જીવન પુષ્પ …

જીવનરૂપી પુષ્પની મહેકથી વિશ્વરૂપી બાગને મહેકાવીએ… :)

નવરાત્રી અને “સુવર જ્વર” !!!

 

નવરાત્રી આવી રહી છે, ગુજરાતમાં લોકોનાં અંગેઅંગમાં ગરબા-દાંડીયાનો રોમાંચ જાગવા માંડ્યો હશે. દોઢીયા-પોપટીયું વગેરેનાં ક્લાસીસ પૂરજોશમાં ધમધમવા માંડ્યા હશે. એવાં મમ્મી-પપ્પાઓ કે જેમની દીકરી(ઓ)ને નવરાત્રીનો અપાર શોખ હશે એમનું બ્લડ-પ્રેશર અનેકાનેક ભિન્ન-વિભિન્ન પ્રકારના “ટેન્શન” થવાનાં લીધે વધવાનું શરુ થઈ ગયું હશે…!!

પણ આ વર્ષે એક ખાસ પ્રકારનું ટેન્શન પણ નવરાત્રીનો આનંદ લેવાં માટે આવી પહોંચ્યું છે કે જે ખાસ તો આ અવસરને ધ્યાનમાં રાખીને નવરાત્રીનાં શોખીન દરેકને આવવું જોઈએ. અને તે એ કે આપણે કોઈક પણ એની હડફેટે ના ચઢી જઈએ જેનું નામ છે, “સ્વાઇન ફ્લુ“…

આ થોડો ભયંકર (નહિ કે મહા ભયંકર, જેવો મિડીયાએ ચીતર્યો છે) પ્રકારનો “જ્વર”, જેનું નામ મને આ પોસ્ટ લખવાં બેઠો ત્યારે જ સુઝ્યું, “સુવર જ્વર”, એ આપણને જેટલાં પણ રસ્તે ચોંટી શકે એમ છે તેમાંથી સૌથી સામાન્ય એવો રસ્તો છે, “ટોળે” મળવું. માણસજાતને એમ પણ આ “ટોળે” મળવાનું કામ કરવાનું જરા વધુ પડતું ગમે છે, અને એ વાત હવે આવા બધાં જનાવરોને થતાં રોગોને પણ ખબર પડી ગઈ છે. અને એટલે જ આપણે જરા વધુ સાવધાની રાખવી જરૂરી થઈ પડી હોય એવું વર્તાઈ રહ્યું છે.

હા, શોખીન લોકો મારી વાતને કાપી નાંખી શકે છે, કે તારા જેવાં બોરીંગ અને કોઈ પણ દિવસ નહિ નાચેલાં માણસને તો આવું જ સૂઝશે. પણ આ તો શું કે મને વિચાર આવ્યો કે જો આ વર્ષે આ વસ્તુને ટાળવામાં આવે તો પણ આપણી નૃત્ય-કળામાં આવતા બે-ચાર વર્ષો સુધી મહા-ભયંકરપણે રીસેશન આવી જાય એવી શક્યતાઓ નહિવત છે. જો કે “અંબા”જી ભક્તોનું રક્ષણ કરશે એવું જે પણ થોડાંઘણાં ધાર્મિક અને શ્રદ્ધાળુ લોકો માનતાં હશે તેમને મારી વાત પર દુર્લક્ષ સેવવાની છુટ છે. હવે, આ “થોડાંઘણાં” એવું એટલે લખ્યું કે હું નથી માનતો કે નવરાત્રીમાં નાચવા જતાં ૨૦% લોકો પણ “માઁ અંબે” માટે જતાં હશે !!!

હવે પરિસ્થિતી પર વધુ કટાક્ષ કરે રાખવાને બદલે મુદ્દાની વાત પર આવું તો એટલું જ કે, આ વખતે જો નવરાત્રી સમારોહને ટાળવામાં આવે તો કેવું ??

Filed under: Abstract, ગુજરાતી, મારી કૃતિઓ , , , , , ,

“સરદાર” ભારતનાં કે પછી ગુજરાતનાં ??


જશવંત સિંઘના પુસ્તકમાં “સરદાર” પટેલને અખંડ ભારતનાં ભાગલાં માટે જવાબદાર દર્શાવવા બદલ આપણાં સૌનાં માનીતા એવાં શ્રી મોદી સાહેબે એ પુસ્તક પર પ્રતિબંધ લગાવ્યો અને જે કારણોસર લગાવ્યો, કે ગુજરાતનાં સપુત “સરદાર” નું અપમાન થયું છે, તો મારે થોડાં સવાલ પૂછવા છે…

[૧]. જ્યારે વલ્લભભાઈ પટેલ “સરદાર” બન્યાં, અને “લોખંડી પુરુષ” બન્યાં ત્યારે શું એ “ગુજરાતી” હતાં ??

[૨]. ભારતનાં ભાગલાં થયાં ત્યારે શું ગુજરાત અસ્તિત્વમાં હતું ??

[૩]. એ પુસ્તકમાં જે મુહમ્મદ અલી ઝીણાનું ચિત્રણ એક પ્રભાવશાળી વ્યક્તિ તરીકે કરવામાં આવ્યું છે, તો શું કોઈને એ વાત સ્વીકારવામાં મુશ્કેલી થાય છે, કે એ જ મુહમ્મદ અલી ઝીણાનાં પિતા પોતે ગોંડલ પાસેનાં કોઈ ગામનાં હતાં અને “ગુજરાતી” હતાં અને એમની માતૃભાષા પણ “ગુજરાતી” જ હતી ??

[૪]. જો પ્રશ્ન ક્રમાંક ૧ અને ૨ નાં જવાબ “હા” માં હોય તો પ્રશ્ન ક્રમાંક ૩ નો જવાબ શું હશે ??

[૫]. કોઈ મુખ્યમંત્રી જે રાજકીય પક્ષનાં હોય તે પક્ષ જો કોઈની વિરુદ્ધ કાંઈ પગલાં લે, તો શું એ મુખ્યમંત્રીએ પણ જબરદસ્તી એવું જ વલણ રાખવું ??

[૬]. શું મુખ્યમંત્રીનું પોતાનું સ્વતંત્ર મંતવ્ય ના હોઈ શકે??

[૭]. શું એણે પોતે જે રાજકીય પક્ષના હોય તેનાં આટલી હદે ગુલામ બનવું જરૂરી છે ??

[૮]. શું રાજનીતીમાં “ઘુસ્યાં” એટલે દરેકેદરેક બાબતમાં “આંગળી” કરવી એ ફરજીયાત છે ??

[૯]. જે “સરદાર” ને અખંડ ભારતના ઘડવૈયાં કહેવામાં આવે છે, એનાં નામે આ પ્રકારની “પ્રદેશવાદ”ની રાજનીતી “રમવી” તે એ જ “સરદાર”નું અપમાન નથી ??

[૧૦]. સરદાર પટેલે જે મહેનતથી આટલાં બધાં અલગ અલગ પ્રાંતોને ભેગાં કરીને એક ભારત બનાવ્યું, (ભલે, ૨ ભાગ થયાં પછી) પણ આજે આવાં “પ્રદેશવાદ” પોષવામાં, એનાં આટઆટલાં ભાગલાંઓ થઈ રહ્યાં છે, એ શું વ્યાજબી છે ??

[૧૧]. આજે કોઈ પણ “મંત્રી”ઓમાં કોઈને “નેતા” દેખાય છે ?? મને તો માત્ર ને માત્ર “પોલિટીશયન” જ દેખાય છે, નેતા તો શોધ્યો નથી જડી રહ્યો…





Filed under: Abstract, ગુજરાતી, મારી કૃતિઓ , , , , ,

આઈઆઈટી હવે ગુજરાતમાં…

IIT in Gujarat

 

 

 

 

આજના દિવ્યભાસ્કરમાં ગુજરાતના શૈક્ષણિક-જગતને લગતા એક ખરેખર શુભ-સમાચાર જોયા … અને થયું કે ગુજરાતી બ્લોગ-જગતને તો એની જાણ થવી જ જોઇએ અને એના ઈતિહાસમાં આ સમાચારને સ્થાન મળે એવું કંઈક કરીએ .. (!!!) એટલે અહીં મૂકી દેવાનું મન થયું …

યોજના કંઈક એવી હતી કે અમદાવાદ-ગાંધીનગર ના નોલેજ કોરીડોરમાં IIT બને પણ જ્યાં સુધી ત્યાં તૈયારી પૂર્ણ થાય ત્યાં સુધી ચાંદખેડાની વિશ્વકર્મા ઇજનેરી કોલેજના સંકુલમાં શરુ કરવામાં આવશે …

મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી આઈઆઈટીમાં ગુજરાતી વિદ્યાર્થીઓનું પ્રમાણ અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓની સરખામણીમાં ઘણું જ ઓછું રહ્યું છે … કારણ એ જ કે આપણને જેમ બને તેમ જલ્દી પૈસા બનવા માંડે અને લગન કરીને “સેટલ” થઈ જવામાં વધારે રસ છે … :D … રીસર્ચ-ફિસર્ચ જેવા નકામા કામો આપણે થોડા કરવાના હોય !! ૫-૭ વર્ષો સુધી બી-ટેક કે એમ-ટેક કોણ કરે !! …

જો કે મારી વાત કરું તો મેં તો ઈજનેરી પણ નથી કરી કારણ કે એના માટે પહેલી જરૂરીયાત એ હોય છે કે વિજ્ઞાન-પ્રવાહમાં ૧૨મું ધોરણ પાસ કરવું પડે … જે મેં કોમર્સ લઈને કરેલું … !! :D … એટલે બની શકે કે ઉપરની કમેન્ટ મારા મોઢે જરા વધારે પડતી થઈ ગઈ હોય !! .. પણ આ તો એક general વાત … :)

ચલો તો હવે આશા રાખીએ કે આપણને એક આઈઆઈટી મળી છે તો કમ સે કમ ત્યાં તો  ગુજરાતી વિદ્યાર્થીઓ વધારે પ્રમાણમાં જોવા મળે …

Filed under: Abstract, ગુજરાતી , , , , , ,

તમારું સ્વાગત છે..


જીવન પુષ્પ ખીલ્યું : ડીસેમ્બર ૨૦૦૬
જીવન પુષ્પ પરની પાંખડીઓ : ૮૦+
પાંખડીઓ પરના ઝાકળબિંદુઓ : ૪પ૦+
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
નામ: કુણાલ શૈલેષ
મુકામ: હૈદરાબાદ,ભારત
Gmail Contact: jivanpushp



મારા વિશે થોડું...






~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
 મારા del.icio.us બુકમાર્ક્સ જુઓ.
 જીવન પુષ્પ...ની RSS Feeds મેળવો.
 નવી પોસ્ટ વિશે મફત SMS મેળવો.
જીવન પુષ્પ...ને  માં ઉમેરો.
 મારો ફોટો બ્લોગ જુઓ.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Viewed best in Google Chrome.

પાછલા ૨ દિવસોમાં વધુ વંચાઈ

અતીતનો ઝરુખો …

પાંખડીઓ પરના ઝાકળબિંદુઓ…

મિત્રોના મુકામો …

Kunal Welcomes You all... :)

  • 13,897 વખત જીવન પુષ્પની મહેક ફેલાઈ

પાંખડીઓવાળા દિવસો…

November 2009
M T W T F S S
« Aug    
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

જાહેર જનતાને જણાવવાનું કે…

બીજી સાઈટ્સ અને બ્લોગ પરથી લેવામાં આવેલા લેખો જે-તે લેખકોના પોતાના વિચારો છે. અને જે-તે લેખો ની સાથે સ્ત્રોત નિર્દેશીત રહેશે. જો કોપીરાઈટનો ભંગ થતો જણાય તો સત્વરે જાણ કરવા વિનંતી.

"મારી કૃતિઓ" કાપલી હેઠળના લેખો એ મારા પોતાના વિચારો છે, એને બીજા કોઇ સાથે અંગત રીતે કોઇ સંબંધ નથી. જો કોઇને એમાંથી કોઇ લેખ પોતાના બ્લોગ કે વેબસાઈટ પર છાપવાનું મન થાય અને છાપી જ દે તો સાથે મારું નામ પણ છાપે એ અપેક્ષિત છે.. બરાબરને?? નહિતો એ ચોરીની સમકક્ષ જ કૃત્ય ગણાશે..

For 'PETA' members: "No animals are harmed in making of this blog..... ;)"