જીવન પુષ્પ …

જીવનરૂપી પુષ્પની મહેકથી વિશ્વરૂપી બાગને મહેકાવીએ… :)

કોલેજના દિવસો

મિત્રો,

કેમ છો ?? મજામાં હશો… સિડનીમાં લેન્ડ કર્યું તેના બીજા કલાકથી જ જે કામમાં વ્યસ્ત થયેલો તે આજ સુધી ચાલુ જ છે… અને આવીશ ત્યાં સુધી કદાચ ચાલુ રહેશે… :)

અહીં આવ્યા પછી જરા પણ કંઈ પોસ્ટ કરવાનો સમય નહોતો મળતો… પણ મિત્રોનાં બ્લોગ્સ સમયાંતરે Visit કરી લેતો હતો … એક દિવસ “દાગ઼ દહેલવી” ની એક ગઝ઼લ જે Drafts માં રાખી હતી તે અહીં Publish કરી દીધી..

અહીં જ્યારે રજા હોય કે સમય મળે તો ફરવાનું ચાલુ જ રાખ્યું છે.. ઘણી બધી યાદો ભેગી કરી લીધી છે મમળાવવા માટે… અને આ ટૂર વિશે ચોક્કસ લખીશ…

ગઈકાલે મારા મિત્ર દિવ્યેશએ અમે લોકો એ MCA દરમિયાન કરેલા વાર્ષિક સમારંભોમાંથી એકનો વિડીયો ઓનલાઈન મૂક્યો … અને એમાંથી મેં ગાયેલું એક ગીત ખાસ અલગ કરીને મને લિંક મોકલી… :) એના માટે એનો ખુબ ખુબ આભાર

આ અને ઓલમોસ્ટ બધાં જ વાર્ષિક અને Fresher’s Welcome સમારંભોમાં મારું Anchoring રહેતું અને અમારા બધા દોસ્તો કાંઈક ને કાંઈક તો નાટક કે Skit કરીએ જ… બૌ મજાના દિવસો હતા બધા જ… અને આ વિડીયો જોઈને તો ઘણુંબધું યાદ આવી ગયું …

આ ગીત ૨ વર્ષો પહેલાંનું છે… આશીકી ફીલ્મનું કુમાર સાનુએ ગાયેલું ગીત – “ધીરે ધીરે સે મેરી ઝીંદગી મેં આના” …

વિડીયોવાળા ભાઈએ Edit  કરી દીધું છે અને ફક્ત અઢી-ત્રણ મિનિટનું જ રાખ્યું છે… :(

આ ફંક્શનમાં શરુઆતથી Anchoring અને બીજી Events ને manage કરવામાં મગજની એવી કઢી થઈ ગયેલી કે મને ગીત ભૂલી જઈશ એવું લાગતાં સાથે Lyric-chit રાખીને ગાયેલું … :)

ચલો તો ફરી કામે લાગીએ…

Filed under: Abstract, ગુજરાતી, મારી કૃતિઓ , , , ,

…છે ઘણાં …

મિત્રો,
આજે એ કૃતિ પોસ્ટ કરું છું, જેનું મહત્વ મારાં માટે કદાચ મેં લખેલી બીજી કોઇ પણ કૃતિ કરતાં વધું છે…ભલે rules ના હિસાબે એ થોડી નબળી હોય…. :) … અને એનું આ મહત્વ એટલાં માટે કે એ મેં મારા કોલેજનાં થોડાં છેલ્લાં બચેલાં દિવસોમાં લખેલી, ૪ વર્ષ પહેલાં, મારાં એ જુનાં દિવસો માટે…golden days… :)


જીવનનાં અટપટાં રસ્તા પર હમસફર મળ્યાં છે ઘણાં,
જીવનભર સાથ આપે એવાં હમદર્દ મળ્યાં છે ઘણાં…

છતાં હજી સુધી એ સમજાયું નથી અમને,
શું કામ આપણો સાથ અધવચ્ચે છોડી દે છે ઘણાં…

છોડી ગયાં આપણને એમની વાતો શું કામ કરવી,
ખુદાની કૃપાથી આ પ્રિય દોસ્તો મળ્યાં છે ઘણાં…

દોસ્તો, એક સવાલ પૂછું તમને ? નથી લાગતું
તમને, કે દિવસો અહીં ઓછાં મળ્યાં છે ઘણાં ??

ત્રણ વર્ષો સુધી કોલેજને ધુત્કારતાં રહ્યાં, છેલ્લું
સેમ આવ્યું ત્યારે દિવસો જુનાં યાદ આવ્યાં ઘણાં…

ભૌતિક નીકટતાં ન રહે આપણી વચ્ચે તેથી શું થયું ??
દિલ આપણાં સૌનાં મિત્રો, નીકટ છે ઘણાં…

જુદાઈની આ વેળા છે, સમય વીતાવીએ હસી-ખુશીથી,
એકાંતમાં રડવાનાં તો હજી દિવસો છે ઘણાં …

Filed under: ગુજરાતી, મારી કૃતિઓ , , , , ,

તમારું સ્વાગત છે..


જીવન પુષ્પ ખીલ્યું : ડીસેમ્બર ૨૦૦૬
જીવન પુષ્પ પરની પાંખડીઓ : ૮૦+
પાંખડીઓ પરના ઝાકળબિંદુઓ : ૪પ૦+
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
નામ: કુણાલ શૈલેષ
મુકામ: હૈદરાબાદ,ભારત
Gmail Contact: jivanpushp



મારા વિશે થોડું...






~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
 મારા del.icio.us બુકમાર્ક્સ જુઓ.
 જીવન પુષ્પ...ની RSS Feeds મેળવો.
 નવી પોસ્ટ વિશે મફત SMS મેળવો.
જીવન પુષ્પ...ને  માં ઉમેરો.
 મારો ફોટો બ્લોગ જુઓ.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Viewed best in Google Chrome.

પાછલા ૨ દિવસોમાં વધુ વંચાઈ

અતીતનો ઝરુખો …

પાંખડીઓ પરના ઝાકળબિંદુઓ…

મિત્રોના મુકામો …

Kunal Welcomes You all... :)

  • 13,897 વખત જીવન પુષ્પની મહેક ફેલાઈ

પાંખડીઓવાળા દિવસો…

November 2009
M T W T F S S
« Aug    
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

જાહેર જનતાને જણાવવાનું કે…

બીજી સાઈટ્સ અને બ્લોગ પરથી લેવામાં આવેલા લેખો જે-તે લેખકોના પોતાના વિચારો છે. અને જે-તે લેખો ની સાથે સ્ત્રોત નિર્દેશીત રહેશે. જો કોપીરાઈટનો ભંગ થતો જણાય તો સત્વરે જાણ કરવા વિનંતી.

"મારી કૃતિઓ" કાપલી હેઠળના લેખો એ મારા પોતાના વિચારો છે, એને બીજા કોઇ સાથે અંગત રીતે કોઇ સંબંધ નથી. જો કોઇને એમાંથી કોઇ લેખ પોતાના બ્લોગ કે વેબસાઈટ પર છાપવાનું મન થાય અને છાપી જ દે તો સાથે મારું નામ પણ છાપે એ અપેક્ષિત છે.. બરાબરને?? નહિતો એ ચોરીની સમકક્ષ જ કૃત્ય ગણાશે..

For 'PETA' members: "No animals are harmed in making of this blog..... ;)"