જીવન પુષ્પ …

જીવનરૂપી પુષ્પની મહેકથી વિશ્વરૂપી બાગને મહેકાવીએ… :)

ज़माने ठहर के देखते है – अहेमद फ़राज़


કેટલાંય મહીનાઓથી એટલું બધું કામ રહે છે કે બ્લોગ તો તદ્દન ભૂલાઈ જ ગયો છે… :) ૩ એક મહિના પહેલાં આ ગઝલ ડ્રાફ્ટમાં રાખેલી તે આજે નજરે ચઢતાં પોસ્ટ કરી દેવાનું મન થયું…
બીજું કંઈ લખવાનો વિચાર તો હતો પણ આર્થિક recessionના પ્રતાપે ક્લાયંટ્સને ખુશ રાખવા માટે ઓછા સમયમાં વધારે કામ પૂરું કરવાની લ્હાયના લીધે સમયનું પણ recession ચાલી રહ્યું છે એટલે શક્ય નથી… આ સાથે એ પણ પ્રાર્થના કરતો રહું છું કે કમ સે કમ કામનું recession તો ન જ આવે નહિતર…

એનીવે, :) ગઝલ તરફ પ્રયાણ કરીએ… કોઈની સુંદરતા, વ્યક્તિત્વ, એના પૂરા અસ્તિત્વ વિશે લખાયેલ કોઈપણ ગઝલમાં આ ગઝલ જેવો જાદુ, કમાલ કદાચ જ જોવા મળશે… !! ઉપરથી ફરાઝ સાહેબની બધી ગઝલોમાં જોવા મળતો એક અનોખો કટાક્ષ – જીવન પરનો, પરીસ્થિતી પરનો – તો ખરો જ … પણ કોઈની યાદ વિશે લખાયેલ ગઝલ જો હોય તો કવિ કલાપીની એક શાશ્વત ગઝલ “આપની યાદી” જેવી ભાગ્યે જ કોઈ ગઝલ હશે…
પણ ફરાઝ સાહેબની આ ગઝલ મેં અગાઉ કહ્યું એ કેટેગરીમાં તો કદાચ પહેલી હરોળમાં ચોક્કસ સ્થાન પામી શકે… ગયા વર્ષે એમના ઈન્તકાલના સમાચાર આવ્યા એ પછીના વીકએન્ડ પર ઈટીવી ઉર્દુ પર રાતે હૈદરાબાદમાં થયેલ કોઈ મુશાયરામાં એમણે આ ગઝલનું પઠન કરેલું તે સાંભળ્યું હતું… અને ત્યારે જ ખુબ ગમી ગયેલી…
ચલો તો, ઘણી વાતો થઈ ગઈ… હવે ગઝલનો વારો… :)


सुना है लोग उसे आँख भर के देखते है,
सो उसके शहर में कुछ दिन ठहरके देखते है…

सुना है रब्त है उसको ख़राब हालों से,
सो अपने आप को बरबाद करके देखते है.
[रब्त = સંબંધ]

सुना है दर्द की गाहक है चश्म-ए-नाज़ुक उसकी,
सो हम भी उस की गली से गुज़र के देखते है.
[गाहक = ગ્રાહક, चश्म = આંખો]

सुना है उस को भी है शेर-ओ-शायरी से शग़ाफ,
सो हम भी मौजज़े अपने हुनर के देखते है.
[शग़ाफ = passion, मौजज़े = જાદુ]

सुना है बोले तो बातों से फूल जड़ते है
ये बात है तो चलो, बात कर के देखते है.

सुना है रात उसे चांद तकता रहेता है,
सितारे बाम-ए-फ़लक़ से उतर के देखते है
[बाम-ए-फ़लक़ = આકાશની ધાર]

सुना है हश्र है उसकी गज़ल सी आँखें,
सुना है उसको हीरन दश्त भर के देखते है.
[हश्र = કયામતનો દિવસ, પુનર્જીવન, અંત; दश्त = રણ]

सुना है दिनको उसे तितलीयाँ सताती है,
सुना है रात को जुगनु ठहर के देखते है.
[ तितली = પતંગિયું; जुगनु = આગીયા]

सुना है रात से बढ़कर है काकुलें उसकी,
सुना है शाम को साये गुज़र के देखते है.
[काकुलें = કીકીઓ]

सुना है उसकी सियाहचश्मग़ी क़यामत है,
सो उसको सुरमाफरोश आँखभर के देखते है.
[सियाहचश्मग़ी = આંખોની કાળાશ; सुरमाफरोश = કાજળરહીત આંખો]

सुना है उसके लबों से गुलाब जलते है,
सो हम बहार पर ईल्ज़ाम धर के देखते है.
[ईल्ज़ाम = આરોપ]

सुना है आईना तमसाल है जबीं उसका,
जो सादा दिल है, बन-सवँर के देखते है.
[तमसाल = જેવું; जबीं = કપાળ]

सुना है जब से हमाईल है उसकी गरदन में,
मिज़ाज और ही लाल-ओ-गौहर के देखते है.
[हमाईल = ગળાપર પહેરવાનું વસ્ત્ર; लाल-ओ-गौहर = રત્નો]

सुना है चश्म-ए-तसव्वुर से दश्त-ए-ईमकान में,
पलंग ज़ावे उसकी कमर के देखते है.
[चश्म-ए-तसव्वुर = કલ્પનાભરી આંખો; दश्त-ए-ईमकान = શક્યતાના રણમાં; ज़ावे = ખૂણાઓ, વળાંકો]

सुना है उसके बदन के तराश ऐसे है,
के फूल अपनी क़बाएँ कतर के देखते है.
[तराश = શિલ્પકામ, કોતરણી; क़बाएँ = (અહીં) પાંદડીઓ]

वो सर्व-क़द है मगर बेगुल-ए-मुराद नहीं,
के उस शजर पे शगुफे समर के देखते है.
[सर्व-क़द = ઊંચું અને મોહક; बेगुल-ए-मुराद = ઈચ્છાઓના ફૂલ ન ખીલવતું; शजर = વૃક્ષ; शगुफे = કળીઓ; समर = ફળ]

बस एक निग़ाह से लुटता है क़ाफिला दिल का,
सो राहनवाँ-ए-तमन्ना भी ड़र के देखते है.
[राहनवाँ = મુસાફરો]

सुना है उसके शबीस्तान से मुतासिल है बहिस्त,
मकीन उधर के भी जलवे ईधर के देखते है.
[शबीस्तान = સુવાનો ઓરડો(bedroom); मुतासिल = નજીક; बहिस्त = સ્વર્ગ; मकीन = (અહીં)વસતાં લોકો]

रुके तो गर्दिशें उसका तवाफ़ करती है,
चले तो उसको ज़माने ठहर के देखते है.
[गर्दिशें = (અહીં)સમય; तवाफ़ = પ્રદક્ષિણા]

किसे नसीब के बे-पैराहन उसे देखे !
कभीकभी दर-ओ-दीवार घर के देखते है.
[बे-पैराहन = નિર્વસ્ત્ર]

कहानियाँ ही सही सब मुबालग़े ही सही,
अगर वो ख्वाब है, ताबीर करके देखते है.
[मुबालग़े = અશક્ય ચીજ; ताबीर = મુર્ત સ્વરૂપમાં લાવવું]

अब उसके शहर में ठहरें कि कुछ कर जाएँ,
‘फ़राज़’ आओ सितारे सफर के देखते है.

- अहेमद फ़राज़




Filed under: اردو, ગ઼ઝ઼લ , , , , , , , ,

दिल तो है नादाँ जानाँ – अहेमद फ़राज़




अब के तजदीद-ए-वफ़ा का नही ईम्कान जानाँ,
याद क्या तुज़ को दिलाए तेरा पैमान जानाँ…

युँ ही मौसम की अदा देख के याद आया है,
किस कदर जल्द बदल जाते है ईन्साँ जानाँ…

ज़िंदगी तेरी अता थी सो तेरे नाम की है,
हमने जैसे भी बसर की तेरा एहसान जानाँ…

दिल ये कहेता है कि शायद हो फ़सुर्दा तु भी,
दिल की क्या बात करें, दिल तो है नादाँ जानाँ…

अव्वल-अव्वल की मुहब्बत के नशे याद तो कर,
बेपीये भी तेरा चहेरा था गुलीस्ताँ जानाँ…

आख़िर आख़िर तो ये आलम है कि अब होश नही,
रग़-ए-मीईना૧૦ सुलग उठी कि रग़-ए-जाँ૧૧ जानाँ…

मुद्दतों से ये आलम, ना तवक़्को૧૨ ना उम्मीद,
दिल पुकारे ही चला जाता है जानाँ जानाँ…

हम भी क्या सादा૧૩ थे हम ने भी समज़ रखा था,
ग़म-ए-दौराँ૧૪ से जुदा है ग़म-ए-जानाँ૧૫ जानाँ…

अब की कुछ ऐसी सजी महेफिल-ए-याराँ जानाँ,
सर-ब-ज़ानुँ૧૬ है कोई सर-ब-ग़िरेबाँ૧૭ जानाँ…

हर कोई अपनी ही आवाज़ से काँप उठता है,
हर कोई अपने ही साये से हिरासाँ૧૮ जानाँ…

जिसको देखो वही ज़ंजिर-ब-पा૧૯ लगता है,
शहर का शहर हुआ दाख़िल-ए-ज़िंदाँ૨૦ जानाँ…

अब तेरा ज़िक्र૨૧ भी शायद ही ग़ज़ल में आए,
और से और हुआ दर्द का उन्वाँ૨૨ जानाँ…

हम कि रुठी हुई रुत को भी मना लेते थे,
हम ने देखा ही ना था मौसम-ए-हिजराँ૨૩ जानाँ…

होश आया तो सभी ख्वाब थे रेज़ाँ-रेज़ाँ૨૪,
जैसे उड़ते हुए औराक़-ए-परेशाँ૨૫ जानाँ…

- अहेमद फ़राज़




तजदीद = ફરીથી તાજું કરવું
ईम्कान = શક્યતા
पैमान = વાયદો
अता थी = આપેલી હતી
नाम की = નામે કરી
बसर = વિતાવી
फ़सुर्दा = નિરાશ, દુ:ખી
अव्वल-अव्वल = શરુઆત
गुलीस्ताँ = ફૂલોનો બગીચો
૧૦रग़-ए-मीईना = પીનારાની નસો
૧૧रग़-ए-जाँ = ધમનીઓ
૧૨तवक्को = આશા
૧૩सादा = ભોળું
૧૪ग़म-ए-दौराँ = જીવનના દુ:ખો
૧૫ग़म-ए-जानाँ = પ્રિયતમના વિરહનું દુ:ખ
૧૬सर-ब-ज़ानु = ઘુંટણ પર માથુ (નમાઝની સ્થિતીમાં)
૧૭सर-ब-ग़िरेबाँ = ચિંતાતુર
૧૮हिरासाँ = ભયભીત
૧૯ज़ंजिर-ब-पा = બેડીઓથી બંધાયેલા પગ (કેદી)
૨૦दाख़िल-ए-ज़िंदाँ = કારાગારમાં દાખલ થયેલ
૨૧ज़िक्र = ઉલ્લેખ
૨૨उन्वाँ = શીર્ષક, અધ્યાયની શરુઆતનું વાક્ય
૨૩मौसम-ए-हिजराँ = જુદાઈનો સમય
૨૪रेज़ाँ-रेज़ाँ = ટુકડે-ટુકડા થયેલું
૨૫औराक़-ए-परेशाँ = ફાટી ગયેલા પાનાઓ
 

Filed under: اردو, ગ઼ઝ઼લ , , , , ,

सँवार कर देखा – ‘आयेशा’


ઘણા સમય પહેલાં કોઈ ‘આયેશા’ ના તખલ્લુસ સાથે લખાયેલી આ ગઝલ વાંચવામાં આવેલી. જો કે કવિ/કવયિત્રી વિશે શોધવા છતાંય વધારે ક્લુઝ ન મળ્યા.

एक दिन युं गुज़ार कर देखा,
जो लिखा था, सँवार कर देखा.

गिर के देखा है हमने क़दमों में,
उसने ठोकर सी मार कर देखा !

जीत कर ग़म चला नही जाता,
हमने हर बार हार कर देखा.

वो जो है हम से भी गया-गुज़रा
उसको वाईज़ पुकार कर देखा.

‘आयेशा’ होश का रहा होगा,
वो नशा भी उतार कर देखा.

- ‘आयेशा’

वाईज़ = જ્ઞાની

Filed under: اردو, ગ઼ઝ઼લ , , , , , ,

ફ્રોમ હૅલ, વીથ લવ…

તાજેતરમાં બનેલી આતંકવાદી ઘટનાઓએ વિચાર જન્માવ્યો કે ખરેખર નર્ક ક્યાં છે? ઉપર કશેક કાંઈ એવી જગ્યા છે જ્યાં આપણા અયોગ્ય કર્મોનો હિસાબ આપવામાં આવે છે?? આ વિકલ્પ માટે અંદરથી તરત જ "ના" આવી… તો ક્યાં છે ખરેખર એ નર્ક ?? કદાચ એ એવી પરીસ્થિતી છે જે આપણે મનુષ્યો જ સર્જીએ છીએ .. અહિં જ … આપણી ચોતરફ અને આપણી અંદર જ … આપણા સ્વાર્થ, લોભ, મારું-મારું કરવાની વૃત્તિ… અનહદ… મારા પૈસા, મારી મિલકત, મારો દેશ, મારો ધર્મ, મારું….. ખબર નહિ કંઈ કેટલુંય … આવું ને આવું કરતાં કરતાં આજે ક્યાં આવી ગઈ છે માણસજાત… આ એક સ્વાર્થના પગલે કેટલાંય દુષણો આજે આપણી સામે જન્મ્યા અને પોષાઈ રહ્યા છે !!! આનો અંત ક્યાં છે એ તો ઈશ્વર જ જાણે… !!! પણ એક વાતની ખાતરી થઈ રહી છે કે ક્યાં તો આવનારા અંતની અથવા આવનારી ક્રાંતિ, એ બે માંથી એકની તો શરુઆત થઈ ચૂકી છે… જોવાનું એ રહે છે કે આ બંનેમાંથી પહેલું શું આવે !!!



નડીયાદમાં ગ્રેજ્યુએશન કરતાં હતા એ વખતે એક અંગ્રેજી આલ્બમ આવેલું, "Affirmation"… કે કદાચ એનાં પણ એકાદ-બે વર્ષો પહેલાં… એનું Title Track – "Affirmation" ખુબ ગમેલું… મુંબઈમાં થયેલ હુમલા અને એના પહેલાં બનેલી કંઈકેટલીય આવી જ ઘટનાઓ કે જેના માટે remedial પગલાં હજી સુધી લેવાયા નથી (કે લેવાયા હોય એવું લાગતું નથી, જો લેવાયા હોય તો), એ બધાએ ફરી એ ગીત યાદ અપાવી દીધું… તો એ ગીતના શબ્દો શોધીને ફરી વાંચ્યા… કદાચ ખુબ જ બિન-અસરકારક કે તદ્દન જ નબળું લાગે પણ ઉકેલરૂપે એક પગલું, ખુબ જ વ્યક્તિગત ધોરણે લઈ શકાય એવું, એ કે આપણા સ્વભાવના ઊંડામાં ઊંડા ખુણા સુધી ઉતરી ગયેલું આ સ્વાર્થ અને ધૃણાનું વિષ આપણે ઓગાળી નાંખીએ…



આ ગીત માં કદાચ ખુબ જ જનરલાઈઝ્ડ વાતો છે પણ ક્યાંક તો આપણી સમસ્યાઓનો ઉકેલ છે એવું લાગે છે…


I believe the sun should never set upon an argument
I believe we place our happiness in other people’s hands
I believe that junk food tastes so good because it’s bad for you
I believe your parents did the best job they knew how to do
I believe that beauty magazines promote low self esteem
I believe I’m loved when I’m completely by myself alone



I believe in Karma what you give is what you get returned
I believe you can’t appreciate real love until you’ve been burned
I believe the grass is no more greener on the other side
I believe you don’t know what you’ve got until you say goodbye



I believe you can’t control or choose your sexuality
I believe that trust is more important than monogamy
I believe your most attractive features are your heart and soul
I believe that family is worth more than money or gold



I believe the struggle for financial freedom is unfair
I believe the only ones who disagree are millionaires



I believe forgiveness is the key to your unhappiness
I believe that wedded bliss negates the need to be undressed
I believe that God does not endorse TV evangelists
I believe in love surviving death into eternity




મને આવડે એવો ભાવાનુવાદ કરી રહ્યો છું…


હું માનું છું કે,
આપણા દિવસનો અંત કોઇ પણ દલીલથી મન ખાટું કરીને ન આવવો જોઇએ.
આપણી ખુશી અને આનંદ બાહ્ય પરીબળો પર આધારીત ન હોવી જોઇએ.
જંકફૂડ એટલા માટે ભાવે છે કે એ હાનિકારક છે.(“જંકફૂડ” એક રૂપક તરીકે દેખાઈ રહ્યું છે.)
આપણા માતા-પિતાએ આપણને ઉછેરવાનું એમને આવડતું સર્વશ્રેષ્ઠ કાર્ય કર્યું છે.
બ્યુટી મેગેઝીન્સ લઘુતાગ્રંથી જન્માવે છે.
જ્યારે હું ફક્ત મારી પોતાની સાથે હોઉં છું ત્યારે સૌથી વધુ પ્રેમ પામું છું (કદાચ હું ઈશ્વરનું સાંનિધ્ય અનુભવું છું)




હું માનું છું કે,
આપણે જે આપીએ છીએ એ જ આપણને અંતે મળે છે.
જ્યાં સુધી આપણે પોતે પ્રેમમાં નથી સળગતા, ત્યાં સુધી એને સમજી નથી શકતાં.
મને અન્ય વ્યક્તિઓ પ્રત્યે ઈર્ષ્યા નથી જન્મતી.
જ્યાં સુધી જુદા ન પડીએ વ્યક્તિ/સમયની કિંમત નથી સમજાતી.




હું માનું છું કે,
આપણે સ્ત્રી-પુરુષ બંનેને આપણા મનના ઊંડાણમાં સમાન દરજ્જો આપીએ એ જરૂરી છે.
પતિ-પત્ની વચ્ચે “વફાદારી” હોવા સાથે વિશ્વાસ હોવો વધુ જરૂરી છે.
મનુષ્યની સૌથી આકર્ષક લાક્ષણિકતાઓ એની આત્મા અને એનું દિલ છે, નહિ કે એનો બાહ્ય દેખાવ.
કુટુંબ (બહોળા સંદર્ભમાં) ધન કે સોના કરતાંય વધુ મહત્વનું છે.




હું માનું છું કે,
આર્થિક સ્વતંત્રતા માટે થઈ રહેલો સંઘર્ષ અને એની રીતો તદ્દન અન્યાયી અને અવ્યાજબી છે.
અને આને નકારવાવાળા બધા વ્યક્તિઓ નક્કી ધનવાનો જ હશે.




હું માનું છું કે,
બધી સમસ્યાઓ અને દુ:ખોનો ઉકેલ ક્ષમા છે.
એકબીજાના સાંનિધ્યમાં હોવાનો શુદ્ધ આનંદ કહેવાતા શારિરીક આનંદને વ્યર્થ સાબિત કરે છે.
સંચાર માધ્યમોએ ઊભા કરેલા દુષણો ઈશ્વરને ક્યારેય પસંદ નહિ આવે.
પ્રેમથી મૃત્યુથી જન્મતી જુદાઈ શાશ્વત નિકટતામાં ફેરવાઈ જાય છે.



Filed under: Abstract, ગુજરાતી, મારી કૃતિઓ , , , , , , , , , , ,

પ્રેમનું મૂલ્ય !! …. કોણ જાણે ?

kaka-kaki.jpg



આજે એક અંગ્રેજી વાર્તા વાંચી અને ગમી તો મન થયું કે એનો અનુવાદ અને સાથે એનો “Mood” થોડો હળવો કરીને :) મૂકું….



એક વખત એવું થયું કે એક ટાપુ પર બધી લાગણીઓ ભેગી રહેવા માંડી….. આનંદ, દુ:ખ, જ્ઞાન, અને બીજી ઘણીય… સાથે પ્રેમ પણ..

એક દિવસ એ બધી ને ખબર પડી કે એ ટાપુ ડૂબી રહ્યો છે… એટલે એ બધી પોતપોતાની હોડી અને વહાણ બનાવીને ટાપુ ખાલી કરી દેવાનું ચાલુ કર્યું…. ફક્ત એક પ્રેમ સિવાય… પ્રેમે એવું કશું કર્યું નહિ… :|

ફક્ત પ્રેમ જ હતો જે આખરી ક્ષણ સુધી ટકી રહેવા માંગતો હતો..

હવે જ્યારે આ ટાપુ ઘણુંખરું ડૂબી ગયો, ત્યારે પ્રેમ મદદ માંગવા માંડ્યો … [મુરખનો સરદાર .. ]

એટલામાં સમૃધ્ધી એક ભવ્ય વહાણમાં પસાર થઈ બાજુમાંથી…તો પ્રેમ બોલ્યો.. “સમૃધ્ધી, તું મને તારી સાથે લઈ જઈશ ?”… તો સમૃધ્ધી બોલી, “જા જા, મારા વહાણમાં જગ્યા જ નથી ને.. 8) આ બધું સોનુ ને ચાંદી ક્યાં મૂકીશ હું ??” …

ત્યાં તો એની પાછળ જ આડંબર એના “સરસ મજાના” વાસણમાં તરતો તરતો જઈ રહ્યો હતો.. તો પ્રેમએ એને પૂછી જોયું… “મને મદદ કરીશ તું ??”… તો એ કહે, “હટ.. તું તો આખેઆખો ભીંજાઈ ગયો છે.. :P તને બેસાડીને મારે મારું વહાણ [!!!] બગાડવું નથી … “

હવે એને દુ:ખ નજીક આવતું દેખાયું … તો એણે પૂછ્યું, “મને તું બચાવીશ ??” … “ઓ પ્રેમ, :( હું એટલો દુ:ખી છું કે મને મારા હાલ પર છોડી દે.. હું તને નહિ બચાવી શકું…”

આનંદ પણ ત્યાં જ પસાર થતો દેખાયો…. પણ એ એટલો આનંદમાં હતો કે પ્રેમનો સાદ એને સંભળાયો જ નહિ….

~~~~~~~~~

અને ત્યાં જ પ્રેમને એક અવાજ સંભળાયો, “ચાલ પ્રેમ, મારી સાથે… હું તને લઈ જાઉં …” એક વડીલ માફક એણે પ્રેમને લઈ જવા માંડ્યો…. અને પ્રેમને ખુબ જ અહોભાવ અને અત્યંત ખુશી થવાને લીધે એટલુ પૂછવાનું પણ ભાન ન હતું કે એ ક્યાં જઈ રહ્યા હતા !!!

જેવા એ બંને સૂકી ભૂમિ પર આવ્યા કે પ્રેમને મૂકીને એ પોતાના રસ્તે જતો રહ્યો… “એ કોણ હતો??”, પ્રેમએ વિચાર્યું… પ્રેમને પોતાના પર થયેલો ઉપકાર યાદ આવતાં જ એણે જ્ઞાનને પૂછ્યું, “એ કોણ હતું જેણે મને બચાવ્યો ??” ….

“સમય .. “, જવાબ મળ્યો ..

“સમય ?? ….. કેમ ?”, પ્રેમએ પૂછ્યું …

 જ્ઞાનએ સુંદર સ્મિત સાથે ડહાપણથી જવાબ આપ્યો ..

 ”કારણ કે એ સમય જ છે જે પ્રેમનું સાચું મૂલ્ય જાણે છે … “


Filed under: Abstract, Stories, ગુજરાતી , , ,

તમારું સ્વાગત છે..


જીવન પુષ્પ ખીલ્યું : ડીસેમ્બર ૨૦૦૬
જીવન પુષ્પ પરની પાંખડીઓ : ૮૦+
પાંખડીઓ પરના ઝાકળબિંદુઓ : ૪પ૦+
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
નામ: કુણાલ શૈલેષ
મુકામ: હૈદરાબાદ,ભારત
Gmail Contact: jivanpushp



મારા વિશે થોડું...






~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
 મારા del.icio.us બુકમાર્ક્સ જુઓ.
 જીવન પુષ્પ...ની RSS Feeds મેળવો.
 નવી પોસ્ટ વિશે મફત SMS મેળવો.
જીવન પુષ્પ...ને  માં ઉમેરો.
 મારો ફોટો બ્લોગ જુઓ.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Viewed best in Google Chrome.

પાછલા ૨ દિવસોમાં વધુ વંચાઈ

અતીતનો ઝરુખો …

પાંખડીઓ પરના ઝાકળબિંદુઓ…

મિત્રોના મુકામો …

Kunal Welcomes You all... :)

  • 13,897 વખત જીવન પુષ્પની મહેક ફેલાઈ

પાંખડીઓવાળા દિવસો…

November 2009
M T W T F S S
« Aug    
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

જાહેર જનતાને જણાવવાનું કે…

બીજી સાઈટ્સ અને બ્લોગ પરથી લેવામાં આવેલા લેખો જે-તે લેખકોના પોતાના વિચારો છે. અને જે-તે લેખો ની સાથે સ્ત્રોત નિર્દેશીત રહેશે. જો કોપીરાઈટનો ભંગ થતો જણાય તો સત્વરે જાણ કરવા વિનંતી.

"મારી કૃતિઓ" કાપલી હેઠળના લેખો એ મારા પોતાના વિચારો છે, એને બીજા કોઇ સાથે અંગત રીતે કોઇ સંબંધ નથી. જો કોઇને એમાંથી કોઇ લેખ પોતાના બ્લોગ કે વેબસાઈટ પર છાપવાનું મન થાય અને છાપી જ દે તો સાથે મારું નામ પણ છાપે એ અપેક્ષિત છે.. બરાબરને?? નહિતો એ ચોરીની સમકક્ષ જ કૃત્ય ગણાશે..

For 'PETA' members: "No animals are harmed in making of this blog..... ;)"