કાર્તિકભાઈએ એક પોસ્ટ મૂકેલી થોડા દિવસો પર, ફર્માટનો છેલ્લો પ્રમેય (Fermat’s “Last theorem”). તે વાંચીને વીકીપિડીયા પર એનો આર્ટિકલ વાંચ્યો. ત્યાં એક નાની નોંધ લખેલી છે અને એક ફોટો છે.
જેની હકીકત કંઈક એવી છે કે આ ફર્માટ સાહેબે પોતાની લખેલી ચોપડીમાં જ્યાં એમના આ છેલ્લા પ્રમેયનો ઉલ્લેખ કરેલો છે, તે પાનાનાં ઉપરના હાંસિયામાં એક નોંધ લખેલી છે કે,
“….I have discovered a truly marvellous proof of this, which this margin is too narrow to contain.“
એટલે કે એમણે જે પ્રમેય આપ્યો તની સાબિતી આપવા માટે એમને આ હાંસિયો ટૂંકો પડે છે, સાંકડો પડે છે …!!! પ્રમેય કરતાં એની સાબિતી લાંબી … !!!
હા, તો મેં ઉપર જે ફોટા સાથેની નાની નોંધની વાત કરી, તેમાં ફોટો હતો એ હાંસિયાનો (ઈતિહાસમાં હાંસિયો પણ પ્રખ્યાત થઈ ગયેલો…!!!) અને નોંધ હતી કે,
“…On the right is the famous margin which was too small to contain Fermat’s alleged proof of his “last theorem“.
એટલે કે અહીં જમણી બાજું દેખાય છે તે પેલો “પ્રખ્યાત” હાંસિયો છે જે ફર્માટના આખરી પ્રમેયની એ “કુખ્યાત” સાબિતી માટે ટૂંકો પડ્યો હતો…. એ ફોટામાં ખાસ પેલા હાંસિયાને Highlight કરવામાં આવ્યો છે …
અને મારું મન પણ એ હાંસિયાના ચકરાવે ચડ્યું … !!! (એક્દમ ટીડિયસ કોડીંગ સતત કરી કરીને કંટાળેલું મન ગમ્મે ત્યાં ચકરાવે ચડે છે એની સાબિતી મને આ “હાંસિયા” એ આપી !!!)
વાંચીને વિચાર આવ્યો જે એ દિવસે મેં મારા ગુગલ ટોકના Status Message માં પણ મૂકી દીધેલો, કંઈક આવો …
“Just like the famous margin which was too small to contain Fermat’s alleged proof of his “last theorem”… I guess we’ll also run out of space for the proof of our “last theorm” – the life !!!“
“પેલો પ્રખ્યાત હાંસિયો, કે જે ફર્માટના આખરી પ્રમેયની કુખ્યાત સાબિતી ને સમાવવા માટે અત્યંત ટૂંકો પડેલો, તેની જેમ જ કદાચ આપણને પણ આપણા “આખરી પ્રમેય” – આપણી આ જિંદગી ની સાબિતી આપવા માટે આખરમાં હાંસિયો ટૂંકો પડશે !!!”
તમને શું લાગે છે !!! આપણી જિંદગીમાં જે બન્યું… આખરે તે કેમ બન્યું તે જાણતા હોવા છતાં, અંતે તે કહેવા માટે, “હાંસિયો” ટૂંકો પડશે .. કદાચ …!!! (જાણવા જેવું: તેલુગુમાં “અંતે” એટલે “એટલે ?” એવો અર્થ થાય છે !!! )
[તા.ક. - આ જે મેં છુટ્ટી ફેંકી તે ફીલોસોફી તમને થોડી જોરમાં વાગી હોય તો, "સોરી" હં કે ... !!!
હવેથી કાંઈ પણ ફેંકીશ તો ધીરે ફેંકીશ ... !!!]
Filed under: Abstract, ગુજરાતી, મારી કૃતિઓ , -મગજનું દહીં-, -fermat's theory-, -gujarati article-, -margin-



મારા del.icio.us બુકમાર્ક્સ જુઓ.
નવી પોસ્ટ વિશે મફત SMS મેળવો.
પાંખડીઓ પરના ઝાકળબિંદુઓ…