આજના દિવ્યભાસ્કરમાં ગુજરાતના શૈક્ષણિક-જગતને લગતા એક ખરેખર શુભ-સમાચાર જોયા … અને થયું કે ગુજરાતી બ્લોગ-જગતને તો એની જાણ થવી જ જોઇએ અને એના ઈતિહાસમાં આ સમાચારને સ્થાન મળે એવું કંઈક કરીએ .. (!!!) એટલે અહીં મૂકી દેવાનું મન થયું …
યોજના કંઈક એવી હતી કે અમદાવાદ-ગાંધીનગર ના નોલેજ કોરીડોરમાં IIT બને પણ જ્યાં સુધી ત્યાં તૈયારી પૂર્ણ થાય ત્યાં સુધી ચાંદખેડાની વિશ્વકર્મા ઇજનેરી કોલેજના સંકુલમાં શરુ કરવામાં આવશે …
મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી આઈઆઈટીમાં ગુજરાતી વિદ્યાર્થીઓનું પ્રમાણ અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓની સરખામણીમાં ઘણું જ ઓછું રહ્યું છે … કારણ એ જ કે આપણને જેમ બને તેમ જલ્દી પૈસા બનવા માંડે અને લગન કરીને “સેટલ” થઈ જવામાં વધારે રસ છે …
… રીસર્ચ-ફિસર્ચ જેવા નકામા કામો આપણે થોડા કરવાના હોય !! ૫-૭ વર્ષો સુધી બી-ટેક કે એમ-ટેક કોણ કરે !! …
જો કે મારી વાત કરું તો મેં તો ઈજનેરી પણ નથી કરી કારણ કે એના માટે પહેલી જરૂરીયાત એ હોય છે કે વિજ્ઞાન-પ્રવાહમાં ૧૨મું ધોરણ પાસ કરવું પડે … જે મેં કોમર્સ લઈને કરેલું … !!
… એટલે બની શકે કે ઉપરની કમેન્ટ મારા મોઢે જરા વધારે પડતી થઈ ગઈ હોય !! .. પણ આ તો એક general વાત …
…
ચલો તો હવે આશા રાખીએ કે આપણને એક આઈઆઈટી મળી છે તો કમ સે કમ ત્યાં તો ગુજરાતી વિદ્યાર્થીઓ વધારે પ્રમાણમાં જોવા મળે …
Filed under: Abstract, ગુજરાતી , -ગુજરાત-, -શૈક્ષણિક-, -સમાચાર-, -educational-, -gujarat-, -news about gujarat-



મારા del.icio.us બુકમાર્ક્સ જુઓ.
નવી પોસ્ટ વિશે મફત SMS મેળવો.
પાંખડીઓ પરના ઝાકળબિંદુઓ…