જીવન પુષ્પ …

જીવનરૂપી પુષ્પની મહેકથી વિશ્વરૂપી બાગને મહેકાવીએ… :)

“સરદાર” ભારતનાં કે પછી ગુજરાતનાં ??


જશવંત સિંઘના પુસ્તકમાં “સરદાર” પટેલને અખંડ ભારતનાં ભાગલાં માટે જવાબદાર દર્શાવવા બદલ આપણાં સૌનાં માનીતા એવાં શ્રી મોદી સાહેબે એ પુસ્તક પર પ્રતિબંધ લગાવ્યો અને જે કારણોસર લગાવ્યો, કે ગુજરાતનાં સપુત “સરદાર” નું અપમાન થયું છે, તો મારે થોડાં સવાલ પૂછવા છે…

[૧]. જ્યારે વલ્લભભાઈ પટેલ “સરદાર” બન્યાં, અને “લોખંડી પુરુષ” બન્યાં ત્યારે શું એ “ગુજરાતી” હતાં ??

[૨]. ભારતનાં ભાગલાં થયાં ત્યારે શું ગુજરાત અસ્તિત્વમાં હતું ??

[૩]. એ પુસ્તકમાં જે મુહમ્મદ અલી ઝીણાનું ચિત્રણ એક પ્રભાવશાળી વ્યક્તિ તરીકે કરવામાં આવ્યું છે, તો શું કોઈને એ વાત સ્વીકારવામાં મુશ્કેલી થાય છે, કે એ જ મુહમ્મદ અલી ઝીણાનાં પિતા પોતે ગોંડલ પાસેનાં કોઈ ગામનાં હતાં અને “ગુજરાતી” હતાં અને એમની માતૃભાષા પણ “ગુજરાતી” જ હતી ??

[૪]. જો પ્રશ્ન ક્રમાંક ૧ અને ૨ નાં જવાબ “હા” માં હોય તો પ્રશ્ન ક્રમાંક ૩ નો જવાબ શું હશે ??

[૫]. કોઈ મુખ્યમંત્રી જે રાજકીય પક્ષનાં હોય તે પક્ષ જો કોઈની વિરુદ્ધ કાંઈ પગલાં લે, તો શું એ મુખ્યમંત્રીએ પણ જબરદસ્તી એવું જ વલણ રાખવું ??

[૬]. શું મુખ્યમંત્રીનું પોતાનું સ્વતંત્ર મંતવ્ય ના હોઈ શકે??

[૭]. શું એણે પોતે જે રાજકીય પક્ષના હોય તેનાં આટલી હદે ગુલામ બનવું જરૂરી છે ??

[૮]. શું રાજનીતીમાં “ઘુસ્યાં” એટલે દરેકેદરેક બાબતમાં “આંગળી” કરવી એ ફરજીયાત છે ??

[૯]. જે “સરદાર” ને અખંડ ભારતના ઘડવૈયાં કહેવામાં આવે છે, એનાં નામે આ પ્રકારની “પ્રદેશવાદ”ની રાજનીતી “રમવી” તે એ જ “સરદાર”નું અપમાન નથી ??

[૧૦]. સરદાર પટેલે જે મહેનતથી આટલાં બધાં અલગ અલગ પ્રાંતોને ભેગાં કરીને એક ભારત બનાવ્યું, (ભલે, ૨ ભાગ થયાં પછી) પણ આજે આવાં “પ્રદેશવાદ” પોષવામાં, એનાં આટઆટલાં ભાગલાંઓ થઈ રહ્યાં છે, એ શું વ્યાજબી છે ??

[૧૧]. આજે કોઈ પણ “મંત્રી”ઓમાં કોઈને “નેતા” દેખાય છે ?? મને તો માત્ર ને માત્ર “પોલિટીશયન” જ દેખાય છે, નેતા તો શોધ્યો નથી જડી રહ્યો…





Filed under: Abstract, ગુજરાતી, મારી કૃતિઓ , , , , ,

ज़माने ठहर के देखते है – अहेमद फ़राज़


કેટલાંય મહીનાઓથી એટલું બધું કામ રહે છે કે બ્લોગ તો તદ્દન ભૂલાઈ જ ગયો છે… :) ૩ એક મહિના પહેલાં આ ગઝલ ડ્રાફ્ટમાં રાખેલી તે આજે નજરે ચઢતાં પોસ્ટ કરી દેવાનું મન થયું…
બીજું કંઈ લખવાનો વિચાર તો હતો પણ આર્થિક recessionના પ્રતાપે ક્લાયંટ્સને ખુશ રાખવા માટે ઓછા સમયમાં વધારે કામ પૂરું કરવાની લ્હાયના લીધે સમયનું પણ recession ચાલી રહ્યું છે એટલે શક્ય નથી… આ સાથે એ પણ પ્રાર્થના કરતો રહું છું કે કમ સે કમ કામનું recession તો ન જ આવે નહિતર…

એનીવે, :) ગઝલ તરફ પ્રયાણ કરીએ… કોઈની સુંદરતા, વ્યક્તિત્વ, એના પૂરા અસ્તિત્વ વિશે લખાયેલ કોઈપણ ગઝલમાં આ ગઝલ જેવો જાદુ, કમાલ કદાચ જ જોવા મળશે… !! ઉપરથી ફરાઝ સાહેબની બધી ગઝલોમાં જોવા મળતો એક અનોખો કટાક્ષ – જીવન પરનો, પરીસ્થિતી પરનો – તો ખરો જ … પણ કોઈની યાદ વિશે લખાયેલ ગઝલ જો હોય તો કવિ કલાપીની એક શાશ્વત ગઝલ “આપની યાદી” જેવી ભાગ્યે જ કોઈ ગઝલ હશે…
પણ ફરાઝ સાહેબની આ ગઝલ મેં અગાઉ કહ્યું એ કેટેગરીમાં તો કદાચ પહેલી હરોળમાં ચોક્કસ સ્થાન પામી શકે… ગયા વર્ષે એમના ઈન્તકાલના સમાચાર આવ્યા એ પછીના વીકએન્ડ પર ઈટીવી ઉર્દુ પર રાતે હૈદરાબાદમાં થયેલ કોઈ મુશાયરામાં એમણે આ ગઝલનું પઠન કરેલું તે સાંભળ્યું હતું… અને ત્યારે જ ખુબ ગમી ગયેલી…
ચલો તો, ઘણી વાતો થઈ ગઈ… હવે ગઝલનો વારો… :)


सुना है लोग उसे आँख भर के देखते है,
सो उसके शहर में कुछ दिन ठहरके देखते है…

सुना है रब्त है उसको ख़राब हालों से,
सो अपने आप को बरबाद करके देखते है.
[रब्त = સંબંધ]

सुना है दर्द की गाहक है चश्म-ए-नाज़ुक उसकी,
सो हम भी उस की गली से गुज़र के देखते है.
[गाहक = ગ્રાહક, चश्म = આંખો]

सुना है उस को भी है शेर-ओ-शायरी से शग़ाफ,
सो हम भी मौजज़े अपने हुनर के देखते है.
[शग़ाफ = passion, मौजज़े = જાદુ]

सुना है बोले तो बातों से फूल जड़ते है
ये बात है तो चलो, बात कर के देखते है.

सुना है रात उसे चांद तकता रहेता है,
सितारे बाम-ए-फ़लक़ से उतर के देखते है
[बाम-ए-फ़लक़ = આકાશની ધાર]

सुना है हश्र है उसकी गज़ल सी आँखें,
सुना है उसको हीरन दश्त भर के देखते है.
[हश्र = કયામતનો દિવસ, પુનર્જીવન, અંત; दश्त = રણ]

सुना है दिनको उसे तितलीयाँ सताती है,
सुना है रात को जुगनु ठहर के देखते है.
[ तितली = પતંગિયું; जुगनु = આગીયા]

सुना है रात से बढ़कर है काकुलें उसकी,
सुना है शाम को साये गुज़र के देखते है.
[काकुलें = કીકીઓ]

सुना है उसकी सियाहचश्मग़ी क़यामत है,
सो उसको सुरमाफरोश आँखभर के देखते है.
[सियाहचश्मग़ी = આંખોની કાળાશ; सुरमाफरोश = કાજળરહીત આંખો]

सुना है उसके लबों से गुलाब जलते है,
सो हम बहार पर ईल्ज़ाम धर के देखते है.
[ईल्ज़ाम = આરોપ]

सुना है आईना तमसाल है जबीं उसका,
जो सादा दिल है, बन-सवँर के देखते है.
[तमसाल = જેવું; जबीं = કપાળ]

सुना है जब से हमाईल है उसकी गरदन में,
मिज़ाज और ही लाल-ओ-गौहर के देखते है.
[हमाईल = ગળાપર પહેરવાનું વસ્ત્ર; लाल-ओ-गौहर = રત્નો]

सुना है चश्म-ए-तसव्वुर से दश्त-ए-ईमकान में,
पलंग ज़ावे उसकी कमर के देखते है.
[चश्म-ए-तसव्वुर = કલ્પનાભરી આંખો; दश्त-ए-ईमकान = શક્યતાના રણમાં; ज़ावे = ખૂણાઓ, વળાંકો]

सुना है उसके बदन के तराश ऐसे है,
के फूल अपनी क़बाएँ कतर के देखते है.
[तराश = શિલ્પકામ, કોતરણી; क़बाएँ = (અહીં) પાંદડીઓ]

वो सर्व-क़द है मगर बेगुल-ए-मुराद नहीं,
के उस शजर पे शगुफे समर के देखते है.
[सर्व-क़द = ઊંચું અને મોહક; बेगुल-ए-मुराद = ઈચ્છાઓના ફૂલ ન ખીલવતું; शजर = વૃક્ષ; शगुफे = કળીઓ; समर = ફળ]

बस एक निग़ाह से लुटता है क़ाफिला दिल का,
सो राहनवाँ-ए-तमन्ना भी ड़र के देखते है.
[राहनवाँ = મુસાફરો]

सुना है उसके शबीस्तान से मुतासिल है बहिस्त,
मकीन उधर के भी जलवे ईधर के देखते है.
[शबीस्तान = સુવાનો ઓરડો(bedroom); मुतासिल = નજીક; बहिस्त = સ્વર્ગ; मकीन = (અહીં)વસતાં લોકો]

रुके तो गर्दिशें उसका तवाफ़ करती है,
चले तो उसको ज़माने ठहर के देखते है.
[गर्दिशें = (અહીં)સમય; तवाफ़ = પ્રદક્ષિણા]

किसे नसीब के बे-पैराहन उसे देखे !
कभीकभी दर-ओ-दीवार घर के देखते है.
[बे-पैराहन = નિર્વસ્ત્ર]

कहानियाँ ही सही सब मुबालग़े ही सही,
अगर वो ख्वाब है, ताबीर करके देखते है.
[मुबालग़े = અશક્ય ચીજ; ताबीर = મુર્ત સ્વરૂપમાં લાવવું]

अब उसके शहर में ठहरें कि कुछ कर जाएँ,
‘फ़राज़’ आओ सितारे सफर के देखते है.

- अहेमद फ़राज़




Filed under: اردو, ગ઼ઝ઼લ , , , , , , , ,

ફ્રોમ હૅલ, વીથ લવ…

તાજેતરમાં બનેલી આતંકવાદી ઘટનાઓએ વિચાર જન્માવ્યો કે ખરેખર નર્ક ક્યાં છે? ઉપર કશેક કાંઈ એવી જગ્યા છે જ્યાં આપણા અયોગ્ય કર્મોનો હિસાબ આપવામાં આવે છે?? આ વિકલ્પ માટે અંદરથી તરત જ "ના" આવી… તો ક્યાં છે ખરેખર એ નર્ક ?? કદાચ એ એવી પરીસ્થિતી છે જે આપણે મનુષ્યો જ સર્જીએ છીએ .. અહિં જ … આપણી ચોતરફ અને આપણી અંદર જ … આપણા સ્વાર્થ, લોભ, મારું-મારું કરવાની વૃત્તિ… અનહદ… મારા પૈસા, મારી મિલકત, મારો દેશ, મારો ધર્મ, મારું….. ખબર નહિ કંઈ કેટલુંય … આવું ને આવું કરતાં કરતાં આજે ક્યાં આવી ગઈ છે માણસજાત… આ એક સ્વાર્થના પગલે કેટલાંય દુષણો આજે આપણી સામે જન્મ્યા અને પોષાઈ રહ્યા છે !!! આનો અંત ક્યાં છે એ તો ઈશ્વર જ જાણે… !!! પણ એક વાતની ખાતરી થઈ રહી છે કે ક્યાં તો આવનારા અંતની અથવા આવનારી ક્રાંતિ, એ બે માંથી એકની તો શરુઆત થઈ ચૂકી છે… જોવાનું એ રહે છે કે આ બંનેમાંથી પહેલું શું આવે !!!



નડીયાદમાં ગ્રેજ્યુએશન કરતાં હતા એ વખતે એક અંગ્રેજી આલ્બમ આવેલું, "Affirmation"… કે કદાચ એનાં પણ એકાદ-બે વર્ષો પહેલાં… એનું Title Track – "Affirmation" ખુબ ગમેલું… મુંબઈમાં થયેલ હુમલા અને એના પહેલાં બનેલી કંઈકેટલીય આવી જ ઘટનાઓ કે જેના માટે remedial પગલાં હજી સુધી લેવાયા નથી (કે લેવાયા હોય એવું લાગતું નથી, જો લેવાયા હોય તો), એ બધાએ ફરી એ ગીત યાદ અપાવી દીધું… તો એ ગીતના શબ્દો શોધીને ફરી વાંચ્યા… કદાચ ખુબ જ બિન-અસરકારક કે તદ્દન જ નબળું લાગે પણ ઉકેલરૂપે એક પગલું, ખુબ જ વ્યક્તિગત ધોરણે લઈ શકાય એવું, એ કે આપણા સ્વભાવના ઊંડામાં ઊંડા ખુણા સુધી ઉતરી ગયેલું આ સ્વાર્થ અને ધૃણાનું વિષ આપણે ઓગાળી નાંખીએ…



આ ગીત માં કદાચ ખુબ જ જનરલાઈઝ્ડ વાતો છે પણ ક્યાંક તો આપણી સમસ્યાઓનો ઉકેલ છે એવું લાગે છે…


I believe the sun should never set upon an argument
I believe we place our happiness in other people’s hands
I believe that junk food tastes so good because it’s bad for you
I believe your parents did the best job they knew how to do
I believe that beauty magazines promote low self esteem
I believe I’m loved when I’m completely by myself alone



I believe in Karma what you give is what you get returned
I believe you can’t appreciate real love until you’ve been burned
I believe the grass is no more greener on the other side
I believe you don’t know what you’ve got until you say goodbye



I believe you can’t control or choose your sexuality
I believe that trust is more important than monogamy
I believe your most attractive features are your heart and soul
I believe that family is worth more than money or gold



I believe the struggle for financial freedom is unfair
I believe the only ones who disagree are millionaires



I believe forgiveness is the key to your unhappiness
I believe that wedded bliss negates the need to be undressed
I believe that God does not endorse TV evangelists
I believe in love surviving death into eternity




મને આવડે એવો ભાવાનુવાદ કરી રહ્યો છું…


હું માનું છું કે,
આપણા દિવસનો અંત કોઇ પણ દલીલથી મન ખાટું કરીને ન આવવો જોઇએ.
આપણી ખુશી અને આનંદ બાહ્ય પરીબળો પર આધારીત ન હોવી જોઇએ.
જંકફૂડ એટલા માટે ભાવે છે કે એ હાનિકારક છે.(“જંકફૂડ” એક રૂપક તરીકે દેખાઈ રહ્યું છે.)
આપણા માતા-પિતાએ આપણને ઉછેરવાનું એમને આવડતું સર્વશ્રેષ્ઠ કાર્ય કર્યું છે.
બ્યુટી મેગેઝીન્સ લઘુતાગ્રંથી જન્માવે છે.
જ્યારે હું ફક્ત મારી પોતાની સાથે હોઉં છું ત્યારે સૌથી વધુ પ્રેમ પામું છું (કદાચ હું ઈશ્વરનું સાંનિધ્ય અનુભવું છું)




હું માનું છું કે,
આપણે જે આપીએ છીએ એ જ આપણને અંતે મળે છે.
જ્યાં સુધી આપણે પોતે પ્રેમમાં નથી સળગતા, ત્યાં સુધી એને સમજી નથી શકતાં.
મને અન્ય વ્યક્તિઓ પ્રત્યે ઈર્ષ્યા નથી જન્મતી.
જ્યાં સુધી જુદા ન પડીએ વ્યક્તિ/સમયની કિંમત નથી સમજાતી.




હું માનું છું કે,
આપણે સ્ત્રી-પુરુષ બંનેને આપણા મનના ઊંડાણમાં સમાન દરજ્જો આપીએ એ જરૂરી છે.
પતિ-પત્ની વચ્ચે “વફાદારી” હોવા સાથે વિશ્વાસ હોવો વધુ જરૂરી છે.
મનુષ્યની સૌથી આકર્ષક લાક્ષણિકતાઓ એની આત્મા અને એનું દિલ છે, નહિ કે એનો બાહ્ય દેખાવ.
કુટુંબ (બહોળા સંદર્ભમાં) ધન કે સોના કરતાંય વધુ મહત્વનું છે.




હું માનું છું કે,
આર્થિક સ્વતંત્રતા માટે થઈ રહેલો સંઘર્ષ અને એની રીતો તદ્દન અન્યાયી અને અવ્યાજબી છે.
અને આને નકારવાવાળા બધા વ્યક્તિઓ નક્કી ધનવાનો જ હશે.




હું માનું છું કે,
બધી સમસ્યાઓ અને દુ:ખોનો ઉકેલ ક્ષમા છે.
એકબીજાના સાંનિધ્યમાં હોવાનો શુદ્ધ આનંદ કહેવાતા શારિરીક આનંદને વ્યર્થ સાબિત કરે છે.
સંચાર માધ્યમોએ ઊભા કરેલા દુષણો ઈશ્વરને ક્યારેય પસંદ નહિ આવે.
પ્રેમથી મૃત્યુથી જન્મતી જુદાઈ શાશ્વત નિકટતામાં ફેરવાઈ જાય છે.



Filed under: Abstract, ગુજરાતી, મારી કૃતિઓ , , , , , , , , , , ,

આઈઆઈટી હવે ગુજરાતમાં…

IIT in Gujarat

 

 

 

 

આજના દિવ્યભાસ્કરમાં ગુજરાતના શૈક્ષણિક-જગતને લગતા એક ખરેખર શુભ-સમાચાર જોયા … અને થયું કે ગુજરાતી બ્લોગ-જગતને તો એની જાણ થવી જ જોઇએ અને એના ઈતિહાસમાં આ સમાચારને સ્થાન મળે એવું કંઈક કરીએ .. (!!!) એટલે અહીં મૂકી દેવાનું મન થયું …

યોજના કંઈક એવી હતી કે અમદાવાદ-ગાંધીનગર ના નોલેજ કોરીડોરમાં IIT બને પણ જ્યાં સુધી ત્યાં તૈયારી પૂર્ણ થાય ત્યાં સુધી ચાંદખેડાની વિશ્વકર્મા ઇજનેરી કોલેજના સંકુલમાં શરુ કરવામાં આવશે …

મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી આઈઆઈટીમાં ગુજરાતી વિદ્યાર્થીઓનું પ્રમાણ અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓની સરખામણીમાં ઘણું જ ઓછું રહ્યું છે … કારણ એ જ કે આપણને જેમ બને તેમ જલ્દી પૈસા બનવા માંડે અને લગન કરીને “સેટલ” થઈ જવામાં વધારે રસ છે … :D … રીસર્ચ-ફિસર્ચ જેવા નકામા કામો આપણે થોડા કરવાના હોય !! ૫-૭ વર્ષો સુધી બી-ટેક કે એમ-ટેક કોણ કરે !! …

જો કે મારી વાત કરું તો મેં તો ઈજનેરી પણ નથી કરી કારણ કે એના માટે પહેલી જરૂરીયાત એ હોય છે કે વિજ્ઞાન-પ્રવાહમાં ૧૨મું ધોરણ પાસ કરવું પડે … જે મેં કોમર્સ લઈને કરેલું … !! :D … એટલે બની શકે કે ઉપરની કમેન્ટ મારા મોઢે જરા વધારે પડતી થઈ ગઈ હોય !! .. પણ આ તો એક general વાત … :)

ચલો તો હવે આશા રાખીએ કે આપણને એક આઈઆઈટી મળી છે તો કમ સે કમ ત્યાં તો  ગુજરાતી વિદ્યાર્થીઓ વધારે પ્રમાણમાં જોવા મળે …

Filed under: Abstract, ગુજરાતી , , , , , ,

તમારું સ્વાગત છે..


જીવન પુષ્પ ખીલ્યું : ડીસેમ્બર ૨૦૦૬
જીવન પુષ્પ પરની પાંખડીઓ : ૮૦+
પાંખડીઓ પરના ઝાકળબિંદુઓ : ૪પ૦+
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
નામ: કુણાલ શૈલેષ
મુકામ: હૈદરાબાદ,ભારત
Gmail Contact: jivanpushp



મારા વિશે થોડું...






~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
 મારા del.icio.us બુકમાર્ક્સ જુઓ.
 જીવન પુષ્પ...ની RSS Feeds મેળવો.
 નવી પોસ્ટ વિશે મફત SMS મેળવો.
જીવન પુષ્પ...ને  માં ઉમેરો.
 મારો ફોટો બ્લોગ જુઓ.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Viewed best in Google Chrome.

અતીતનો ઝરુખો …

પાંખડીઓ પરના ઝાકળબિંદુઓ…

મિત્રોના મુકામો …

Kunal Welcomes You all... :)

  • 13,893 વખત જીવન પુષ્પની મહેક ફેલાઈ

પાંખડીઓવાળા દિવસો…

November 2009
M T W T F S S
« Aug    
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

જાહેર જનતાને જણાવવાનું કે…

બીજી સાઈટ્સ અને બ્લોગ પરથી લેવામાં આવેલા લેખો જે-તે લેખકોના પોતાના વિચારો છે. અને જે-તે લેખો ની સાથે સ્ત્રોત નિર્દેશીત રહેશે. જો કોપીરાઈટનો ભંગ થતો જણાય તો સત્વરે જાણ કરવા વિનંતી.

"મારી કૃતિઓ" કાપલી હેઠળના લેખો એ મારા પોતાના વિચારો છે, એને બીજા કોઇ સાથે અંગત રીતે કોઇ સંબંધ નથી. જો કોઇને એમાંથી કોઇ લેખ પોતાના બ્લોગ કે વેબસાઈટ પર છાપવાનું મન થાય અને છાપી જ દે તો સાથે મારું નામ પણ છાપે એ અપેક્ષિત છે.. બરાબરને?? નહિતો એ ચોરીની સમકક્ષ જ કૃત્ય ગણાશે..

For 'PETA' members: "No animals are harmed in making of this blog..... ;)"