્વરને શેં વીનવું ફરી ?
નથી મને મન થતું હવે.

જમાનો ક્યાં સમજે જ છે ?
વતેસર કાયમ કરે જ છે.
બજારે ઉછળે શબ્દો મારા !
નથી મને મન થતું હવે.

- કુણાલ

Filed under: ગુજરાતી, મારી કૃતિઓ , ,

તમારું સ્વાગત છે..


જીવન પુષ્પ ખીલ્યું : ડીસેમ્બર ૨૦૦૬
જીવન પુષ્પ પરની પાંખડીઓ : ૮૦+
પાંખડીઓ પરના ઝાકળબિંદુઓ : ૪પ૦+
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
નામ: કુણાલ શૈલેષ
મુકામ: હૈદરાબાદ,ભારત
Gmail Contact: jivanpushp



મારા વિશે થોડું...






~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
 મારા del.icio.us બુકમાર્ક્સ જુઓ.
 જીવન પુષ્પ...ની RSS Feeds મેળવો.
 નવી પોસ્ટ વિશે મફત SMS મેળવો.
જીવન પુષ્પ...ને  માં ઉમેરો.
 મારો ફોટો બ્લોગ જુઓ.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Viewed best in Google Chrome .

અતીતનો ઝરુખો …

પાંખડીઓ પરના ઝાકળબિંદુઓ…

મિત્રોના મુકામો …

Kunal Welcomes You all... :)

  • 14,052 વખત જીવન પુષ્પની મહેક ફેલાઈ

નવી પાંખડીઓ તમારા ઈનબોક્ષમાં...

ઈમેઈલ દ્વારા "જીવન પુષ્પ..."ની નવી પાંખડીઓ વિશે જાણકારી મેળવવી આપને ગમશે ?
તો તમારું ઈમેઈલ ID અહીં આપો.

પાંખડીઓવાળા દિવસો…

December 2009
M T W T F S S
« Aug    
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

જાહેર જનતાને જણાવવાનું કે…

બીજી સાઈટ્સ અને બ્લોગ પરથી લેવામાં આવેલા લેખો જે-તે લેખકોના પોતાના વિચારો છે. અને જે-તે લેખો ની સાથે સ્ત્રોત નિર્દેશીત રહેશે. જો કોપીરાઈટનો ભંગ થતો જણાય તો સત્વરે જાણ કરવા વિનંતી.

"મારી કૃતિઓ" કાપલી હેઠળના લેખો એ મારા પોતાના વિચારો છે, એને બીજા કોઇ સાથે અંગત રીતે કોઇ સંબંધ નથી. જો કોઇને એમાંથી કોઇ લેખ પોતાના બ્લોગ કે વેબસાઈટ પર છાપવાનું મન થાય અને છાપી જ દે તો સાથે મારું નામ પણ છાપે એ અપેક્ષિત છે.. બરાબરને?? નહિતો એ ચોરીની સમકક્ષ જ કૃત્ય ગણાશે..

For 'PETA' members: "No animals are harmed in making of this blog..... ;)"